પ્રોફેસર ધવલ એ. ભરડા દ્વારા લખાયેલ “ ડિઝાઇન ઓફ મિકેનિકલ એલે મેન્ટ્સ -ઈન એસ. આઈ. યુનિટ “પુસ્તક  ઇન્ટર નેશનલ પ્રકાશન વ્હાઇટ ફાલકન પબ્લિશીંગ એ પ્રસિદ્ધ કરી

પોરબંદર ની ડો વી. આર. ગોઢાણીયા કોલેજ ઓફ એન્જીનીયરિંગ એન્ડ ટેક્નોલોજી માંના મિકેનિકલ ડિપાર્ટમેન્ટ ના પ્રોફેસર ધવલ એ. ભરડા દ્વારા લખાયેલ “ ડિઝાઇન ઓફ મિકેનિકલ એલે મેન્ટ્સ -ઈન એસ. આઈ. યુનિટ “પુસ્તક ન્યૂ દિલ્હી- ચંદીગઢ ના ઇન્ટર નેશનલ પ્રકાશન વ્હાઇટ ફાલકન પબ્લિશીંગ એ પ્રસિદ્ધ કરી પોરબંદર ને ગૌરવ આપાવ્યું : આ પુસ્તક મિકેનિકલ ક્ષેત્રે દેશ વિદેશ ની કોલેજો અને યુનિવર્સિટી ના અભ્યાસ ક્રમ માં અમલી બનશે
પોરબંદર : પોરબંદર ની ડો. વી. આર. ગોઢાણીયા કોલેજ ઓફ એન્જીનીયરિંગ એન્ડ ટેક્નોલોજી ના મિકેનિકલ ડિપાર્ટમેન્ટ મેન્ટ માંઆ સિસ્ટન્ટ પ્રોફેસર શ્રી ધવલ ભાઈ ભરડા એ લખેલ “ડિઝાઇન ઓફ મિકેનિકલ એલમેન્ટ્સ ઈન એસ. આઈ યુનિટ “ પુસ્તક વિશ્વ પ્રસિદ્ધ ન્યૂ દિલ્હી ચંદીગઢ ના વ્હાઇટ ફાલકન પબ્લિશીંગ પ્રકાશક દ્વારા પ્રકાશિત થતા આ પુસ્તક દેશ – વિદેશ ની એન્જીનીયરીગ યુનિવર્સિટી ઓ માં અમલી બનશે શ્રી ધવલ ભરડા નું આ પુસ્તક ની મૌલિક વિચારો સાથે ગુણવતા ઊંચ હોવાના કારણે ઇન્ટર નેશનલ પ્રકાશકે પોતે પ્રકાશિત કરી ને પોરબંદર ની કોલેજ અને જિલ્લા સહીત દેશને ગૌરવ અપાવવા બદલ દેશ વિદેશના એન્જીનનિયરીગ કોલેજો એ આવકારી અભિનંદન પાઠવેલ છે
પોરબંદર ના ગોઢાણીયા સંકુલ ખાતે આવેલ ટ્રષ્ટ ની ઓફિસ ખાતે તાજે તરમાં ટ્રસ્ટ ના પ્રમુખ, જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડો વિરમભાઈ ગોઢાણીયા એ શ્રી ધવલ ભાઈ ભરડા નું અભિવાદન કરતા જણાવ્યું હતુંકે, વિદ્યાર્થીઓમાં શોખ, રસ -રુચિ અને વિધાયક વલણ વિક્સવવા માટે શિક્ષક પાસે આ ગુણ અપેક્ષિત છે, 21મી સદી સ્કિલ કૌશલ્ય ની છે ત્યારે શિક્ષક અધ્યાપક અધ્યનશીલ હશે તો પોતના વિદ્યાર્થીને પોતાના વિષયમાં નિપુણ બના વી શકશે પોતાના વિષયમાં અધ્યતન જ્ઞાન ન ધરાવનાર શિક્ષક શાક્ષર હોવા છતાં આ સદીમાં નિરક્ષર ગણાશે તેમણે કેળવણી કાર ડો એ. આર ભરડા ના પુત્ર શ્રી ધવલભાઈ વિશ્વ સ્તરની સિદ્ધિ ને બિરદાવી હતી
આ તકે પોરબંદર ની ગોઢાણીયા મહિલા કોલેજ ના પ્રિન્સીપાલ ડો કેતન ભાઈ શાહ, કેળવણીકાર ડી, એ. આર. ભરડા. ટ્રષ્ટના અંગત સેક્રેટરી શ્રી કમલેશભાઈ થાનકી એન્જીનીયર કોલેજ ના વિવિધ ડિપાર્ટમેન્ટ ના અધ્યક્ષકો સર્વ શ્રી શ્રી યસ ભાઈ દાસાણી, શ્રી કાંધલ ભાઈ જાડેજા, ડો ધવલ ભાઈ ખેર, ડો નીરવ ભાઈ દત્તાણી, શ્રી દેવર્ષી બેન વિસાણા, નિયતિ બેન મોઢવાડીયા તેમજ ઓફિસ સુપ્રીટેન્ડ શ્રી ચેતન ભાઈ જોશી એ જિલ્લા, કોલેજ સહીત વિશ્વ સ્તર ની સિદ્ધિ મેળવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા
આ પુસ્તક ની કિંમત પ્રકાશકે રૂ 500 અને ( વિદેશના પાઉન્ડ, ડોલર, અન્ય ચલણ ) આ બુક એમેઝોન, ફિલપ કા ર્ટ અને WFP સ્ટોર પર મળી રહેશે.આ પુસ્તક એમે ઝોન વેબ સાઈટ પર ઉપલબ્ધ છે, યુ. કે. યુ. એસ. એ, જર્મની, પોલેન્ડ, ઓસ્ટ્રેલિયા, ભારત, નેધર લેન્ડ જાપાન, કેનેડા, બ્રાઝીલ, ફ્રાન્સ, સિંગા પોર, સ્વીડન, સ્પે ઈન, ઇટાલી સહીત 13 દેશોની એમેઝોન વેબસાઈટ પર ઉપલબ્ધ છે.અન્ય દેશો માં તેમજ કિન્ડલ એડિશન (PDF)અને પેપટ બેંક ફોર્મેટ માંઉપલબ્ધ છે
આ પસ્તક ના સારાંશ માં “ મિકેનિકલ એન્જીનીયરીગ ફિલ્ડ માં આવતા મશીન ડિઝાઇન વિષય ઉપર લખાયેલું આ પુસ્તક છે.
આ પુસ્તક મિકેનિકલ એન્જીનીયરિંગ ના ડિપ્લોમા (ઈંગ્લીસ મીડીયમ ) બી. ઈ. ( મિકેનિકલ ) M. E./ M. Tech ( machine Design) અથવા તો જેમને મિકેનિકલ ડિઝાઇન નો અભ્યાસ કરવો હોઈ તેમજ મિકેનિકલ ક્ષેત્રમા રસ ધરાવનાર ને ઉપયોગી છે આ પુસ્તક ની વિશે ષ તા એ છે આ પુસ્તકમાં ટેક્નોલોજી ક્ષેત્રના વૈજ્ઞાનિકો ના નિયમો તો છે જ પણ એમની સાથે વૈજ્ઞાનિકો ના અલભ્ય ફોટા અને તેમની બાયોગ્રાફી નો સમાવેશ થયેલ છે વિદ્યાર્થીઓએ સૌ પ્રથમ જે -તે વૈજ્ઞાનિકો વિશે વાચન કરવાનું રહેશે જેથી કરીને વિધાયાર્થીઓ ને ખ્યાલ આવશે કે જે વૈજ્ઞાનિકોએ નિયમો કે થિયરી ભણે છે તે કેવા દેખાતા અને આપેલ થિયરી ઉપરાંત તેમણે બીજા કયા કયા કામો માટે પણ જાણીતા છે. તેમની માહિતી પણ મળશે પુસ્તકમાં થિયરી, દાખલા અને સારી આકૃતિઓ, અને સ્ટાન્ડર્ડ ન્ડડર ટેબલ વગેરે પણ છે તા 14 ફેબ્રુઆરી 2025 ના રોજ દિલ્હી ના પ્રગતિ મેદાન ખાતે યોજાનાર “ધ વર્લડ બુક ફેર”- મા આ પુસ્તક પ્રદર્ષિત થશે જેનું તેમને નિમંત્રણ મળેલ છે, તથા આવનારા વર્ષોમાં આ પુસ્તકની બીજી આવૃત્તિ પણ પ્રકાશિત થશે,
અત્રે ઉલ્લેખ નીય છે કે, પ્રોફેસરશ્રી ધવલ ભરડા બોઈલર અને થર્મલ ડિવા ઈ સીઝ માટેની કાર્યક્ષમતા સુધારવા ના પ્રોજેક્ટ માં એક વર્ષે જેટલો અનુભવ ધરાવે છે. તેઓને મશીન ડિઝાઇન અને થર્મલ એન્જીનીયરિંગ ના વિષયો ભણાવવાનો પાંચ વર્ષ કરતા પણ વધારે અનુભવ ધરાવે છે. તેઓ રાજકોટ ની દર્શન યુનિવર્સિટી માંથી મિકેનિકલ એન્જીનીયરિંગ માં B. E. અને આર. કે. યુનિવર્સિટી માં થી M. Tech(Tharmal science)મા ડિગ્રી મેળવી છે. તેઓ નું વિશ્વની નામાંકિત એવી એપ્લા ઇડ થર્મલ એન્જીનીયરિંગ જર્નલ કે જે “એલ ઝ વેર જર્નલ” માની એક જર્નલ માં રિસર્ચ રીવ્યુઅર તરીકે પસઁદગી પામેલ છે. અત્યાર સુધીમાં દસ કરતા વધારે ટેક્નિકલ રિસર્ચ પેપર ના રીવ્યુ કરી ચુક્યા છે.તદ ઉપરાંત અમેરિકન સોસાયટી ઓફ મિકેનિકલ એન્જીનીયરિંગ (ASME) ની “ થર્મલ સાયન્સ અને એન્જીનીયયરીગ એપ્લિકેશન ના જર્નલ માં રિસર્ચ રીવ્યુઅર તરીકે પસન્દ પામેલ છે. 2009 માં હાઈસ્કૂલ કક્ષાએ અભ્યાસ કરતા ત્યારે ન્યૂ દિલ્હી વિજ્ઞાન સાયન્સ ટેક્નોલોજી દ્વારા સસ્ટે નબેલ ડેવ લેપમેન્ટ ઈન સીટી પોરબંદર પ્રોજેક્ટ પસન્દ પામતા ન્યૂ દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ એ પી. જે અબ્દુલ કલામ ના હસ્તે બાળ વૈજ્ઞાનિક તરીકે રાષ્ટીય એવૉર્ડ એનાયત થયો હતો અને સન્માનિત થયા છે એક ઇન્ટર નેશનલ પ્રકાશક દ્વારા તેઓની બુક પ્રકાશિત થઇ છે જે પોરબંદર માટે ગૌરવ પ્રદ છે ઇન્ટર નેશનલ કક્ષા એ મિકેનિકલ એન્જીયરિંગ ક્ષેત્રે મશીન ડિઝાઇન વિષય પર લખાએલી બુક જયારે ઇન્ટર નેશનલ પ્રકાશક દ્વારા પ્રકાશિત થતા દેશ વિદેશની કોલેજો અને યુનિવર્સિટી માં ના અભ્યાસક્રમ માં અમલી બનતા કોલેજ અને પોરબંદર જિલ્લા નું ગૌરવ વધારવા બદલ પોરબંદર શ્રી માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રષ્ટના મેનેજીંગ ટ્રષ્ટિ શ્રી અર્જુનભાઈ મોઢવાડીયા, ટ્રષ્ટિ શ્રી ભરત ભાઈ ઓડેદરા શ્રી મતિ શારદા બેન ઓડેદરા, શ્રી મતિ શ્રી જયશ્રી બેન ગોઢાણીયા, શ્રી ભરત ભાઈ વિસાણા સહિત ટ્રષ્ટ ગણે અભિનંદન પાઠવી શુભેચ્છાઓ પાઠવી હતી

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!