ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર પોરબંદર મહાનગરપાલિકાના વાહનો સામે કડક કાર્યવાહી

તા. ૦૪/૧૧/૨૦૨૫ — પોરબંદર

પોરબંદર જીલ્લામાં વધતા માર્ગ અકસ્માતોને રોકવા તથા ટ્રાફિક નિયમોનું કડક પાલન થાય તે હેતુસર પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ વિશેષ તપાસ અભિયાન હાથ ધરાયું છે.

ટ્રાફિક ઇન્સ્પેક્ટર  એમ.એલ. આહિરને નિયમભંગ કરતા વાહનચાલકો વિરુદ્ધ નિયમિત કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ અનુસંધાને આજ રોજ શહેર વિસ્તારમાં ચેકિંગ દરમ્યાન જાણવા મળ્યું કે પોરબંદર મહાનગરપાલિકાના કેટલાક વાહનો નંબર પ્લેટ વિના તથા અપૂરતા દસ્તાવેજો સાથે ફરતા હતા.

ટ્રાફિક ઇન્સ્પેક્ટર એમ.એલ. આહિર તથા પી.એસ.આઈ. કે.બી. ચૌહાણની ટીમે મહાનગરપાલિકાના નીચે મુજબના વાહનોને ચેક કરતા ખામીયુક્ત હોવાનું જણાયું:

1. ડમ્પર રજી. નં. GJ-25G-0595

2. ડમ્પર રજી. નં. GJ-25G-0920

3. ટેન્કર રજી. નં. GJ-25G-0853

4. છોટા હાથી રજી. નં. GJ-25G-0778

ઉપરોક્ત તમામ વાહનો મોટર વાહન અધિનિયમ કલમ ૨૦૭ મુજબ ડીટેઈન કરવામાં આવ્યા છે અને હાલ ટ્રાફિક શાખા પોરબંદર ખાતે રાખવામાં આવ્યા છે.

તેમજ ટ્રેકટર રજી. નં. GJ-25G-0574 નું પી.યુ.સી. પ્રમાણપત્ર વિના સંચાલન થતા રૂ. ૫૦૦/- નો સ્થળ દંડ ફટકારવામાં આવ્યો હતો.

ટ્રાફિક વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે આવું અભિયાન નિયમિત રીતે ચાલુ રહેશે, અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ કે સંસ્થા સામે કાયદેસર પગલાં લેવામાં આવશે. ટ

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!