શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ, પોરબંદર દ્વારા આગામી સમયમાં પોરબંદરનાં આંગણે “કોસ્ટલ હાફ મેરાથોન – ૨૦૨૪”નું આયોજન
શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ, પોરબંદર દ્વારા આગામી સમયમાં પોરબંદરનાં આંગણે “કોસ્ટલ હાફ મેરાથોન – ૨૦૨૪” તારીખ ૧, ડિસેમ્બર, ૨૦૨૪ નાં રોજ યોજવામાં આવશે તેમજ “ટ્રાયથોલોન(સ્વિમિંગ, સાયક્લિંગ અને રનીંગ)” તારીખ ૪, જાન્યુઆરી, ૨૦૨૫ નાં રોજ યોજવામાં આવશે તેમજ “સ્વિમાથોન-૨૦૨૫” તારીખ ૪,૫, જાન્યુઆરી, ૨૦૨૫ નાં રોજ યોજવામાં આવશે.
ઉપરોક્ત ઇવેન્ટનું રજીસ્ટ્રેશન ઓનલાઇન તથા ઓફલાઇન ચાલુ થઇ ગયું છે. જેમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન માટે “https:*//aptharacingsolution.com/e/Porbandar-hm-2024-reg” તેમજ ડાઉનલોન SRSSC APPLICATION FROM PLAYSTORE/APP STORE પરથી કરી શકશે.
“કોસ્ટલ હાફ મેરાથોન”નાં રજીસ્ટ્રેશનની છેલ્લી તા.૨૪/૧૧/૨૦૨૪ છે તથા “ટ્રાયથોલન” તેમજ સ્વિમાથોન-૨૦૨૫” નું રજીસ્ટ્રેશન તા.૧૫/૧૧/૨૦૨૪ થી શરૂ કરવામાં આવેલ છે.
હાફ મેરાથોન – ૨૦૨૪
તારીખ ૦૧, ડિસેમ્બર, ૨૦૨૪ ને રવિવારનાં રોજ શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ – પોરબંદર દ્વારા કોસ્ટલ હાફ મેરાથોન – ૨૦૨૪ નું આયોજન કરવામાં આવેલ છે. લોકોની આરોગ્ય સારું રહે, તંદુરસ્ત રહે, નિરોગી રહે અને સ્પોર્ટસની મજા માણી શકે તે માટે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ – પોરબંદર દ્વારા યોજવામાં આવતી આ મેરાથોનમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી દોડવીરો આ સ્પર્ધામાં ભાગ લેવા ઉમટી પડશે. જેમાં ૨ કી.મી. કિડ્સ રન, ૫ કી.મી.ફન રન( ચાલવાનુ ), ૫ કી.મી. સ્માર્ટ રન (સ્પાર્ધાત્મક), ૧૦ – કી.મી.ફિટનેશ રન (સ્પાર્ધાત્મક), ૨૧ કી.મી. હાફ મેરાથોન (સ્પાર્ધાત્મક) વિવિધ ઉંમરની કેટેગરી વાઇઝ યોજાશે. આ સ્પર્ધામાં પોરબંદર શહેરનાં નગરજનો પણ ખુબ ઉત્સાહથી ભાગ લઇ રહ્યા છે.
આ મેરાથોનનો રૂટ ચોપાટી હાથીવાળા ગ્રાઉન્ડથી રિલાયન્સ ફુવારો, જુનો ફુવારો, કમલાબાગ, વીર ભનુની ખાંભી થી બિરલા ઇન્દિરાનગર થી ઓડદર થઇને પરત બિરલા ઇન્દિરાનગર વીર ભનુની ખાંભીએથી થઇ પેરેડાઇઝ ફુવારા થી કલેકટરશ્રી બંગલો થી કનકાઇ મંદિરવાળા ગેઇટ થી ચોપાટી થઇને હાથી વાળા ગ્રાઉન્ડમાં પરતનો ૨૧ કી.મી. માટેનો રહેશે તેમજ ૧૦ કી.મી.વાળા દોડવીરોએ ઇન્દિરાનગર થી પરત થવાનું રહેશે અને ૫ કી.મી.વાળા દોડવીરોએ વીર ભનુની ખાંભી થી પરત થવાનું રહેશે. તેમજ ૨ કી.મી.નો રૂટ હાથીવાળા ગ્રાઉન્ડથી કનકાઇ માતાજીનાં મંદિર થઇ ચોપાટી થઇને હાથીવાળા ગ્રાઉન્ડે પરત આવવાનો રહેશે.
આ મેરાથોનમાં ૬ વર્ષથી ઉંમરનાં લઇને ૯૦ વર્ષની ઉંમર સુધીનાં દોડવીરો ભાગ લઇ રહ્યા છે જેમાં વિવિધ કેટેગરી વાઇઝ સ્પર્ધાત્મક દોડમાં દોડવીરો નું ઓનલાઇન તથા ઓફલાઇન રજીસ્ટ્રેશન ચાલુ છે અને તેઓ ઉપર મુજબનાં રૂટમાં અલગ અલગ કેટેગરી વાઈઝ દોડ લગાવશે.
દોડવીરોની સુવિધા માટે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ – પોરબંદર દ્વારા સવારે રીપોટીંગ પુર્ણ થયા બાદ એક્સટ્રીમ ફિટનેશ કેર(કેતનભાઇ કોટીયા)ની ટીમ દ્વારા ઝુમ્બા ડાન્સ સાથે સ્ટ્રેચિંગ કરાવવામાં આવશે. રૂટ ઉપર દર ૨ (બે) કી.મી.એ મંડપો સ્વયંસેવકો સાથે ગોઠવવામાં આવેલ છે. જેમાં પાણી, એનર્જી ડ્રિન્ક્સ પુરતા પ્રમાણમાં મળી રહે તે માટેની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. તેમજ અમુક અંતરે ડી.જે.ની સગવડતાઓ પણ રાખવામાં આવેલી છે. ગ્રાઉન્ડ ઉપર ચા-પાણી તથા નાસ્તા ની વ્યવસ્થા દોડવિરો માટે રાખવામાં આવેલ છે.
આ મેરાથોનને સફળ બનાવવા સહયોગ આપનાર પોરબંદર છાંયા નગરપાલીકા, પોરબંદર પોલીસ, ઇન્ડિયન નેવી, ઇન્ડિયન કોસ્ટગાર્ડ, જિલ્લા વહીવટી તંત્ર, રોટરી ક્લબ ઓફ પોરબંદર તેમજ મેડીકલ સેવાઓ માટે સીવીલ હોસ્પિટલ – પોરબંદર, આરોગ્ય વિભાગ – પોરબંદર તથા ૧૦૮ ઇમરજન્સી- ટીમ સેવા પુરી પાડવામાં આવશે.
પોરબંદર પોલીસ વિભાગ દ્વારા આ મેરાથોનનાં દોડવીરોની સલામતી માટે ખુબ સુંદર ટ્રાફિક કંટ્રોલ તેમજ સુરક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રી રામ સી સ્વિમિંગ ક્લબનાં સ્પોર્ટસ પ્રોગ્રામ યોજવા માટે હરિઓમ આશ્રમ પુ.મોટા સુરત, સૌરાષ્ટ્ર સિમેન્ટ લી., સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સૌરાષ્ટ્ર કેમીકલસ લી. નીરમા ગૃપ, બી એન્ડ એસ.કેપિટલ( શ્રી ભરતભાઇ હીરજીભાઇ ઠકરાર, યુ.કે), તેમજ અન્ય દાતાઓ તરફથી સહયોગ મળતો રહે છે.
ભાગ લેનાર દોડવીરોને તા.૩૦/૧૧/૨૦૨૪ ને શનિવારનાં રોજ તેમની કીટમાં બીબ, ચેસ્ટ નંબર સાથે આગલા દિવસે આપી દેવામાં આવશે. દોડવીરોએ બીબ નંબર ટી-શર્ટમાં લગાવી ભાગ લેવાનો રહેશે તેમજ વિજેતાઓને માટે આશરે ૨.૦૦ (બે લાખ) ના ઇનામો રાખવામા આવેલ છે અને વિજેતાઓ માટે ટ્રોફી, ઇ-સર્ટીફીકેટ અને ફનરન સીવાય ના તમામ દોડવીરો માટે મેડલ તથા ઇ-સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે.
આ ઇવેન્ટમાં શ્રી રાહુલભાઇ ડાંગર, રેસ ડાયરેક્ટર, રાજકોટ તરફથી ટેકનીકલ એડવાઇઝર તરીકેની સેવા આપશે. તેમજ આલ્ફા સોલ્યુશન, પુણે (RFID) ની ડીજીટલ ટાઇમીંગ સિસ્ટમ સાથે વિજેતાઓનું રીઝલ્ટ શીટ તૈયાર થશે.
આ ઇવેન્ટને સફળ બનાવવા દોડવીરોને એક મહિનાથી ચોપાટી ખાતે તરૂણભાઇ ગોહેલ(એક્ષ. નેવી ઓફીસર) એ ખુબ સુંદર તાલીમ કેમ્પનું આયોજન કર્યું છે.
આ મેરાથોનમાં ભાગ લેનારની મેડીકલ સલામતી માટે જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ કાર્યરત રહેશે.
દોડવીરોને કોઇપણ જાતની તકલીફ ન પડે તે માટે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબે તમામ પ્રકારની સુવિધાઓ ધ્યાનમાં રાખવામાં આવેલ છે.
જે લોકોનું રજીસ્ટ્રેશન બાકી હોય તેઓએ ઓનલાઇન તથા ઓફલાઇન રજીસ્ટ્રેશન વહેલાસર કરાવી લેવા જણાવવામાં આવે છે. પોરબંદર જિલ્લાના નગરજનોએ વહેલી સવારે આ મેરાથોન નિહાળવા તથા ભાગ લેવા શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા આમંત્રણ આપવામાં આવે છે.
ટ્રાયથોલોન – ૨૦૨૫ :
પોરબંદરનાં આંગણે પ્રથમ વખત શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ, પોરબંદર દ્વારા “ટ્રાયથોલોન-૨૦૨૫” નું આયોજન કરવામાં આવેલ છે. જે ઇવેન્ટ વધારે પડતી ગોવા અને મુંબઇ જેવા શહેરોમાં યોજાઇ છે તે હવે આપણા પોરબંદરનાં આંગણે તારીખ ૪ જાન્યુઆરી, ૨૦૨૫ ને શનિવારનાં રોજ સવારે ૭-૦૦ થી ૧૨-૦૦ કલાક સુધી યોજાશે. જેમાં
સુપર સ્પ્રિન્ટ ટ્રાઇથલોન
૩૦૦ મીટર સ્વિમિંગ, ૧૦ કી.મી.સાયક્લીંગ, ૨.૫૦ કી.મી. રન
રૂટ :
સ્વિમિંગ માટે : સ્વિમિંગ પોઇન્ટ, ચોપાટી
સાયક્લીંગ માટે : લોર્ડસ હોટેલ થી કલેકટરશ્રી બન્ગલોઝ થી પેરેડાઇઝ સર્કલ, ભનુ ખાંભી, ઇન્દિરાનગર થઇ રાજવી પાર્ટી પ્લોટનાં રોડ ઉપરથી યુ-ટર્ન
રનીંગ માટે : ચોપાટી વોકવે
સ્પ્રિન્ટ ટ્રાઇથલોન
૭૫૦ મીટર સ્વિમિંગ, ૨૦ કી.મી.સાયક્લીંગ, ૫.૦૦ કી.મી. રન
રૂટ :
સ્વિમિંગ માટે : સ્વિમિંગ પોઇન્ટ, ચોપાટી
સાયક્લીંગ માટે : લોર્ડસ હોટેલ થી કલેકટરશ્રી બન્ગલોઝ થી પેરેડાઇઝ સર્કલ, ભનુ ખાંભી, ઇન્દિરાનગર થઇ રાજવી પાર્ટી પ્લોટથી ઓડદર ગૌશાળાની બાજુમાંથી યુ-ટર્ન
રનીંગ માટે : ચોપાટી વોકવે
સ્ટાન્ડર્ડ ટ્રાઇથલોન
૧૫૦૦ મીટર સ્વિમિંગ, ૪૦ કી.મી.સાયક્લીંગ, ૧૦.૦૦ કી.મી. રન
રૂટ :
સ્વિમિંગ માટે : સ્વિમિંગ પોઇન્ટ, ચોપાટી
સાયક્લીંગ માટે : લોર્ડસ હોટેલ થી કલેકટરશ્રી બન્ગલોઝ થી પેરેડાઇઝ સર્કલ, ભનુ ખાંભી, ઇન્દિરાનગર થઇ રાજવી પાર્ટી પ્લોટથી ઓડદર ગૌશાળા, રંગબાઇ મંદિર, ટુકડા ગોસા થી ગોસાબારા ચેકપોસ્ટે યુ-ટર્ન
રનીંગ માટે : ચોપાટી વોકવે
આ ટ્રાયથોલોન સુરતનાં “પુજા ચૌઋષી” નાં માર્ગદર્શન હેઠળ યોજાશે. પુજા ચૌઋષી કે જેઓ ઇન્ટરનેશનલ ટ્રાયથોલોન યુનીયન લેવલ-ર ટ્રાયથોલોન કોચ, World Top 5 high Performance Female Coach, સિલેક્ટેડ બાય ઇન્ટરનેશનલ ઓલ્મપિક કમિટી એટ ઇન્ટરનેશનલ ટ્રાયથોલોન યુનીયન, તેમજ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ સાઉથ એશીયન ટ્રાયથોલોન એશોસીએશન.
ઉપર મુજબની ટ્રાયથોલોનની ત્રણ ઇવેન્ટ પોરબંદરનાં આંગણે યોજવામાં આવશે.
સ્વિમાથોન – ૨૦૨૫
દર વર્ષની જેમા આ વર્ષે પણ સ્વિમાથોન – ૨૦૨૫ નું આયોજન જાન્યુઆરીનાં પ્રથમ સપ્તાહમાં તા.૪,૫ જાન્યુઆરી, ૨૦૨૫ નાં રોજ યોજવા જઇ રહી છે. શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ, પોરબંદર દ્વારા છેલ્લા ૨૩ વર્ષથી સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન થાય અને આ વર્ષે પણ તા. ૬ અને ૭ જાન્યુઆરી, ૨૦૨૪ ને શનિવાર-રવિવારે નેશનલ સી સ્વિમિંગ કોમ્પિટિશનનું આયોજન પોરબંદરના આંગણે થઇ રહ્યુ છે. જેમાં ભારત ભરમાંથી તરવૈયા સમુદ્ર તરણ સ્પર્ધામાં જોડાશે. આ રાષ્ટ્રીય સમુદ્ર તરણ સ્પર્ધા ૧. કી.મી., ૨.કી.મી., ૫.કી.મી, ૧૦.કી.મી.ની તેમજ વિવિધ ઉંમરની કેટેગરી વાઇઝ ૬-૧૦, ૧૦-૧૪, ૧૪-૩૦, ૩૦-૪૫ અને ૪૫ થી ઉપરની ઉંમરનાં ભાઇઓ તથા બહેનો અને ખાસ કરીને દિવ્યાંગો માટેની સ્વિમિંગ સ્પર્ધા યોજાશે.
આ સ્પર્ધા યોજવા માટે હરી ઓમ આશ્રમ પુ.મોટા સુરત, સૌરાષ્ટ્ર સિમેન્ટ લી., સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સૌરાષ્ટ્ર કેમીકલસ ,લી નિરમા ગૃપ, બી.એન્ડ એસ.કેપિટલ(ભરતભાઇ હીરજીભાઇ ઠકરાર, યુ.કે.) તેમજ અન્ય દાતાઓનાં સહયોગ દ્વારા શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ, પોરબંદર કોમ્પિટિશન યોજે છે.
આ કોમ્પિટિશન ઓપન સી માં હોવાથી રેસ્ક્યુ માટે ઇન્ડિયન નેવી, ઇન્ડિયન કોસ્ટગાર્ડ, પોરબંદર-છાંયા નગરપાલીકા, એસ.એસ.બી.,મરીન પોલીસ તેમજ પોરબંદર માચ્છીમારી સમાજનાં પીલાણા બોટ તથા જિલ્લા વહીવટી તંત્ર તરફથી રેસ્ક્યુ માટે રીંગ બોયા ,લાઇફ જાકીટ, પુરા પાડીને રેસ્ક્યુની કામગીરીમાં ખુબ સારો સહકાર મળી રહે છે. તેમજ ૧૦ જેટલી કાયાક દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવશે. તદુપરાંત મેડીકલ સહકાર માટે સીવીલ હોસ્પિટલ, પોરબંદર, આરોગ્ય વિભાગ, પોરબંદર તથા ૧૦૮ની સેવા મળી રહેશે.
શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ નેશનલ સી સ્વિમિંગ કોમ્પિટિશન કરવામાં બહોળો અનુભવ અને નિપુણતા ધરાવે છે. આ કોમ્પિટિશન ૨-દિવસ યોજવામાં આવશે. જેમાં શનિવાર તા.૦૪/૦૧/૨૦૨૫ નાં રોજ બપોરના ૧૨-૧૫ કલાકથી સ્પર્ધા શરૂ થશે તે દિવસે ૨.કી.મી, ૧૦.કી.મી. રેગ્યુલર તથા દિવ્યાંગો(પેરા સ્વિમર)ની ૫.કી.મી.ની સ્પર્ધા યોજાશે તેમજ તા.૦૫/૦૧/૨૦૨૫ના રવિવારનાં રોજ સવારે ૦૬-૩૦ કલાકથી ૧.કી.મી. અને ૫.કી.મી.ની ઉંમર વાઇઝ ગ્રુપ પ્રમાણે ભાઇઓ અને બહેનોની અલગ અલગ સ્પર્ધા થશે.
શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ દ્વારા ઉપરોક્ત તમામ સ્પર્ધાની પુર જોશમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલ છે. ક્લબના તમામ સભ્યોએ અલગ અલગ પ્રકાર ની કામગીરીની જવાબદારીઓ સંભાળેલ છે. ક્લબનાં સભ્યો દ્વારા ઉત્સાહથી સૌ સાથે મળીને એક ટીમ વર્કથી કામગીરી કરીને આ સ્પર્ધાને સફળ બનાવવા માટે હમેંશા તત્પર અને પ્રયત્નશીલ રહે છે.
ઉપરોક્ત તમામ સ્પર્ધાઓમાં ભાગ લેવા તથા નિહાળવા શ્રી રામ સી સ્વિમિંગ ક્લબ, પોરબંદર દ્વારા સર્વેને હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે.