ચૈત્રી નવરાત્રીમાં કરો દર્શન ઘુમલી માં આવેલ ” શ્રી આશાપુરા મંદિર” ના અને જાણો ઇતિહાસ સૌરાષ્ટ્ર માં જાડેજા ઓનુ પ્રથમ આગમન નો ( અહેવાલ:વીરદેવસિંહ પી જેઠવા )

ચૈત્રી નવરાત્રીમાં કરો દર્શન ઘુમલી માં આવેલ ” શ્રી આશાપુરા મંદિર” ના અને જાણો ઇતિહાસ સૌરાષ્ટ્ર માં જાડેજા ઓનુ પ્રથમ આગમન નો ( અહેવાલ:વીરદેવસિંહ પી જેઠવા )

ઘૂમલી જેઠવા રાજપૂતો ની રાજધાની હતી. વિ. સં. 1313 એટલે કે ઇ.સ. 13મી સદીના અંતભાગમાં કચ્છ માથી જામ ઉન્નડજી દ્રારા ઘૂમલી ઉપર પ્રથમ આક્રમણ થયુ એ આક્રમણમાં જામ ફાવ્યા નહી પરંતું ત્રણ વર્ષ પછી એનો દીકરો જામ બામણિયોજી ઘૂમલી ઉપર ફરીવાર ચડી આવ્યો અને લાગલગાટ એક વર્ષના ઘેરા પછી ઘૂમલી ઉપર તેણે વિજય પ્રાપ્ત કર્યો. આ સમયે ઘૂમલીનો નાથ થયેલો મનાય છે. અને ઘૂમલી નો નાથ કરીને પાસા ફર્યા આ વિજય મેળવીને જામ બામણીયાજીએ ઘૂમલીના નગારચી ટેકરી ઉપર પોતાની કુળદેવી શ્રી આશાપુરા માતાજીની સ્થાપના કરી હતી.આ સ્થાપના ઉપર નવાનગર ના મહારાજા રણજીતસિંહજીના સમયમા આશાપુરાનુ અર્વાચીન મંદિર બંધાયેલું છે. આશાપુરા હાલ જાડેજાઓના તથા બરડાઈ થાનકી બ્રાહ્મણોના કુળદેવી છે આ કારણે આજ પણ આશાપુરા માતાજી નુ મંદિર ઘૂમલીનું એક જીવંત મંદિર છે.
અહેવાલ : વિરદેવસિંહ જેઠવા


Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!