૭૧ માં વિશ્વ સ્વાસ્થય દિવસ નિમિત્તે એક્સ્ટ્રીમ ફિટનેસ કેર પોરબંદર દ્વારા ફ્રન્ટ લાઈન વોરિયર્સ તબીબ ડોક્ટરો નું વિશેષ સન્માન કરાયું
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન w.h.o. દ્વારા આજે ૭ એપ્રિલે ૭૧માં વિશ્વ સ્વાસ્થ્ય દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી પાછળ નું કારણ લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યેની ની જાગૃતિ લાવવાનું છે. દર વર્ષે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા એક થીમ આપવામાં આવે છે જેમાં આ વખતે ની થીમ છે "નિષ્પક્ષ સ્વસ્થ દુનિયા નું નિર્માણ"
આજે વિશ્વ જ્યારે અનેક બીમારીઓથી ઝઝૂમી રહી છે અને કોરોના જેવી જીવલેણ બીમારીએ લાખો લોકોના જીવ લીધા છે ત્યારે આ દિવસ નું મહત્વ વધી જાય છે.
આજના દિવસની ઉજવણી પાછળ નું કારણ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવા માટે નો સંદેશ આપવા માટે આજના દિવસની ઉજવણી કરવામાં આવે છે આજે સમગ્ર વિશ્વ જ્યારે કોરોના ના મુશ્કિલ સમયનો સામનો કરી રહ્યું છે ત્યારે અનેક લોકોએ આ બીમારીઓથી પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે પોતાના જીવની ચિંતા કર્યા વગર કોરોના ના વિકટ અને જીવલેણ સમયમાં પણ પોતાના પરિવાર અને પોતાની ચિંતા કર્યા વગર અવિરત રાત દિવસ સેવા કરી એવા ફ્રન્ટલાઈન વોરિયર્સ તબીબોનું એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા પ્રતિક સ્વરૂપે તબિબ નિષ્ણાંત ડોક્ટરો નું સન્માન કરવામાં આવેલ જેમાં પોરબંદર ના તબીબી ક્ષેત્રના ભીષ્મ પિતામાહ સિનિયર ફિઝિશિયન એવા ડોક્ટર સુરેશભાઈ ગાંધી, ઈન્ડીયન મેડીકલ એસોસિએશન પોરબંદરના તમામ ડોક્ટરો જેવો પ્રાઈવેટ પ્રેક્ટીસ કરી રહ્યા છે તેઓના પ્રતિક સ્વરૂપે પ્રમુખ શ્રી ડોક્ટર ઉર્વીશ મલકાણ, પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ માં જેઓની સેવા અમૂલ્ય છે એવા ડૉ.સિદ્ધાર્થ જાડેજા અને તેમના સહયોગી ડો. કેવલ પાંજરી, એનેસ્થેસિયોલોજીસ્ટ ક્રિટીકલ કેર ના ડોક્ટર કમલ મહેતા નું વિશેષ સન્માન કરવામાં આવેલ. ડોક્ટરોની સેવા અતુલ્ય છે અમૂલ્ય છે એમની તુલના કોઇની સાથે ન થઈ શકે ડોક્ટર એટલે સાકાર સ્વરૂપમાં ભગવાન જેમની સેવા, જેમનું સમર્પણ ની તુલના દુનિયામાં ક્યાંય હોય જ ન શકે એમની આ સેવા ને કોટી કોટી વંદન સમગ્ર વિશ્વના ડોક્ટર પરિવારને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર દ્વારા લાખો સલામ.
આ પ્રસંગે ફિટનેસ એક્સપર્ટ એક્સ્ટ્રીમ ફિટનેસ કેરના કેતન કોટિયા અને સુરજ મસાણી એ જણાવેલ કે દરેક માણસે પોતાના સ્વાસ્થ્યની કાળજી પોતે જ રાખવી જોઈએ અને એના માટે નિયમિત એક્સરસાઇઝ- કસરત યોગ્ય અને પોષક આહાર અને પૂરતી ઊંઘ આ સ્વસ્થ જીવનના સ્તંભ છે જેને દરેક માણસે પોતાના જીવનમાં આજે આ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે સંકલ્પ સાથે અપનાવવું જોઈએ .