શીલ ગામનો મુસ્લિમ સમાજનો વિદ્યાર્થી બી, એસ, એફ માં નિમણુંક પામતા ગામનું ગૌરવ વધાર્યું
શીલ ગામનો મુસ્લિમ સમાજનો વિદ્યાર્થી મહમદરાહીલ શેખ બી, એસ, એફ માં નિમણુંક પામતા ગામનું ગૌરવ : ગામ માં મુસ્લિમ સમાજમાં થી પ્રથમ પ્રથમ વ્યક્તિ તરીકે નિમણુંક પામતા અભિનંદન વર્ષા
પોરબંદર : માધવપુર ( ઘેડ ) નજીકના મુસ્લિમ સામાન્ય પરિવાર રીક્ષા ચલાવતા શ્રી રફીક ભાઈ ઉંમર ભાઈ s શેખ નાં પુત્ર ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કરેલા શ્રી મહમદ રાહીલ શેખ ની નાન પણ થી જ દેશ સેવા ની લગની હતી દરોજ સવારે 5-00 વાગે ઉઠી ત્રણ વર્ષ થી નિયમિ ત દોડ વાની પ્રેક્ટિસ કરી લેખિત અને પ્રેક્ટિકલ બી, એસ, એફ પરીક્ષા માં પાસ થતા તેઓ એ હરિયાણા ટ્રેનિંગ લઇ શીલઆવતા સામાન્ય પરિવાર માં ખુશી વ્યાપી હતી બાદ તેમનું પોસ્ટિંગ પશ્ચિમ બગાળ માં થતા તેઓ પશ્મિમ હાજર થઈ ગયા છે શીલ મુશ્લીમ સમાજ માં થી એક માત્ર પ્રથમ બી. એસ. એફ માં દેશ સેવામા પસન્દગી પામતા સમાજનું અને શીલ ગામનું ગૌરવ વધારવા બદલ મુસ્લિમ સમાજના શ્રેષ્ઠિ શ્રી અબ્દુલ ભાઈ શ્રી કરીમ ભાઈ, શ્રી દાદુભાઇ શ્રી હબીબ ભાઈ શ્રી સીદીક ભાઈ શ્રી જુમા ભાઈ એ ખુશી વ્યક્ત કરી છે . શીલ ગામના સેવા કર્મી યુવા સરપંચ શ્રી જયેશભાઇ ચુડાસમા અને શીલ ગામના રહીશ જાણીતા કેળવણીકાર ડો ઈશ્વરભાઈ ભરડા એ શીલ ગામનું ગૌરવ વધારવા બદલ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી છે