પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં ભાજપના યુવા આગેવાન દ્વારા વોર્ડ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું

પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં ભાજપના યુવા આગેવાન ધર્મેશ પરમાર દ્વારા વોર્ડ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું

ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, નગરપાલિકાના પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારીની ઉપસ્થિતીમાં વોર્ડ કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો.

કાર્યાલય ખાતે પ્રથમ દિવસથી જ KYC અપડેટ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી, અંદાજે ૩૦૦ થી વધુ લોકોએ કાર્યલાયની સેવાઓનો લાભ લીધો

પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં લોકોને મદદરૂપ થવાના ઉદ્દેશ્ય સાથે લોક સેવાના કાર્યોમાં હમેંશા અગ્રેસર રહેતા ભારતીય જનતા પાર્ટીના યુવા આગેવાન શ્રી ધર્મેશભાઈ પરમાર દ્વારા વોર્ડ કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે, જેનો આજે ધારાસભ્યશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રીશ્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર છાંયા નગર પાલિકાના પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી સહિતના આગેવાનો અને સ્થાનિક કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર છાંયા નગર પાલિકાના પ્રમુખ ડૉ. ચેતનાબેન તિવારી સહિતના આગેવાનોએ  ધર્મેશભાઈ પરમારની આ પહેલને બિરદાવી હતી.

આજે ઉદ્દઘાટન થતા ની સાથે જ આ વોર્ડ કાર્યાલય ખાતે રાસનકાર્ડ KYC અપડેટ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, પ્રથમ દિવસે અંદાજે ૩૦૦ થી વધુ લોકોએ કાર્યલાયની સેવાઓનો લાભ લીધો હતો. તેમજ આગામી દિવસોમાં પણ વોર્ડ કાર્યાલય ખાતે આ સેવાઓ લોકોને નિયમીત મળતી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે.
આગામી દિવસોમા પણ આ કાર્યલય ઉપર લોકોની જરૂરિયાત મુજબ કામગીરી થશે

પોરબંદર છાયા નગરપાલિકા પ્રમુખ ડો ચેતના બેન તિવારી રામદે ભાઈ મોઢવાડીયા પૂર્વ પ્રમુખ સરજુભાઈ કારીયા યુવા મોરચા જિલ્લા પ્રમુખ લક્કીરાજસી વાળા દિલીપભાઈ ઓડેદરા સામંતભાઈ ઓડેદરા વિજયભાઈ થાનકી ચેમ્બર। પ્રમુખ જીગ્નેશભાઈ કારીયા દેવશી ભાઈ પરમાર અતુલભાઈ કારીયા માલદેભાઈ ઓડેદરા ભાનુંભાઈ ઓડેદરા કપિલભાઈ કોટેચા હિતેશભાઈ કારીયા ભીખુભાઈ દ્ધાકેચા દિલાવરભાઈ જોખિયા સંજયભાઈ કારીયા નિલેશભાઈ ખૂટી કેશુંભાઈ ઓડેદરા લીલાંભાઈ કૂછડીયા રમેશભાઈ લુદરિયા રાજ પોપટ મનીષભાઈ ભૂતિયા સંજયભાઈ પરમાર ચિરાગ ડાભી
પ્રભા શંકરભાઈ થાનકી અમૃતભાઈ રાઠોડ અનિલભાઈ વાજા નાથાભાઈ મોરી દાસાભાઈ સમડા ચનાભાઈ મોરી
સાથે મોટી સંખ્યામાં વિસ્તારના સ્થાનિક આગેવાનો અને જ્ઞાતિ ના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!