ખાંભોદર મધુવન હોટલ ખાતે મહા રક્તદાન કેમ્પ યોજાયો

આજ રોજ ખાંભોદર મધુવન હોટલ ખાતે મહા રક્તદાન કેમ્પ યોજાયો હતો આ કેમ્પ કોરોના મહામારીના લીધે બ્લડ બેંકમાં લોહી ની અછત હોવાથી થેલેસિમિયાગ્રસ્ત બાળકો તેમજ ઈમરજન્સી દર્દીઓ માટે યોજાયેલ હતો નાથાણી વોલન્ટરી બ્લડ બેંક ટિમ આવેલ હતી આ કેમ્પ ના મુખ્ય આયોજક પોરબંદર તાલુકા પંચાયત સદસ્ય વિજયભાઈ ગોઢાણીયા હતા. રક્તદાતો બહોળી સંખ્યામાં રક્તદાન કરેલ હતું. પોરબંદર તાલુકા પંચાયત કારોબારી ચેરમેન કેશુભાઈ ઓડેદરા, ભીમાભાઈ બાલુભાઈ ગોઢાણીય સરપંચ શ્રી ખાંભોદર ગ્રામ પંચાયત, નટવરનગર, વાછોડ, ના સરપંચશ્રીઓ, ખીમાભાઈ ઝાંઝાભાઈ ઓડેદરા, ભરતભાઇ રામભાઈ ઓડેદરા, અને મેરામણ સવદાસભાઈ ઓડેદરા ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાતશ્રીઓ, તેમજ ખાંભોદર, નટવર નગર, અને વાછોડા સરપંચશ્રીઓ નો વિજયભાઈ ગોઢાણીયા એ હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરેલ હતો.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!