Watch “લઘુમતી અધિકાર દિવસ નિમિત્તે ગોસાબારા (પોરબંદર) ખાતે માઈનોરીટી કો-ઓર્ડિનેશન કમિટી દ્વારા ઉજવણી કરાઈ” on YouTube
https://youtu.be/ORwEGpvk0jQ
તારીખ 18 /12/ 2022 અને રવિવારના રોજ લઘુમતી અધિકાર દિવસ નિમિત્તે ગોસાબારા (પોરબંદર) ખાતે (MCC )માઈનોરીટી કો-ઓર્ડિનેશન કમિટી દ્વારા ઉજવણી કરવામાં આવેલ .
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 1992 ની 18 મી ડિસેમ્બર ના દિવસ ને આંતરરાષ્ટ્રીય લઘુમતી અધિકાર દિવસ તરીકે પસંદગી કરેલ લઘુમતીઓ ધર્મ ભાષા રાષ્ટ્રીયતા અથવા જાતિ ઉપર આધારિત છે, માટે તેમની દેશમાં વસતા બહુમતી સમુદાય સાથે સંકલન કરી તેમની સંસ્કૃતિ, ધર્મ વગેરેની રક્ષા કરવા માટે પગલાં ભરવા પડશે જેથી લઘુમતી સમુદાય નું અસ્તિત્વ જોખમમાં ન આવે તેવું નક્કી કરેલ ત્યાર થી આંતર રાષ્ટ્રીય કક્ષાએ થી આ દિવસને લઘુમતીઓના અધિકાર ને પ્રોત્સાહિત અને રક્ષણ કરવા માટે મનાવવામાં આવે છે.
(MCC ) માયનોરિટી કો ઓર્ડીનેશન કમિટી ના કન્વીનર મુઝાહિદ્ નફીસ ની આગેવાની માં તેમની ટીમ દ્વારા વર્ષોથી ગુજરાતના લઘુમતી સમુદાય માટે 10 મુદ્દા ના કાર્યક્રમ માટે સરકાર સામે કાયદાકીય પ્રક્રિયા દ્વારા બંધારણે બક્ષેલા અધિકાર મુજબ લડાઈ લડી રહેલ છે કે અંતર્ગત આજના આ લઘુમતી અધિકાર દિવસે ગોસાબારા સ્થિત લઘુમતી સમુદાય ઉપર થોડા દિવસો પહેલા પ્રશાસન દ્વારા કરવામાં આવેલ અત્યાચાર નો વિરોધ કરવા ગુજરાત ભરમાંથી ખુબજ મોટી સંખ્યામાં લઘુમતી સમુદાયના વિવિધ સંસ્થાઓ સાથે જોડાયેલા આગેવાનો અહીં ઉપસ્થિત રહેલા અને આ દુઃખદ ઘટના નો વિરોધ કરવામાં આવેલ અને ગુજરાત ભરમાં ફરી ક્યાંરેય કોઈપણ સ્થળે આવી દુર્ઘટના બને અને લઘુમતી સમુદાય ઉપર અત્યાચાર કરવામાં આવે તો આ અન્યાય સામે કાયદાકીય રીતે લડાઈ લડવા માટે યુનો સુધી કેમ ન જવું પડે સૌ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ લડાઈ લડશુ તેવુ સૌ એ સંકલ્પ કરેલ