નવા નારોજ ના શુભ પ્રસંગ ની ખારવા સમાજ દ્વારા ભવ્ય ઉજવણી

નવા ના રોજ ( દરીયાઈ નુતન વર્ષ ) ની પરંપરાગત રીતે ખારવા સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામા આવી, આ પ્રસંગે પોરબંદર સમસ્ત ખારવા જ્ઞાતિના વાણોટ પવનભાઈ જીવાભાઈ શિયાળ, ઉપપ્રમુખ અશ્વિનભાઈ ભીખુભાઈ જુંગી, સમાજ ના પંચપટેલ/ટ્રસ્ટીશ્રીઓ, માજીવાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ, પોરબંદર માછીમાર બોટ એસોસીએશન ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી તથા કમીટી મેમ્બરઓ, પોરબંદર માછીમાર પિલાણા એસોસીશન ના પ્રમુખ ભાસ્કરભાઈ પાંજરી તથા કમીટી મેમ્બરઓ, તેમજ જ્ઞાતિ અગ્રણીઓ દ્વારા દરીયાદેવ ને ખાંડ, દુધ અર્પણ કરી પુજા કરવામા આવેલ અને આવનારુ દરિયાઈ નવુ વર્ષ સુખ, સમસ્ત ખારવા સમાજ માટે સુખ:સમૃદ્ધી, સ્વસ્થ જીવન, અર્પે, એવી પ્રાર્થના દરીયાદેવ ને કરી નમસ્કાર કરવામા આવેલ.
આજ ના દિવસે ખારવા સમાજની પરંપરા પ્રમાણે નવા મુકાદમ (કોટવાલ) ની પણ વરણી કરવામા આવે છે.


Please follow and like us:
