શ્રી બાળ ઘનશ્યામ મહા પ્રભુ નો 243 મો પ્રાગટ્યોત્સવ
શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર પોરબંદર માં શ્રી બાળ ઘનશ્યામ મહા પ્રભુ નાં 243 માં પ્રાગટ્યો ત્સવ નિમિત્તે મહાઆરતી, વિશેષ ધૂન કિર્તન, સંકીર્તન, અને પ્રાગટ્યોત્સવ નાં પારણાંના પદો ની રમઝટ ભરી સંગીતમય રજુઆત કિર્તન મંડળ નાં હરિ ભક્તો અશ્વિનભાઇ મકવાણા, પાવન મકવાણા, ચેતનસિંહ પરમાર, રાજુભાઈ ભરડવા, મયંકભાઇ કામદાર,કનુભાઈ ધોળકિયા, નરેન્દ્રભાઈ મામતોરા, વગેરે એ ભારે જમાવટ કરી બધાં ને રસ તરબોળ કર્યાં હતાં.
🌹ઘણાં વર્ષો થી શ્રીજી મહારાજ નાં પ્રાગટ્યોત્સવ -ધર્મોત્સવ માં પ્રતિ વર્ષ પંજરી પ્રસાદી ની સામગ્રી પ. ભ. ઘનશ્યામ સિંહ સુરસિંહજી જાડેજા,તથા ભરત સિંહ જાડેજા પરિવાર તરફથી આપવામાં આવે છે.
પૂજારી શ્રી હરજીભાઇ મહેતા તથા મેનેજીંગ ટ્રસ્ટી ધીરેનભાઈ કામદારે, તથા પરેશભાઈ દવે એ,યજમાન પરિવાર નું પ્રસાદી નાં પુષ્પ હાર થી અભિવાદન કર્યું હતું.
આ ઉત્સવ માં અન્ય ટ્રસ્ટ્રી વનરાજ સિંહ જાડેજા, ભગવાનજીભાઈ જોષી, તુષાર ભાઈ જોષી, રાજેન્દ્ર ભાઈ સોલંકી, પ્રકાશભાઈ રાઠોડ વગેરે એ ભારે જહેમત ઉઠાવી હતી.સમગ્ર ઉત્સવ માં હરિ ભક્તભાઈ બહેનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યાં હતાં.
લિ. ટ્રસ્ટી ગણ
શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર, પોરબંદર.