પોરબંદરમાં યુથ કોંગ્રેસ ની કારોબારી બેઠક યોજાઈ

પોરબંદરમાં યુથ કોંગ્રેસ ની કારોબારી બેઠક યોજાઈ
આગામી લોકસભા ચૂંટણી ની તૈયારી માં લાગી જવા થી હાકલ

પોરબંદરમાં યુથ કોંગ્રેસ ની કારોબારી બેઠક યોજાઈ હતી.
યુથ કોગ્રેસ પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા પ્રદેશ ઉપપ્રમુખ અભય જોટવા રાષ્ટ્રીય સંયોજક પવન મજીઠીયા પ્રદેશ મહામત્રી આદિત્યસિહ ગોહિલ ની ઉપસ્થિતિમા પોરબંદર શહેર જિલ્લા યુથ કોગ્રેસની કારોબારી નું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જિલ્લા પ્રમુખ રામભાઈ ઓડેદરા, શહેર પ્રમુખ અતુલભાઈ કારીયા તથા યુથ કોગ્રેસના હોદેદારો કાર્યકર મિત્રો હાજર રહ્યા હતા અને લોકસભા ચૂંટણી અનુસંધાને અગાઉની તૈયારીઓ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કારોબારી માં આગેવાનો એ જણાવ્યું હતું કે, પોરબંદર માં વિધાનસભા ચૂંટણી થી પરિવર્તન નો ચક્રવાત ફૂંકાવવાનો શરૂ થઈ ચુક્યો છે અને હવે લોકસભા બેઠક ઉપર પણ પરિવર્તન ની શરૂઆત પોરબંદર ગાંધી જન્મ ભૂમિ થી થશે જેના માટે યુવાનો ની જહેમત મહત્વ ની ભૂમિકા ભજવશે. આ બેઠક માં પોરબંદર જિલ્લા યુથ કોંગ્રેસ ના પ્રમુખ ધર્મેશ પરમારે શહેર પ્રમુખ હરી કોટીયા અને સમગ્ર ટીમ દ્વારા
યુથ કોગ્રેસ પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા પ્રદેશ ઉપપ્રમુખ અભય જોટવા રાષ્ટ્રીય સંયોજક પવન મજીઠીયા પ્રદેશ મહામત્રી આદિત્યસિહ ગોહિલ સહીત સૌ ને આવકાર્યા હતા.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!