પોરબંદર અભયમ ટીમ અને રેલ્વે પોલીસ બિહાર રાજયની નિ:સહાય તરુણીની સહાયક બની
અભયમ ટીમનાં સફળ કાઉન્સિલિંગ દ્વારા સમગ્ર જાણકારી મેળવી પરિવારનો સંપર્ક કરાયો
પોરબંદર, તા.૨૭: પોરબંદર અભયમ ટીમ સફળ કાઉન્સેલિંગ અને રેલ્વે પોલીસની સજાગતાનાં કારણે
ઘરેથી નીકળી ગયેલ બિહાર રાજ્યની તરુણીના ફેમિલીનો કોન્ટેક્ટ કરાવિને અને સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપાવ્યો હતો.
પોરબંદર રેલ્વે સ્ટેશનથી રેલ્વે પોલીસ સ્ટેશનના પીએસઆઈએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન પર તરુણીની સુરક્ષાને ધ્યાને લઈ તરુણીની મદદ માટે જણાવ્યું હતું. ત્યારબાદ અભયમ ટીમ તરુણીની મદદ માટે પહોંચી તરુણીને આશ્વાશન આપેલ તેમનુ નામ સરનામું જાણતા તેઓ બિહાર રાજ્યના મોતિહારી જીલ્લાના બનકટવાના રહેવાસી હોય તેમ જણાવ્યું હતું. વધુમાં તરુણીનુ કાઉન્સેલિંગ કરતા તેમને જણાવેલ કે તેઓ ગુજરાતમા મજુરી કામ માટે તેમના મોટા ભાઈ સાથે મોતિહારીથી ટ્રેનમા બેસતા સમયે તેમના ભાઈ ટ્રેન ચુકી જતા તેઓ તેમના ભાઈથી વીખુટા પડી ગયાં હતાં અને
વધુમાં તેમના ફેમિલીની જાણકારી મેળવતા તરુણીના તેમને જણાવેલ કે મારી મમ્મી સાથે મારે ઝગડો થતા સોમવારે ઘરે કોઈને કહયા વગર ઘરેથી નીકળી ગયેલ હતી અને રેલ્વે સ્ટેશન પર પહોંચી ત્યા ટ્રેન આવતા તેમા બેસી ગઈ હતી.અભયમ ટીમ દ્રારા તરુણીના વધારે પૂછપરસ કરીને તરુણી પરિવારના મોબાઈલ મેળવી અને ૧૮૧ ટીમે તેમના પરિવારજનો સાથે વાત કરી હતી અને. પરિવારજનો જણાવેલ કે હાલ તમારી પુત્રી અમારી સાથે સુરક્ષીત છે તેની જાણકારી આપી હતી.અને અભયમ ટીમે તરુણીને સમજાવી તેમના મમ્મી સાથે ફોનમા વાત કરાવવામાં આવી હતી.તેમના પરિવારજનોએ તરુણીને લેવા માટે આવવાની વાત કરી હતી જેથી તરુણી ને તેમના ફેમિલી લેવા માટે ના આવે ત્યાં સુધી તેમની સુરક્ષાને ધ્યાને લઈને તરુણીને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે આશ્રય આપવામાં આવ્યો હતો.