પોરબંદર મુસ્લિમ સમાજની સર્વોચ્ચ સંસ્થા ઘી અંજુમને ઇસ્લામની ચુંટણી માટે પૂર્વ નાયબ મામલતદારની નિમણૂંક થઈ. ગુજરાત
રાજ્ય વકફબોડ દ્વારા પોરબંદર મુસ્લિમ સમાજ ની સરર્વોચ્ચ સંસ્થા ઘી અંજુમને ઇસ્લામ સંસ્થાની ચુંટણીની કામગીરી માટે ગુજરાત રાજય વકફબોર્ડના અઘીકારીશ્રી (1) જીશાનભાઇ નકવી (કોડીનાર) (2) આસીફભાઇ કાદરભાઇ સલોત (રાજકોટ) તેમજ મદદનીશ અઘીકારી તરીકે પોરબંદર ના સ્થાનિક સામાજીક કાર્યકર (3)ઇસ્માઇલખાન શેરવાની (4) ફારૂકભાઈ બઘાડ ની અગાઉ નિમણુંક કરવામા આવી હતી. ઘી અંજુમને ઇસ્લામ સંસ્થાની ચુંટણીની કામગીરી ઝડપી બનાવવા અને વહેલી તકે કામગીરી પૂરી કરવા માટે ધોરાજીવાલા મેમણ જમાત જુનાગઢની ચુંટણી નિયમોનુસાર, પધ્ધતિસર, સમયબધ્ધ, તટસ્થતાથી અને સફળતા પૂર્વક પુર્ણ કરનાર ચુંટણી અધિકારી હુસેનભાઈ દલની કામગીરીની સમગ્ર ગુજરાતમાં નોંધ લેવાઈ હતી. ત્યારે ગુજરાત રાજ્ય વકફ બૉર્ડના ચેરમેનશ્રી મોહસીનભાઈ લોખંડવાલા સાહેબના હુકમથી વકફબૉર્ડના બે ડીરેકટર જીશાનભાઈ નકવી (કોડીનાર) અને આસીફભાઈ સલોત (રાજકોટ) ની સાથે *પૂર્વ નાયબ મામલતદાર અને જુનાગઢ જીલ્લા સંઘી મુસ્લિમ સમાજના પ્રમુખ હુસેનભાઈ દલ* (માણાવદર) ને ધી અંજુમને ઈસ્લામ,પોરબંદર (બી-૧૬૯-જુનાગઢ) એટલે કે પોરબંદર સમસ્ત મુસ્લીમ સમાજની સૌથી મોટી સંસ્થાની ચુંટણી કરાવવાની જવાબદારી સોંપવામાં આવી છે.