શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહામંડળ ની 18મી પરિષદ રંગે ચંગે સંપન્ન.
નિમેશ ગોંડલિયા પોરબંદર
�🏻લગભગ 85 વર્ષ પહેલાં તા. 26/11/1939 રવિવારે કાર્તિકી પૂર્ણિમા નાં પાવન દિવસે “શ્રી અખિલ હિન્દ શ્રીમાળી સોની મહા મંડળ ની સ્થાપના યાત્રા ધામ ડાકોર માં ગુજરાત નાં સુપ્રસિદ્ધ, ચિંતક, સાક્ષર અને બાળ સાહિત્યકાર શ્રી રમણલાલ સોની નાં પ્રથમ પ્રમુખ પદે કરવામાં આવી હતી.

સંસ્થા નાં દીર્ઘદૃષ્ટ્રા, કર્મઠ અને સમર્પિત મોવડી મંડળે ભારત ભરના નાના મોટાં શહેરો નાં અને ગ્રામ્ય વિસ્તારોના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી નાં પૂર્ણ સહયોગ થી 18વર્ષ થી ઊપરના તમામ દરેક શ્રીમાળી સોની સમાજ નાં યુવા વર્ગ ને મહામંડળ નાં આજીવન સભ્ય બનાવ્યાં. ઉદાર દિલ નાંભામાશા દાતા ઓએ પુષ્કળ દાન આપી, ચૂંનંદા કાર્યકરો ની ફોઝે જોતજોતામાં ભારત ભરના તમામ ચોક્કસ (વસતી પ્રમાણે )બેઠકો નક્કી કરી મહામંડળ ની મહાસમિતિ નાં સભ્યો વરણી થી પસંદ કર્યાં.

શ્રીમાળી સોની સમાજને એક તાંતણે બાંધ્યા પછી નિષ્ઠા વાન જ્ઞાતિ અગ્રણી ઓની ટ્રસ્ટ્રી, હોદ્દેદારો અને જરૂરી તમામ હોદ્દા ફાળવ્યા. પ્રતિ પાંચ વર્ષે યોજાતી “પરિષદ “માં શ્રીમાળી સોની સમાજનો માનવ મહેરામણ ઉભરાયો. કટુંબ મેળા સમાન મહા કુંભ માં સૌ આનંદ વિભોર બની ધન્ય ધન્ય થયાં.
👌🏻
સમાજના સર્વાંગી વિકાસ માટે અનેક સેવાકીય પ્રવૃત્તિ ઓ, છાત્રાલય, ધંધાકીય સહાય, સ્કોલરશીપ, નિષ્ણાંતો શિબિર અને કેમ્પો,આયોજન બદ્ધ સમૂહ લગ્ન, પરિચય મેળા,અને કલા કારીગરો ને તમામ સહાય, અને ભાવનાત્મક એકતા માટે ની “પરિષદ “ખૂબ સફળ રહી.

વડતાલ ધામ માં આવી 18મી પરિષદ નું ભવ્ય આયોજન તાજેતર માં થયું હતું. પ્રમુખ તરીકે ચૂંટાઈને આવેલ શ્રી હેમેન્દ્ર ભાઈ સોની (અમદાવાદ )અને ઉપપ્રમુખ તરીકે શ્રી વિજયભાઈ ધોળકિયા (જૂનાગઢ )નાં અને મહામંડળ નાં મહા સમિતિ સભ્ય શ્રીઓ, ટ્રસ્ટી ગણ, હોદ્દેદારો, ગામે ગામ નાં સ્થાનિક મંડળો નાં તમામ હોદ્દેદારો, યુવક મંડળ, મહિલા મંડળ અને કારોબારી સભ્યશ્રીઓ, જ્ઞાતિ અગ્રણીઓ, કલા કારીગરો, શ્રીમાળી સોની સમાજ નાં આબાલ વૃદધો ઉલ્લાસ પૂર્ણ વાતાવરણ માં ભાવ વિભોર બની નાચી ઉઠ્યાં હતાં.
🌺સ્વામિનારાયણ સંપ્રદાય નાં ગાદીપતિ પ. પૂ. રાકેશપ્રસાદજી, પૂજનીય સંતો, મહંતો અને જ્ઞાતિ અગ્રણી ઓ નાં વરદ હસ્તે “પરિચય મેળો “અને “નું 18મી પરિષદ “ઉદઘાટન થયું. 625થી પણ વધુ યુવક -યુવતીઓ એ જીવન સાથી ની પસંદગી માટે સ્ટેજ પર્ફોમન્સ કર્યું.
💐દ્વિતીય દિવસે પરિષદ ની શુભ શરૂઆત માં ધ્વજવંદન અને વિશાળ શોભા યાત્રા નીકળી હતી. તમામ ટ્રસ્ટી ગણ, હોદ્દેદારો, દાતાઓશ્રી, ભોજનદાતા, મંડપદાતા,ગણમાન્ય પૂર્વ પ્રમુખશ્રીઓ, વગેરે સહપરિવાર શણગારેલી બગીઓ માં બિરાજ્યા હતાં. ઢોલ નગારા, બેન્ડ પાર્ટી અને રંગબેરંગી આતશ બાજી થી લૉક હૈયાં હિલોળે ચઢ્યા હતાં.
🙏🏻જામનગર ની પ્રખ્યાત શ્રી આણદા બાવા સેવા શ્રમ નાં મહંત પ. પૂ. દેવ પ્રસાદજી એ રૂડાં આશિર્વાદ આપી દાનની સરવાણી શરૂ કરી હતી.અને અગ્રણી ઓએ તમામ મહાનુભાવો નું પુષ્પમાળા, ઉષ્મા વસ્ત્ર, સ્મૃતિ ચિહ્નન અને ઉપરણા થી ઉષ્માભેર ભાવ પૂજન અને સન્માન કર્યું હતું.
🌹પોરબંદર જિલ્લા નાં મહામંડળ ની મહા સમિતિ નાં સભ્ય તરીકે સતત ત્રીજી વખત બિનહરીફ વરણી પામેલ કનુભાઈ. ઍચ. ધોળકિયા નું વિશિષ્ટ સન્માન જ્ઞાતિ ટ્રસ્ટી શ્રી શરદ ચન્દ્ર ગેડીયા, કિરીટભાઈ ધોળકિયા, ઘનશ્યામભાઈ લલાડિયા, સહ મંત્રી નિલેશભાઈ ચરાડવા, તથા કારોબારી સભ્ય શ્રી હસમુખભાઈ ઘેડીયા, દર્શન ભૂવા, ભાવિન ઘેડીયા, રાજેશ રાજપરા, સચિન ચરાડવા, સંદીપ ગુંસાણી, તથા મહિલા અગ્રણી જ્યોત્સના બેન રાજપરા, વિશાલ આડેસરા, કૃપા માંડલિયા, તથા પ્રિયાંશુ લલાડિયા વગેરે નાં હસ્તે વડતાલ ધામ માં થયું હતું.
