ખંભોદર ગામે વાડીના રજકા વચ્ચે 3.5 લાખ ના ગાંજા નું વાવેતર પકડાયું

ખંભોદર ગામે વાડીના રજકા વચ્ચે ગાંજા નું વાવેતર પકડાયું

મોટી સાઈઝના 53 છોડવા સહિત ₹ 3.5 લાખની કિંમતનો 35 કિલો 130 ગ્રામ ગાંજો કબજે લેતી એલસીબી પોલીસ

પોરબંદર
ખાંભોદર ગામે ગઈકાલે પોલીસે કરેલી એક રેડ દરમિયાન 35 કિલો 130 ગ્રામ ગાંજા સાથે મેરુ સવદાસ ઓડેદરા નામના એક શખ્સને ઝડપી લીધો હતો. આ શખ્સે રજકાના વાવેતર સાથે ગાંજાનું વાવેતર કરી દીધું હતું અને છેલ્લા લાંબા સમયથી તેનો વેપાર થતો હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે એલસીબી પોલીસે રેડ કરી હતી. પોલીસે મોટી સાઈઝના કુલ 53 છોડવા કબજે લીધા હતા. તમામ મુદ્દા માલ ની કિંમત આશરે સાડા ત્રણ લાખ રૂપિયા ગણવામાં આવી હતી.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!