વિશ્વ હિન્દુપરિષદ બજરંગદળ દ્વારા શ્રી હનુમાન જન્મોત્સવની સ્કુટર રેલી યોજી કરાશે ઉજવણી
પોરબંદર વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજી ના પરમ ભક્ત શ્રી હનુમાનજી ના જન્મોત્સવ ની ભક્તિ ભાવની સાથે તારીખ ૦૬-૦૪-૨૦૨૩ને ગુરુવારના રોજ બપોરે ૩.૩૦ કલાકે સુદામા ચોક થી રોકડીયા હનુમાન મંદિર એક સ્કુટર રેલી નું ભવ્ય આયોજન કરવામા આવેલ છે
સુદામા ચોક ખાતે થી સ્કુટર રેલી નુ પ્રસ્થાન પોરબંદર ના સાધુ સંતો ઉપસ્થિત રહી રેલી આરંભ કરાવશે આ સ્કુટર રેલી મા ૩૦૦ જેટલા બજરંગ દળ નાં કાર્યકર્તાઓ બજરંગ દળ નો બેલ્ટ સાથે કેસરી કલર ની દોરી વાળા આઈ કાર્ડ સાથે હાથમાં કેસરી ધ્વજ સાથે જોડાશે. આ રેલીમાં આગળ ના ભાગે ડી.જે.નાં તાલે હનુમાન ચાલીસા ના પાઠ સાથે શ્રી હનુમાનજી નાં ગીતો ની રમઝટ બોલાવશે. આ સ્કુટર રેલી મા આ સ્કુટર રેલી શ્રી હનુમાન જન્મોત્સવ ના પવિત્ર દિવસે તરીખ ૦૬-૦૪-૨૦૨૩ ને ગુરુવાર બપોરે ૩.૩૦ કલાકે સુદામા ચોક થી આરંભ થશે અને પોરબંદર ના મુખ્ય રાજ માર્ગો પર થી પસાર થશે તેમાં માણેકચોક, બંદર રોડ, પાલાનો ચોક, શહિદચોક, શીતળા ચોક, થી હનુમાન ગુફા થઈ રાણી બાગ, એમ જી.રોડ, હાર્મની હોટેલ, ખીજડી પ્લોટ, સત્યનારાયણ મંદિર, કમલાબાગ, નરસંગ ટેકરી આશાપુરા ચોકડી થઈ શ્રી રોકડિયા હનુમાન મંદીર ખાતે પુર્ણ થયા બાદ રેલી માં જોડાયેલ બજરંગદળ ના કાર્યકર્તાઓ શ્રી રોકડીયા હનુમાન મંદિર ખાતે દર્શનાર્થે આવતા ભક્તજનો સારી રીતે શ્રી હનુમાન દાદા ના દર્શન કરી શકે તે માટે બજરંગદળ નાં કાર્યકર્તાઓ સુરક્ષા ની જવાબદારી નિભાવશે તેમજ શ્રી હનુમાન રોકડીયા મંદિર ખાતે સર્વે કાર્યકર્તાઓ સમૂહ આરતી કરશે અને હનુમાન ચાલીસા નો પાઠ પણ કરવામાં આવશે. વિશ્વહિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા આયોજીત સ્કુટર રેલી માં જોડાવા માટે સહુ ધર્મપ્રેમી જનતા ને આહવાન કરવામાં આવેલ છે તેમજ સ્કુટર રેલી ને સફળ બનાવવા માટે વિશ્વ પરિષદ- બજરંગદળ નાં સર્વે કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.