પોરબંદર ના ઉદ્યોગપતી અને મુસ્લિમ સમાજના અગ્રણીનું નિધન થતાં મુસ્લિમ સમાજમા શોકનો માહોલ
પોરબંદર ના ઉદ્યોગપતી અને મુસ્લિમ સમાજના અગ્રણી હાજીસલીમભાઇ અબ્દુલશકુરભાઇ ડાંડીયા નું નિધન થતાં મુસ્લિમ સમાજમા શોક નો માહોલ…


પોરબંદર ફિશ એકસપોર્ટના જાણીતા વેપારી સી.વેલ્થ.સી.ફુડ શિલાકાકા વાળા હાજી અસ્ફાકભાઇ ડાંડીયા,હાજી યુસુફભાઈ ડાંડીયા,હાજી યાકુબભાઇ ડાંડીયા ના મોટાભાઇ એવા હાજી સલીમભાઈ અબ્દુલ શકુરભાઇ ડાંડીયા ને એમના ઘરે સાનજ ના સમયે બેઠા હતા તે દરમિયાન હૃદયરોગ નું હુમલો આવતા પોરબંદર ની હોપ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ ગયા હતા. પરંતુ થોડીવાર બાદ જાણકારી મળી કે સારવાર ની ચાલુ પ્રક્રિયા માં નિઘન થયા છે તેવી જાણ મળતાજ પરીવાર સહીત સમાજમા શોકની લાગણી છવાઇ ગઇ હતી..
હાજીસલીમભાઇ અબ્દુલશકુરભાઇ ડાંડીયા ની અવસાન નિ જાણ થતાં પોરબંદર ફીશ માર્કેટ એસોશીયન તરફથી માર્કેટ બંઘ રાખવામાં આવી હતી અને અંત્રીમ યાત્રા માં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સમાજના ભાઇઓ સહીત ફીશ માર્કેટ અને પોરબંદર ફીશ એકસપોર્ટના તમામ વેપારી જોડાયા હતા.
હાજીસલીમભાઇ અબ્દુલશકુરભાઇ ડાંડીયાની જીયારત ની મજલીશ તારીખ 5-01-2025 રવિવારે સવારે 10:00 કલાકે રાખવામાં આવેલ છે. તેવી યાદી જાહિદભાઇ નાગોરી ઇસ્માઇલ ખાન શેરવાની એ પાઠવી છે..
