પોરબંદર : ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત કુતિયાણા તાલુકા કક્ષાની ખોખોની સ્પર્ધા યોજાઈ
કુતિયાણા તાલુકા કક્ષાની સ્પર્ધામાં અંડર ૧૪ અને અંડર ૧૭ માં બહેનો તેમજ ભાઈઓની ૧૮ ટીમોએ ભાગ લીધો
પોરબંદર, તા. ૦૭
પોરબંદર જિલ્લામાં કુતિયાણા તાલુકાના દેવડાની હાઈસ્કૂલ ખાતે ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત આયોજિત તાલુકા કક્ષાની ખોખોની સ્પર્ધામાં અંડર ૧૪ અને અંડર ૧૭ માં બહેનો તેમજ ભાઈઓની કુલ ૧૮ ટીમોએ ભાગ લીધો હતો.
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર પ્રેરિત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર આયોજિત જિલ્લા વહીવટી તંત્ર, પોરબંદરના માર્ગદર્શન હેઠળ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, પોરબંદર દ્વારા સંચાલિત ખેલ મહાકુંભ ૩.૦ નું આયોજન કરવામાં આવી રહ્યું છે. પોરબંદર જિલ્લા રમત ગમત અધિકારી શ્રીના માર્ગદર્શન હેઠળ તાલુકા કક્ષાએ અલગ અલગ સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે.
પોરબંદર જિલ્લામાં આવેલ કુતિયાણા તાલુકાના દેવડા ગામની હાઈસ્કૂલ ખાતે ભાઈઓ તથા બહેનોની ખોખો સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંડર ૧૪ અને અંડર ૧૭ માં ભાઈ બહેનોની યોજવામાં આવેલ આ સ્પર્ધામાં ૧૮ ટીમોએ તાલુકા કક્ષાએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી વિજેતા બનેલ ટીમોને પ્રોત્સાહિત કરવામાં આવી હતી. અને આગામી સમયમાં વિજેતા જાહેર થયેલ ટીમો જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે, તેવું જણાવવામાં આવ્યું હતું.