ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાની રજૂઆતના પગલે રાણા ખીરસરા ડેમમાંથી પાણી છોડવામાં આવશે
રાણા ખીરસરા ડેમમાંથી પાણી છોડવાની ધારાસભ્ય કાંધલ ભાઈ જાડેજા ની રજૂઆત ના અનુસંધાને સરકાર દ્વારા 60 M.C.F.T. પાણી છોડવાની મંજૂરી આપેલ છે હવે સરકારી વસૂલાત અને સ્થળ નિરીક્ષણ કર્યા બાદ પાણી છોડવામાં આવશે જેના લીધે પાણી ખોટી રીતે વેડફાઈ નહી અને વાડોત્રા , ખીરસરા, અમર, રાણા કંડોરાણા, ખીજદળ, ઠોયણા, ભોડદર, મહિરા, જાંબુ, નેરાણા, એરડા તથા દેરોદર ગામના ખેડૂતો સિંચાઈ ના પાણી નો પુરેપુરો લાભ લેવા ધારાસભ્ય કાંધલ ભાઈ જાડેજા ની અપીલ છે અને રાણા ખીરસરા ડેમ ની નદીના પટ માં ગામો એ સાવચેતી પણ રાખવી.
Please follow and like us:
CATEGORIES Porbandar