કોળી સમાજ ના ઇષ્ટ દૈવ શ્રી માંધાતા નો મકર સંક્રાંતિ ના દિને. જન્મ થયો હતો  જાણો વિશેષ અહેવાલમાં


ડો ઈશ્વરભાઈ ભરડા ડાયરેક્ટર ડો વી આર ગોઢાણીયા બી, એડ કોલેજ,ખીજડી પ્લોટ પોરબંદર -પીન 360-675 મોબાઈલ 990 973 9718
(ગૂજરાત સહિત સમગ્ર દેશમાં પ્રતિવર્ષ કોળી સમાજ ના ઇષ્ટ દૈવ શ્રી માંધાતા નો મકર સંક્રાંતિ ના દિને. જન્મ થયો હતો, આ થી આ દિવસે એટલેકે તા 14 મી જાન્યુઆરી ના રોજ શ્રી માંધાતા પ્રા ગટ્ય મહોત્સવ ની ગૂજરાત સહીત સમગ્ર દેશ માં આ દિને આસ્થા ભેર ઉજવણીકરવામાં આવે છે છે ત્યારે પોરબંદર ના લેખક ડો ઈશ્વર ભાઈ ભરડા લિખિત આ પ્રા સંગિક લેખ અત્રે પ્રસ્તુત કરેલ છે )


મહારાજા ઈક્ષવા કુ સમગ્ર પૃથ્વીના અધિપતિ હતાં તે સમયે પૃથ્વીપર સતયુગ પૂરો થવામાં અને ત્રેતા યુગ શરુ થવા માં હતો. આ સમય માં પ્રથ્વીપરમાનવ વસવાટ માં વધારો થતા રાજકીય વહીવટી સરળતા ખાતર મહા રાજા ઇકશ્વા કુ એસમગ્ર પૃથ્વી ને નવ રાજકીય ગણતંત્ર રાજ્યોમાં વિભાજિત કરી હતીઇક્ષવાંકુ દ્વારા .નવ ભાગમાં વિભાજીત થયેલ પૃથ્વીનો” નવખંદ ધરતી “તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ નવ ખંડ ધરતી પર દરેક ખંડ ના વહીવટ માટે મહારાજા ઇક્ષાવાંકુ એ તેમના વારસાદા રોને ની નિમણુંક કરી હતી આ વારસ દારોને “રાજા “ ની ઉપાધિ આપી હતી, એટલેકે “દૈવ યુગ “, એવો “સતયુગ “ પૂરો થયો હતો અને” રાજા યુગ” એવો” ત્રેતાયુગ “ ચાલીરહ્યો હતો


અખન્ડ હિન્દુસ્તાન માં અન્ય રાજાઓની સાથે સાથે ઇકશ્વાકુના “કોલીય “વંશ ના રાજા ઓ પણ રાજ કરતા હતાં. પૌરાણિક કથાનુસાર “સૂર્ય વંશીક્ષત્રિય “ ના વંશજો ની વંસાવલી (પેઢીમાં )માં મહા રાજા ઇક્ષાવકુ ને પ્રથમ વંશજ (પ્રથમ પેઢી ) માનવામાં આવે છે. મહારાજા ઈક્ષવાંકુ સૂર્ય વંશી ક્ષત્રિય વંશ ની સત્તર મી પેઢીમાં” યુવ નાશ્વ “ નો જન્મ થયો હતો. રાજા “યુ વ નાશ્વ “ હિન્દુસ્થાન ખંડના અયોધ્યા રાજ્યમાં રાજ કરતા હતાં યુવ નાશ્વ રાજાની ધર્મ પત્ની નું નામ ગૌરીદેવી હતું. મહારાજા યુવનાશ્વ અને મહારાણી ગૌરી દેવી ને કોઈ સંતાન ન હતું.વંશજ (સંતાન ) પ્રાપ્તિ માટે યુવ નાશ્વ રાજા એ રાજ્યના ઋષિ દ્વારા યજ્ઞ કરાવ્યો હતો. યજ્ઞ ની પ્રસાદી રૂપે મંત્રેલા પાણી થી ભરેલો ઘડો રાત્રીના સમયે રાજાના શયન ખંડ માં મુકાવ્યો હતો. આ મંત્રેલ પાણી થી ભરેલો ઘડો રાત્રીના સમયે રાજાના શયન ખંડમાં મુકાવ્યો હતો. આ મંત્રેલ પાણી વહેલી સવારેના મહારાણી ને પીવડાવવા ઋષિએ રાજાને જણાવ્યું હતું. સંજોગોવાસાત રાત્રીના સમયે રાજા ને તરસ લા ગતા તે પાણી પીવા ઉભા થયા, ઊંઘમાં પાણી મહારાજા યુવ નાશું પી ગયા સમયાંતરે રાજાનું પેટ ચીરી ને એક બાળક બહાર લાવવા માં આવ્યો, ખગોલ શાસ્ત્ર મુજબ આ દિવસે “મકર સંક્રાંતિ “ હતી.

દેવરાજ ઇન્દ્ર ને આ વાતની જાણ થતા તેઓ બાળક ને જોવા આવ્યા. દેવરાજ ઇન્દ્ર એ બાળકની ખાવા પીવાની બાબતે સવાલ જેનું નિરાકરણ લાવવા બાળકનોઅંગુઠો બાળકના મોમાં મૂકી ને કહ્યું “ માં દયાસ્તી “( માં ધવડાવે છે ) “માં દયા સ્તિ “ ઉપરથી આ બાળક નું નામ” માંધાતા” રાખવામાં આવ્યું હતું. ખ ગોળ શાસ્ત્ર ની ગણતરી મુજબ મકર સ્ક્રાંતિ ના શુભ દિવસે માંધાતા નો જન્મ થયો હતો” સૂર્ય વંશી ક્ષત્રિય” ના કુલ એટલેકે વંશ ની ઘણી બધી શાખા ઓ પૈકી એક શાખા “ કૌલ “ શાખા છે. કુલવાન કે કોલીય નામ થી પણ ઓળખવામાં આવે છે માનવસભ્યતાની આ કૌલ શાખા ને પાશુ પતોની પંચ થિકા શાખા કહેવામાં આવે છે. કૌલ વંશ ની આ શાખા કૌલ સપ્રદાય તરીકે પણ ઓળખવામાં આવે છે સનાતન સંકૃતિ ના આ કૌલ સપ્રદાયના માણસો જેતે સમય થીજ શિવ શક્તિ ની ઉપાસના કરતા આવ્યા છે.કૌલ, કુલવાન કે કોલીય વંશ પહેલે થીજ શિવ શક્તિ ઉપાસક છે, શિવ શક્તિ ઉપાસક એવા કુલવાન વંશ -કૌલ, કૌલીય વંશ માં મહા પ્રતાપી -મહામાનવ – શ્રી માંધાતા મહારાજાનો જન્મ થયો હતો, સૂર્ય વંશી ક્ષત્રિય કુલ વાન કુલ માં જન્મેલા મહારાજા માંધાતા ને ઇંદ્રએ દંડયુદ્ધ કલા અને રાજનૈતિક શિક્ષણ આપ્યું હતું, ઇન્દ્ર એ માંધાતા ને તૂટે નહિ તેવું ધનુષ્ય પણ આપ્યું હતું. દેવરાજ ઇન્દ્ર દ્વારા મળેલ ઉચ્ચ શિક્ષણ ના માધ્યમ થી તથા પોતાની તાકાત અને પરાક્રમ થી કોલીય રાજા માંધાતા એ પૃથ્વી પર ના બધા રાજા ઓને પરાજિત કર્યા હતાં જેથી તેમને મહાન કોલીય રાજા નું બિરુદ મળ્યું હતું રાજા માંધાતા એ સમગ્ર હિન્દુસ્તાન ખંડમાં પથ્થર યુગની મોહેજો -દડો – સંસ્કૃતિનો શિસ્ત બદ્ધ વિકાસ અને વિસ્તાર કર્યોં હતો એટલેકે આ સમયે મહા માનવ શ્રી માંધાતા મહારાજા નવ ખંડ ધરતી પર સુ શાસન કરી રહ્યા હતાં રાજા માંધાતા એ પ્રતિષઢા ન પૂર જીતી લીધા બાદ ત્યાના” તક્ષક નાગ વંશ “ના રાજાની નાગકન્યા સાથે લગ્ ન કર્યા હતાં કોલીય રાજા માંધાતા અને નાગ કન્યા થી ઉત્પ્પ્ન થયેલ વંશજ પ્રતિષઢા ન પૂર (કાશી ) માં” નાગવંશીય કોલીય “ ના નામે રાજ કરતા હતાં એક સમયે અજેય યોદ્ધા માંધાતાએ લવણા સૂર રાક્ષસ ના રાજ્ય પર ચડાઈ કરી હતી માંધાતા ને પરાજ્ય કરી શકાય તેમ નથી તેવું જાણનાર લવણા સૂર રાક્ષસે ચાલાકી કરી પોતાના જાસૂસ માંધાતાના લશ્કરમાં ગોઠવી દીધા. તક મળતા આ જાસુસો એ છળ કપટ થી રાજા માંધાતા નો વધ કર્યોં હતો આ દિવસ દેવશયની અથવા વૃરૂધની એકા દશી નો હતો ડો કરમણ ભાઈ (રા ઘુ નંદન )) લિખિત “સમાજ દર્પણ “” નામના કોળી ગ્રન્થ મુજબ દૈવ શયની અથવા વરૂ ધ ની એકા દશી (હાલની અષાઢ સુદ અગિયારસ ) માંધાતા વીર ગતિ દિવસ છે માંધાતા પરિવારની માહિતી જોઈએ તો માતાનું નામ ગૌરી દેવી પિતાનું નામ યુવા ના શ્વ, પત્નીનું નામ બિંદુ મતિ -નર્મદા (નાગ કન્યા ) અને વસુંધરા, દીકરાઓના નામ અબરીશ – પુરુકુંત્સ અને મૂચું કંદ હતાં તથા દીકરીઓના લગ્ન સૌરભ ઋષિ સાથે થયા હતાં

માંધાતા મહારાજ ના રાજ ગુરુ ભોમજોની રાવલ દૈવ તથા કુળ દેવી ચંડી ચા મુંડા માતાજી હતાં લવણા સૂર ના છળ કપટ થી વીર ગતિ પામેલા માંધાતા બાદ કોલીય નાગ વંશ માં માંધાતા ના મોટા પુત્ર “અબરીશ “બાદ” કોલીય વંશ “ માં કોઈ શક્તિ શાળી વંશજ થયો નહિ આમ કોલીય વંશ ના નબળા શાસન ના કારણે કોલીય વંશ ના સાશન ની પડતી થઇ આ વર્ણન બારોટ ના ચોપડા તથા ભવાઈ કરનાર ભવૈયા ના ખેલ માં પણ જોવા મળે છે દાનવીર કોલીય રાજા માંધાતા એ સમગ્ર પૃથ્વી અન્ય રાજવીરો ને દાનમાં આપી દીધાની યાદમાં આજે પણ કોળી સમાજમાં મકરસંક્રાંતિ ની ના દિવસે દાન પુણ્ય કરવાનો મહિમા છે કોલીય રાજા માંધાતાના વંશજો એવા કોળીસમાજના લોકો ક્યારેય ભીખ માંગતા નથી પરંતુ માત્ર દાન જ આપે છે, કોળીસમાજના ઘરેથીકોઈ પણ યાચક આજે પણ ખાલી હાથે પાછો જતો નથી, કોળી સમાજ ના લોકો પાસે જે પણ સાધન સંપતિ હોઈ તેમાંથી યથાશક્તિ પ્રમાણે યાચકોને અવશ્ય આપે છે કોળી સમાજની આ દાન ની પરંપરાને કારણે આજેપણ કોળી ની વસ્તી થી છલોછલ ગામડા ઓમા મકરસક્રાંતિ ના પુણ્ય પર્વ ના દિવસે યાચકો કોળી લોકોના ઘરે દાન લેવા લાઇન લાગે છે થોડામાંથી પણ થોડું આપવા ના સુખની ધન્યતા ધરાવે છે માંધાતા વંશજ કોળી સમાજ માં ધા તા “કોળી સંસ્કૃતિ “ ની વધુ એક ઝલક જોઈને તો ઉતરા ખંડ ના ઉખી મઠ અને મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લામાં ન ર્મદા નદી ના કિનારે જે ટાપુપર “ઓમકારેશ્વર જ્યોત્રીતિર્લિંગ “ નામ થી ભગવાન ભોળાનાથ બિરાજમાન છે. માધ્યપ્રદેશ નો ટાપુ આજે પણ “માંધાતા ટાપુ “ નામ થી ઓળખાય છે. મહાન ચક્ર વર્તી કોલીય રાજા માંધાતા નો વૈભવી રાજ મહેલ “માંધાતા મંદિર “તરીકે “માંધાતા ટાપુ “ પર આજે પણ જોવા મળે છે, ગૂજરાત ના ત્રણેતર માં માંધાતા એ ત્રિ નેત્રે શ્વર મહાદેવ ની સ્થાપના કરી હતી કોલીય વશના ઇષ્ટ દૈવ શ્રી માંધાતા મહારાજ ના દર્શન કરા વતી માહિતી મેળવવા માટે પણ બધા સાહિત્ય અને સ્થળ આજ પણ ઉપલબ્ધ છે, વંશ પરંપરગત કહેવામાં આવતી મૌખિક માહિતી મુજબ કોલીય વંશ ના વડીલો કહેતાકે આપણે માંધાતા વંશજ છીએ અને માંધાતા આપણા ઇસ્ટ દૈવ છે, પૌરાણિક ગ્રન્થો માં માંધાતા ની માહિતી વાંચી શકાય છે, માંધાતા અવદાન કુશીનગર નો ઇતિહાસ જેવા ઘણા બધા બૌદ્ધકાલીન પાલી ભાષાના સાહિત્યમાં પણ કોલીય વંશ ના ઇષ્ટ દૈવ માંધાતા મહારાજ વિશે માહિતી વાંચી શકાય છે હાલના સમયમાં ગુજરાતી, હિન્દી ભાષામાં લખાયેલ કોલીય વંશ ના ઐતિહાસિક સાહિત્ય માં પણ માંધાતા કોલીય વંશ અંગે માહિતી જાણી શકાય છે, સામાજિક સ્તર પર સંશોધન કરનાર કોળી સમાજના અને અન્ય સમાજના મહાનુભાવોએ શ્રી માંધાતા કોલીય વંશ અંગે સાબિતી પોતાના એમ, ફિલ. અને પી એચ ડી. મહાનિબન્ધમાં લખીને સરકારમાં જમા કરાવેલ છે પોરબંદર ઘેડ વિસ્તારના કોળી સમાજના એક મહાનુભાવ પુરાતત્વ વિભાગના ઉપ પ્રમુખ સ્વ, શ્રી રામસી ભાઈ રાજા ભાઈ ગરેજા શ્રી માંધાતા મહારાજની પુરાત્તવીય માહિતી સમાજને આપી છે કોળી સમાજના શ્રી સ્વ. રમશીભાઇ રાજા ભાઈ ગરેજા (માધવપુરઘેડ ) એ પણ પોતાના પુસ્તક માં માંધાતા ની મહાનતા લખી છે. સૌથી વધુ આધાર ભૂત માહિતી ડો કરમણ ભાઈ ચૌહાણ ડો કરમણ ભાઈ ચૌહાણ ઉર્ફે રા ઘુ નંદન લિખિત કોળી સમાજ સાહિત્ય માં મળે છે. ડોકરમણ ભાઈ ચૌહાણ ઉર્ફે રાઘું નંદન એ ભારત ભરમાં ભ્રમણ કરી સમાજદર્પણ, વીરાંગના ઝલકારી બાઈ કોળી, કોળી સિંહ તાનાજી માલુસર, રે, કોળી વી ર વેગડાજી ભીલ, હા ભાઈ અમે નળ કાંઠાના કોળી, રાષ્ટ્ર્ર નાથ શ્રી રામનાથ, કોળી શહીદ કથાઓ કોળી નારી શક્તિ, ભગત શ્રીલંક્ષ્મણ દાદા, ભૂતનાથનો ભૂતકાળ જેવું કોળી સમાજ સાહિત્ય લખીને ડો કરમણ ભાઈ ચૌહાણ (અમદાવાદ )ઉર્ફે રાઘુ નંદન ને સામાજિક ગૌરવ સાથે સામાજિક એકતા નો પ્રયાસ અભિનંદન ને પાત્ર છે ડો કરમણ ભાઈ ચૌહાણ એ મધ્ય પ્રદેશ માં ઓકારેશ્વર ખાતે આવેલો માંધાતા મહેલ ની તસ્વીર સામેલ છે

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!