રાણાવાવ પોલીસ અને JCI દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
મામદેવ અન્નક્ષેત્રના સહયોગથી રક્તદાન કેમ્પ સંપન્ન

દેશભરમાં થઈ રહેલા માર્ગ અકસ્માતો અટકાવવા અને માનવ જિંદગીઓ બચાવવા રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણી અંતર્ગત પોરબંદર જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોરબંદર જિલ્લામાં પણ પોરબંદર પોલીસ અને જેસીઆઈ સંસ્થાના સહકારથી માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી રહી છે.
રોડ સેફટી મંથના ભાગરૂપે રાણાવાવ પોલીસ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં રક્તદાતાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. આ રક્તદાન કેમ્પમાં એકત્રિત થયેલ બ્લડ ભાવસિંહજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ માટે આપવામાં આવ્યું હતું.
આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર નૈના તળાવિયા, પીએસઆઇ વી.ડી.વાઘેલા, મામા દેવ અન્નક્ષેત્રના ઓઘળભાઈ ખૂંટી, લીલાભગત, જેસીઆઈ પોરબંદરના સેક્રેટરી સમીર ધોયડા, જય કાનાણી, ભાવિક સામાણી વગેરેએ જહેમત ઉઠાવી હતી.
