બખરલા માં કુખ્યાત મેરામણ લંગી ની હત્યા

અંદાજીત 45 થી 50 વર્ષની ઉંમર ધરાવનારા હિસ્ટ્રી શીટર મેરામણ લંગીની રવિવારના રોજ પોરબંદર જિલ્લાના બખરલા ગામ ખાતે રાત્રિના 8:30 વાગ્યાના અરસામાં અજાણ્યા વ્યક્તિઓએ તિક્ષણ હથિયારના ઘા ઝીંકી હત્યા નીપજાવી હોવાનું સામે આવ્યું છે. અજાણ્યા વ્યક્તિઓ દ્વારા મેરામણ લંગીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકવામાં આવતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. તાત્કાલિક અસરથી 108ને જાણ કરવામાં આવતા, 108ની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી. 108ની ટીમ દ્વારા તપાસ કરવામાં આવતા મેરામણ લંગીનું મોત થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. બનાવ સંદર્ભે બગવદર પોલીસ સ્ટેશનનો સ્ટાફ, પોરબંદર રૂરલ DYSP સુરજીત મહેડુ સહિતના ઘટના સ્થળ ખાતે દોડી ગયા હતાં.

પોરબંદર રૂરલ DYSP સુરજીત મહેડુએ જણાવ્યું હતું કે, બનાવ રાત્રિના 8:30 વાગ્યા આસપાસ બનવા પામ્યો છે. કયા કારણોસર મેરામણ લંગીની હત્યા કરવામાં આવી છે? કોના દ્વારા કરવામાં આવી છે ?તે સંદર્ભે હાલ તપાસ ચાલી રહી છે. બનાવ સંદર્ભે બગવદર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવા સહિતની કાર્યવાહી ચાલી રહી છે. મેરામણ લંગી વિરુદ્ધ અગાઉ 14 જેટલા મર્ડર, મારામારી, ગેરકાયદેસર હથિયાર રાખવા સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મેરામણ લંગી મુળુ મોઢવાડીયાની હત્યામાં પણ સામેલ હતો. તેમજ તે ભિમા દુલાનો ભાણેજ થતો હોવાનું જાણવા મળ્યું છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!