એમ.પી. ના મજુરને મારી નાખવાના ગુન્હામાં પોરબંદરના ખેડૂત આગેવાન નો નિદોર્ષ છુટકારો.

પોરબંદર પંથકમાં મોટા ભાગની ખેતીની જમીન મેર જ્ઞાતિના લોકો પાસે છે. અને મોટા ભાગના ખેતરોમાં યુ. પી. તથા એમ. પી. ના માણસો કે જેને દેશી ભાષામાં ” વાંગા ” કહેવામાં આવે છે. અને તેઓ ખેતરમાં જ ઝુપડા બનાવી પોતાના પરીવાર સાથે વસવાટ કરે છે. અને સમગ્ર ખેતી એટલે કે, વાવણી થી ઉપજ લેવા સુધીની તમામ કામગીરી આવા લોકો દ્રારા જ કરવામાં આવતી હોય છે.

તે જ રીતે પોરબંદર જીલ્લાના સોઢાણા ગામના ખેડૂત આગેવાન ભરતભાઈ રાણાભાઈ ઓડેદરા ના ખેતરમાં પણ એમ. પી. ના વાંગાઓ કામ કરતા હોય અને તે દરમ્યાન ખેતમજુર ભૈરૂસીહ નું મૃત્યુ થયેલુ હોય અને તેની પત્નિ કલાબેન દ્રારા ખેડૂત આગેવાન ભરતભાઈ ઓડેદરા સામે તેના પતિ નું ખુન કરેલ હોવાની ફરીયાદ લખાવેલી હતી. અને તે સંબંધેનો કેસ પોરબંદરની ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા અને આરોપી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખાણી રોકાયેલા હોય અને તેઓએ કરેલી ઉલટ તપાસમાં એવી હકિકત ફલીત થયેલી હતી. કે, ફરીયાદીએ પોતે જ ફરીયાદ કર્યાના ૨૦ દિવસ અગાઉ પોતાના પતિ ભૈરૂસિંહ ઝાડ ઉપરથી પડી ગયેલ હોવાના કારણે ઈજા થયેલી હોવાનું જણાવેલુ હતું. એટલુ જ નહીં જે દિવસે માર મારેલ હોવાનું જણાવેલુ હોય ત્યારબાદ ગુજરનાર ૫ થી ૬ દિવસ પોતાના સગા વ્હાલાઓના ઘરે ગયેલા હોય અને બીજાના ખેતરમાં કામ કરવા પણ ગયેલા હોય એટલુ જ નહીં તે દરમ્યાન ગુજરનારનો દિકરો આરોપીના ઘરે જ રહેલો હોય તેવુ પણ ફલીત થતા અને તે રીતે જો આરોપીએ ખુન કરેલુ હોય તો પોતાના દિકરાને ફરીયાદી આરોપી ના ધરે મુકીને બીજે ક્યાંય ન જાય એટલુ જ નહી ગુજરનાર બનાવ પછી ૫-૬ દિવસ જીવેલો હોય અને અલગ અલગ વ્યક્તિઓના ધરે ગયેલો હોય તેવી કોઈ વ્યકિતઓને પણ ગુજરનારે બનાવ સંબંધેની કોઈ વાત ક૨ેલ ન હોય તેવુ તેના તમામ સગા વ્હાલાઓએ કોર્ટના રેકર્ડમાં જુબાનીમાં સ્વિકારેલુ હોય અને તે રીતે ફરીયાદીએ પોતે અગાઉ ડોકટર સમક્ષ ગુજરનાર ઝાડ ઉપરથી પડી ગયેલ હોવાનું જણાવેલુ હોય ત્યારે ૧૫ દિવસ પછી ખોટી ફરીયાદ કરેલ હોવાનું પુરવાર થતા અને તે રીતે ફરીયાદ પક્ષને કોઈપણ સાહેદોએ સમર્થન ન કરતા અને તે રીતે આરોપી સામેનો ગુન્હો સાબીત ન થતા નામદાર ડીસ્ટ્રીકટ કોર્ટ દ્રારા રેકર્ડ ઉપરના પુરાવાઓ ધ્યાને લઈ આરોપીને નિદોર્ષ છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ શ્રી દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, જીતેન્દ્ર પાલા, નવધણ જાડેજા, ભુમી વરવાડીયા, ચાંદની મદલાણી, ૨મેશ ગોઢાણીયા રોકાયેલા હતાં.

Please follow and like us:
Spread the love
CATEGORIES
TAGS

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!