મકરસંક્રાંતિના પાવન પર્વ પર વિવિધ સેવાકીય કાર્યોનું થયું આયોજન

મકરસંક્રાંતિએ ખુશીઓનો તહેવાર છે જેને દરેક લોકોએ ખુશીથી ઉજવવો જોઈએ ત્યારે સ્પોર્ટ્સ યોગ એન્ડ કલ્ચરલ એસોસિયેશન દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વે પર પાગલ એજ પરમહંસના સૂત્રને સાર્થક કરતી સંસ્થા શ્રી પ્રાગજી બાપાના આશ્રમની મુલાકાત લીધી હતી ત્યાર બાદ ચોપાટી અને ઇન્દ્રેશ્વર ખાતે ગાયને ઘાસચારો, પક્ષીઓને ચણ તથા જરૂરીયાત મંદ લોકોને મમરાના લાડુ, જુદા જુદા પાક, ચોકલેટ કપડાં તથા અન્ય ધાન્યનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે લંડનથી પધારેલ શ્રી રાજેશભાઈ ગોહેલ, હિરાબેન રાજેશભાઈ ગોહેલ, ભારતીબેન ધનસુખભાઇ સોનીગ્રા તથા સ્પોર્ટ્સ યોગ એન્ડ કલ્ચરલ એસોસિયેશનના ચેરમેનશ્રી હસમુખભાઈ શિલુ, જનરલ સેક્રેટરી દીપ સોનીગ્રા, ખજાનચી શ્રી રીતલબેન બાદરશાહી, લીગલ એડવાઇઝર ભૂમિ મજુકોડિયા, સોશીયલ મીડીયા ડાયરેકટર જીજ્ઞેશ સોલંકી, સભ્યશ્રી હેતલબેન એન.જેઠવા, જાગૃતિબેન પાંજરી, સ્પોર્ટ્સ યોગ એન્ડ કલ્ચરલ એસોસિયેશન – ગુજરાતના ચેરમેનશ્રી વિશાખાબેન શિલું, ખજાનચીશ્રી ધર્મિષ્ઠાબેન જેઠવા, સભ્યશ્રી શોભા મહેતા, શ્રી ધ્યેય મોઢા ખાસ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
