લાયન્સ ઇન્ટર નેશનલ દ્વારા રીજીયન સ્ટાફ મીટીંગનું આયોજન
લાયન્સ ઇન્ટર નેશનલ દ્વારા તા.20-10-2024 રવિવારના રોજ હેલ્ધી ફૂડ,પોરબંદર ખાતે રીજીયન -5 ની રીજીયન સ્ટાફ મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.
રીજીયન -5 હસ્તક આવેલ ઝોન 10 તથા ઝોન 11 ના ડિસ્ટ્રિક્ટ કેબિનેટ તથા ક્લબ પ્રેસિડેન્ટ,સેક્રેટરી તથા ટ્રેઝરર માટે રીજીયન સ્ટાફ મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.
કાર્યક્રમની શરૂઆત પધારેલ તમામ પદાધિકારીઓને કુમકુમ તિલક,પુષ્પ ગુચ્છ તેમજ ભેટ આપી સ્વાગત કરવામાં આવેલ.
ત્યારબાદ દીપ પ્રાગટ્ય સાથે રીજીયન સ્ટાફ મિટિંગનો પ્રારંભ થયો હતો.
રીજીયન ચેરપર્સન લાયન નિધિ શાહ મોઢવાડીયાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પોતાની ડિસ્ટ્રિક્ટ 3232J ને ખૂબ આગળ લઈ જવી છે તેવું મારું સ્વપ્ન છે,જે આજની મીટીંગ નું શીર્ષક છે, સ્વપ્નદ્રષ્ટા,આજે ડિસ્ટ્રિક્ટ 3232 J સેવાકિય પ્રવૃત્તિઓ હરણફાળ ભરી રહ્યું છે,તેની હું લાયન્સ કલબ માં પ્રવેશ મેળવ્યો ત્યારે જ “સ્વપ્નદ્રષ્ટા” બની હતી જે આજે સૌના સહકારથી સાકાર બની રહ્યું છે,અને હજુ તેને વધુ ઊંચાઈએ પહોંચી શકાય તેમાં હરીફાઈ નહિ પણ એક સાચા લાઈન બની પ્રયાસ કરવાનો છે,
ઝોન 11ના ઝોન ચેરપર્સન લાયન ભાવિક કામદારે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે તેના ઝોનમાં સેવાકીય પ્રવૃતિઓ કુલ 644 થઈ છે,જેમાં પોરબંદર પ્રથમ સ્થાને છે,સાથે સાથે તેમના ઝોન 11 માં સમાવિષ્ટ તમામ ક્લબની સેવાકીય પ્રવૃતિઓ વિશે માહિતી આપી હતી,અને સભ્ય સંખ્યા અંગેની માહિતી રજૂ કરી હતી,તેમજ લાયન્સ કલબ જેતપુરમાં ચાલતા પશુ રોગ નિદાન કેમ્પ ,લાયન્સ કલબ માણાવદર માં ચાલતી સાયન્સ સ્કૂલ વિશેની માહિતી આપેલ હતી.
ત્યારબાદ આવેલ તમામ ક્લબના સેક્રેટરી દ્વારા પોતાની ક્લબમાં ચાલતી સેવાકીય પ્રવૃતિઓ તથા સભ્ય સંખ્યા તેમજ સિગ્નેચર પ્રોજેક્ટ વિશે માહિતી રજૂ કરી હતી.
તમામ ક્લબના પ્રેસિડેન્ટ દ્વારા આગામી નવ મહિના માં કઈ કઈ સેવાકીય પ્રવૃતિઓ હાથ ધરવાના છો,અને સભ્ય સંખ્યા વધી શકે તેમાટે ના પ્રયત્નનો અહેવાલ રજૂ કરેલ હતો. હેલ્ધિ ક્લબ માટે શું કરવું તેની પ્રશ્નોતરી સાથે તંદુરસ્ત ચર્ચા કરવામાં આવી હતી.
રીજીયન ચેરપર્સન લાયન નિધિ શાહ મોઢવાડીયાનો આજે જન્મદિવસ હતો જે હાજર રહેલ તમામ લાઈન મિત્રોએ જન્મદિવસની કેક કટિંગ કરી ઉજવવામાં આવ્યો હતો.
કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત ગાઈ સ્વાદિષ્ટ ભોજનનો આસ્વાદ માણ્યો હતો.રીજીયન -5 હસ્તક આવેલ ઝોન 10 તથા ઝોન 11 ના કુલ 42 પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં રીજીયન ચેરપર્સન લાયન નિધિ શાહ મોઢવાડીયા,ઝોન 11ના ઝોન ચેરપર્સન લાયન ભાવિક કામદાર, લાયન જીતેન્દ્ર ભાલોડિયા, પંકજ ચંદારાણા ,જયેન્દ્રભાઈ હથી, હર્શુખભાઈ ડોબરીયા, કરસનભાઈ સલેટ
તથા આવેલ તમામ ક્લબના લાયન મિત્રો ઉપસ્થિત રહ્યાં હતાં.
રીજીયન સ્ટાફ મીટીંગ ની ભવ્ય સફળતા માટે રીજીયન ચેરપસૅન નિધિ શાહ મોઢવાડીયા તમામ પદાધિકારો નો આભાર માને છે..