રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીઓમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન


સાંજના ૬ વાગ્યા સુધીમાં ટેન્ટેટીવ કુતિયાણા નગરપાલિકામાં ૫૯.૮૩ ટકા અને રાણાવાવ નગરપાલિકામાં ૫૦.૧૯ ટકા નોંધાયું મતદાન
વહીવટી તંત્રની સુદ્દઢ વ્યવસ્થાઓના વચ્ચે નગરપાલિકાના નાગરિકો શાંતિપૂર્ણ માહોલમાં પોતાનાં મતાધિકારનો ઉપયોગ કર્યો
પોરબંદર તા.૧૬:પોરબંદર જિલ્લાની સ્થાનિક સ્વરાજયની રાણાવાવ અને કુતિયાણા નગરપાલિકામાં શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાયું હતું જેમાં સાંજના ૬ વાગ્યા સુધીમાં ટેન્ટેટીવે કુતિયાણા નગરપાલિકામાં ૫૯.૮૩ ટકા અને રાણાવાવ નગરપાલિકામાં ૫૦.૧૯ ટકા મતદાન નોંધાયું હતું.
પોરબંદર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર એસ.ડી. ધાનાણીના માર્ગદર્શનમાં અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારી અને અધિક કલેક્ટર જે.બી વદરના સંકલનમાં રહીને વહીવટી તંત્રએ કરેલી સુદ્દઢ વ્યવસ્થાઓના વચ્ચે નગરપાલિકાના નાગરિકો શાંતિપૂર્ણ માહોલમાં રાણાવાવ નગરપાલિકામાં ૧૭૫૫૩ મતદારોએ અને કુતિયાણા નગરપાલિકામાં ૮૩૫૩ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીની પ્રક્રિયાને વધુ મજબૂત બનાવી હતી.
Please follow and like us:
CATEGORIES Porbandar
