પોરબંદરને જોડતા કુલ ૧૫૩.૨ કી.મી. લંબાઈના ત્રણ રસ્તાઓને રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કરવામાં આવ્યા
પોરબંદર -ખંભાળીયા રોડની કુલ ૭૧ કી.મી. લંબાઈ પૈકી ૬૬ કી.મી. લંબાઈનો રસ્તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ જાહેર કરાયેલ છે
પોરબંદર-ભાણવડ રસ્તાની કુલ ૪૦.૪ કી.મી. લંબાઈ પૈકી ૩૫.૩ કી.મી. લંબાઈનો રસ્તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કરવામાં આવેલ છે
પોરબંદર-રાણાવાવ ત્રણ પાટીયાની કુલ ૫૭.૧ કી.મી લંબાઈ પૈકી ૫૧.૯ કી.મી. લંબાઈને રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કરવામાં આવેલ છે
પોરબંદરને જોડતા કુલ ૧૫૩.૨ કી.મી. લંબાઈના ત્રણ રસ્તાઓને રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે. આ અંગે વિધાનસભામાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા પુછવામાં આવેલ પ્રશ્નોના જવાબમાં માર્ગ અને મકાન વિભાગ સંભાળી રહેલ માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. આ અંગે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે પોરબંદર -ખંભાળીયા રોડની કુલ ૭૧ કી.મી. લંબાઈ પૈકી ૬૬ કી.મી. લંબાઈનો રસ્તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ જાહેર કરવામાં આવેલ છે. જ્યારે પોરબંદર-ભાણવડ રસ્તાની કુલ ૪૦.૪ કી.મી. લંબાઈ પૈકી ૩૫.૩ કી.મી. લંબાઈનો રસ્તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કરવામાં આવેલ છે. સાથે જ પોરબંદર-રાણાવાવ ત્રણ પાટીયાની કુલ ૫૭.૧ કી.મી લંબાઈ પૈકી ૫૧.૯ કી.મી. લંબાઈને રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કરવામાં આવેલ છે. આમ આ ત્રણ રસ્તાઓની કુલ ૧૫૩.૨ કી.મી. લંબાઈને રાષ્ટ્રીય ધોરીમાર્ગ તરીકે જાહેર કરવામાં આવેલ છે.
