મેળામાં કરેલા સ્ટોલનો હીસાબ બીજા મેળા વખતે સજાના રૂપમાં મળ્યો
પોરબંદરમાં અનોખી દાસતાન મેળામાં કરેલા સ્ટોલનો હીસાબ બીજા મેળા વખતે સજાના રૂપમાં મળ્યો. નેગોશીએબલ ના કેસમાં સજા કરતી કોર્ટ.
ફરીયાદની વિગત મુજબ ફરીયાદી કાંતીલાલ બાબુલાલ બુધેચા દ્રારા આગલા વર્ષના મેળામાં આનંદકુમાર અરવિંદભાઈ નાંઢા સાથે ભાગીદારીમાં હાથીવાળુ ગ્રાઉન્ડ ” ફુડઝોન ” કરવા માટે ભાડે રાખેલુ હતું. અને તે સંબંધે ૭૦% ની રકમ ફરીયાદીએ ૩૦% રકમ આરોપીએ રાખવાની તેવુ નકકી થયેલુ હતું. અને સમગ્ર મેળા દરમ્યાન કેસ કાઉન્ટર તહોમતદારના પિતાશ્રી અરવિંદભાઈ સંભાળતા હતાં. અને તમામ રકમ તહોમતદાર પોતાના ધરે લઈ જતા હતાં. અને સંબંધેનો તમામ હિસાબ કિતાબ રાખવામાં આવતો હતો. અને મેળો પુરો થઈ ગયા બાદ હિસાબ કિતાબ કરતા અને ખર્ચની રકમ ચુકવાઈ જતા રૂા.૫, ૭૮,૦૪૭/- અંકે રૂપિયા પાંચલાખ ઈઠોતેરહજાર સુડતાલીસ પુરા ફરીયાદીએ લેવાના થતા હતાં. અને તે સંબંધેનો ચેક આરોપીએ પોતાના હસ્તાક્ષરમાં પોતાની સહી કરી ફરીયાદીને આપેલો હતો. અને તે ચેક પાછો ફરતા ફરીયાદીએ તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે પોરબંદરની કોર્ટમાં ફરીયાદ કરતા અને તે કેસમાં રેકર્ડ ઉપરનો પુરાવો તથા સાક્ષીઓની જુબાની ધ્યાને લઈ પોરબંદરના સેકન્ડ જયુ. મેજી. ફ.ક. શ્રી ચાવડા સાહેબ દ્રારા આરોપી આનંદકુમાર અરવિંદભાઈ નાંઢા ને ૬(છ) માસની કેદની સજા અને ૯% લેખે ચેકની રકમ ઉપરાંત વ્યાજની રકમ ચુકવવાનો હુકમ કરેલ છે. અને તે રીતે ગયા વર્ષના મેળામાં કરેલા ભાગીદારીના ધંધાનો હિસાબ કિતાબ આ વર્ષના મેળા દરમ્યાન નામદાર કોર્ટે ચુકાદો આપીને કરતા અને તે રીતે મેળાની કમાણી મેળામાં સમાણી તેવી રમુજ થયેલ છે. અને તે રીતે આ કામમાં નામદાર કોર્ટ દ્રારા સજા કરતા ભાગીદારીમાં ધંધો કરી અને પછી હીસાબનો ચેક આપી હીસાબ ન ચુકવતા લોકો સામે આ ચુકાદો ચેતવણી સ્વરૂપ છે.
આ કામમાં મુળ ફરીયાદી વતી પો૨બંદ૨ના જાણીતા એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી, અનિલ ડી. સુરાણી તથા જયેશ બા૨ોટ રોકાયેલા હતાં.