ક્રિકેટ જગત માં પોરબંદરનું ગૌરવ

પોરબંદર જિલ્લા ક્રિકેટ એસોસિએશન ના પ્રમુખ રણછોડભાઈ શિયાળ ની યાદી જણાવે છે કે અમારા PDCA ન યુવા ખેલાડી ભાર્ગવ સોનેરી ( under 16 ) સૌરાષ્ટ્ર ના ખેલાડી ને એમના સુંદર પરફોર્મન્સ ને કારણે BCCI ની “નેશનલ જુનિયર સિલેકશન કમિટી” દ્વારા સ્પિન બોલિંગ ન ખાસ ઓલ ઇન્ડિયા ના સમર કોચિંગ કેમ્પ મા મુંબઈ અથવા પુણે ખાતે સિલેક્ટ કર્યા છે, જે પોરબંદર ના ક્રિકેટ પ્રેમી જનતા માટે ખુબજ ખુશી અને આનંદ ના સમાચાર છે. આ સંદર્ભે પોરબંદર જીલ્લા ક્રિકેટ એસોસિએશન ના તમામ સભ્યો અને ખેલાડી ખૂબ અભિનંદન પાઠવે છે અને ખૂબ આગળ વધે એવી શુભેચ્છા પાઠવે છે.
Please follow and like us: