હિન્દૂ નવવર્ષની પ્રવેશ કુંડળીમાં જુઓ ગ્રહોની અસર -જ્યોતિષઆચાર્ય મહેન્દ્ર બોરીસાગર (પોરબંદર)

29 માર્ચ 2025 નો દિવસ જ્યોતિષ વિજ્ઞાન અને ખગોળશાસ્ત્રના વિદ્યાર્થી માટે ખૂબ જ મહત્વનો દિવસ છે.કારણ કે ભારતીય વૈદિક શાસ્ત્ર અનુસાર હિન્દુ નવું વર્ષ ચૈત્ર સુદ એકમ થી શરૂ થાય છે. આજ દિવસે એક સૂર્યગ્રહણ થવા જદ રહ્યું છે તેમજ, શનિ ગ્રહ પોતાની કુંભ રાશિ છોડી મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે.
આ ત્રિવિધ ઘટનાઓની સમગ્ર વિશ્વ અને માનવજાત પર કેવી અસરો થશે એ બાબતે, આપ સૌનું ધ્યાન દોરવા અને સચેત કરવા આ લેખ લખવા જઈ રહ્યો છું.
હિન્દુ સંવત ની નવા વર્ષની બનતી કુંડળી પ્રમાણે, આ દિવસે છ ગ્રહોની મહાયુતી મીન રાશિમાં થવા જઈ રહી છે.મીન રાશિ નું પ્રભુત્વ સમુદ્રો પર મહાસાગરો પર અને દરિયા કિનારે રહેલા શહેરો પર રહેલું હોય છે.આ મહા પુતિ થવાથી સમુદ્રોમાં તોફાન સુનામી જેવી ભયાનક ઘટનાઓ બનવાની સંભાવનાઓ રહેલી છે.
પુષ્કળ પ્રમાણમાં માછલીઓનો વિનાશ થવા જઈ રહ્યો છે.દરિયા કિનારે રહેલા મોટા શહેરો અને બંદરોને પારાવાર નુકસાન થવાની સંભાવના પણ રહેલી છે.દરિયાઈ યુદ્ધ તેમજ રાષ્ટ્ર અને રાજ્યો વચ્ચે પાણીને લઈને સંઘર્ષ થવાની સંભાવના રહેલી છે. નદીઓમાં ભારે પુર વાદળાઓનું ફાટવું તેમજ અનિયમિત વરસાદની પેટર્ન બનતા ગલ્ફ જેવા દેશોમાં ભારે વરસાદની સંભાવના રહેલી છે. બરફ આચ્છાદિત ગ્લેસીયરો ઓગળતા સમુદ્રની સપાટીમાં અચાનક વધારો થવાથી દરિયા કિનારે રહેલા શહેરો માટે હાલાકી સર્જાશે.
આ નવ વર્ષના રાજા તેમજ મંત્રી બંને સૂર્ય ગ્રહ હોવાથી સૂર્ય ગ્રહમંડળમાં ભયંકર વિસ્ફોટ અને એનર્જી ડિસ્ટર્બ થશે, સૂર્ય રાજાઓ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, પ્રધાનો અને ન્યાયાધીશો તેમ જ શાસકો માટેનો કારક ગ્રહ હોવાથી સમગ્ર વર્ષ શાસકો માટે ચેલેન્જ ભર્યું રહેશે.
-નેતાઓ ના પરસ્પર અહમને લીધે ત્રીજા વિશ્વયુદ્ધ જેવી સ્થિતિ સર્જાશે. ટ્રેડ વોર, વર્લ્ડ વોર અને, કોમ્યુનિકેશન વોર સમગ્ર વિશ્વને બાનમાં લે તેવી ઘટનાઓ સર્જાશે.
સાયબર ક્રાઈમ માં ખૂબ જ વધારો થતા લોકો પરેશાન થઈ જશે. આ વર્ષે રેકોર્ડ તોડ ગરમી પડતા લોકો ભારે હાલાકી અનુભવશે. જંગલોમાં વિકરાળ આગની ઘટનાઓ બનશે . વિશ્વના અનેક દેશોમાં તેમજ હિમાલયન એરિયામાં ટોર્નેડો, વાવાઝોડું, અતિવૃષ્ટિ, લાવારસ,
ધરતી કંપ ની શક્યતા જણાઈ રહી છે, કુદરતી આપત્તિઓ મોટા પ્રમાણમાં જોવા મળશે.તેમ જ વિશ્વમાં કોઈ મોટા નેતા ની હત્યા અથવા તો મૃત્યુ થવાથી રાજકીય અસ્થિરતા ઉભી થવાની સંભાવના રહેલી છે.
સિંહ લગ્નની કુંડળીમાં આઠમા સ્થાનમાં થતી આ મહાયુતિ ને લીધે સમગ્ર વિશ્વના શેરબજારોમાં પ્રેશર રહેશે તેમજ, કીમતી ધાતુઓમાં તેજી રહેશે.આ ઘટનામાં દ્વિતીય સ્થાન અસર પામતું હોવાથી સમગ્ર વિશ્વમાં આર્થિક મંદીની અસર વર્તાશે.અસંખ્ય લોકોની જોબ ઉપર ખતરો રહેશે.
શાસ્ત્રો અનુસાર સૂર્ય ગ્રહણની વધુ અસર અમેરિકા, કેનેડા, ગ્રીનલેન્ડ, નોર્વે, જાપાન, ઇસ્ટ આફ્રિકા ઉપર વધારે રહેશે. યુએસએ અને કેનેડા વચ્ચે ભારે સંઘર્ષ ની સંભાવના રહેલી છે. ડોનાલ્ડ ટ્રમ્પની કુંડળી પ્રમાણે તેમના પોતાના નિર્ણયો અમેરિકા માટે ઘાતક સાબિત થશે.
આઝાદ ભારત દેશની કુંડળી પ્રમાણે આર્થિક મંદીની શક્યતા જણાય છે પરંતુ, આ મહાયુતી લાભસ્થાનમાં થઈ -હોવાથી રાજકીય ક્ષેત્રે તેમ જ અધ્યાત્મિક ક્ષેત્રે સમગ્ર વિશ્વને ભારત માર્ગદર્શન પૂરું પાડશે તેમજ ભારત વિશ્વ ગુરુ ના પદ પર બિરાજમાન થવા જઈ રહ્યું છે.
અવકાશ અને રોકેટ સાયન્સના ક્ષેત્રમાં નવો આવિષ્કાર શોધાશે. એલિયન્સ ફરી એક વખત પૃથ્વી પર મુલાકાત બેશે તેવા સંકેતો જણાઈ રહ્યા છે. કોઈ નવા ગ્રહ કોઈ નવા ગ્રહ પર માનવજીવનની સંભાવનાઓની શક્યતાઓ જણાશે.
સ્વયમ શિસ્ત અને નૈતિક મૂલ્ય દ્વારા આધ્યાત્મિક ચેતનાના આંદોલનો વધુ મજબૂત બનશે. માનવતા વાદી સંગઠનો દ્વારા વધુ કલ્યાણકારી કાર્યો સક્રિય થશે.
આજથી શરૂ થતું નવું હિન્દુ વર્ષ આર્થિક સામાજિક પારિવારિક તંદુરસ્તી ની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વ માટે પડકાર જનક રહેશે. વ્યક્તિગત રીતે ગ્રહણની નેગેટિવ અસર ઘટાડવા માટે નીચે પ્રમાણે ઉપાયો નું શાસ્ત્રો દ્વારા વર્ણન કરવામાં આવ્યું છે.
- સૂર્ય મંત્ર, ગાયત્રી મંત્ર જાપ, અથવા તો આપણા આરાધ્યદેવ નો મંત્ર જાપ કરવો હિતકારક રહેશે.
- સૂર્યગ્રહણ મીન રાશિમાં થતું હોવાથી ગુરુ ગ્રહનું દાન એટલે કે પીળી વસ્તુઓનું દાન કરું ફાયદાકારક રહેશે. જરૂરિયાત મંદ લોકોને અન્ન વસ્ત્ર એવમ વિદ્યામાં વપરાતી વસ્તુ દાન કરવાથી લાભદાય રહેશે. * મીન રાશિ પગની કારક હોવાથી ચાલવાથી પદયાત્રા કરવાથી શનિદેવ વધુ મજબૂત બને છે.
*. પોતાની હેલ્થ અને વેલ્થ પ્રત્યે વધુ સાવચેત રહેવાનો આ સમય આપણને સીને નિર્દેશ કરે છે પ્રાણાયામ, ધ્યાન, પ્રાર્થના દ્વારા આંતરિક વિકાસ કરવાથી ગ્રહણની નેગેટિવ અસર ઘટાડી શકાય છે.
આ પડકાર જનક સમય શાંતિ પૂર્વક પસાર કરી શકીએ અને સમગ્ર બ્રહ્માંડ ના જીવોનું પરમ કૃપાળુ પરમાત્મા કલ્યાણ કરે તેવી મંગલ પ્રાર્થના સહ અભિલાષા રાખું કે, આપ સૌને આ લેખ ખૂબ ઉપયોગી નીવડે. સૌ વાચક મિત્રોને જય સોમનાથ.
મહેન્દ્ર આર. બોરીસાગર પોરબંદર