8 વર્ષ ની “માહેનૂર જીંદાણી” એ રમઝાન માસ ના તમામ રોઝા રાખી અલ્લાહ ની બંદગી કરી

પોરબંદરના અગ્રણી ફારૂકભાઈ સૂર્યા ની નવાસી એ કરેલ બંદગી ને બિરદાવી મુબારકબાદી પાઠવાઈ

“માહ-એ-રમઝાન” મુસ્લિમ સમુદાય માટે ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. “રમઝાન” મહિનામાં મુસ્લિમ સમુદાયના લોકો “રોઝા” રાખીને અલ્લાહની ઇબાદત કરે છે, જેમાં પુખ્તવય ના દરેક મુસ્લિમ ભાઈ-બહેનો માટે રોજ ફર્જ છે, અને બાળકો ને રોજા રાખવા ફરજીયાત નથી પરંતુ તેઓ નાની ઉંમરે જ ના રોઝા રાખવાની ખેવના અને શ્રદ્ધા ના કારણે અનેક બાળકો રોઝા રાખી અલ્લાહની બંદગી કરે છે ત્યારે આ રમઝાન માસમાં પોરબંદર મદ્રેસા ના ઓન. સેક્રેટરી, પાલિકાના પૂર્વ કાઉન્સિલર અને સામાજિક અગ્રણી ફારૂકભાઈ સૂર્યા ની નવાસી અને સુરેન્દ્રનગરના રહેવાસી માહેનૂર મનાન જીંદાણી એ માત્ર 8 વર્ષ ની ઉમર માં રમઝાન માસ ના આજે 29 રોઝા પુરા કર્યા અને તમામ રોઝા રાખ્યા છે.
ત્રણ વર્ષે આ બાળકી માહેનૂર એ તેના જીવનનો પ્રથમ રોઝો રાખ્યો હતો, અને હવે આ વર્ષે રમઝાન માસ ના તમામ રોઝા પરિવારજનો ની સાથે સાથે તમામ રોઝા રાખી ને પરીવાર તથા કુટુંબની ખુશીમાં વધારો કર્યો છે. માહેનૂર મનાન જીંદાણી ને માતા, પિતા, દાદા-દાદી, નાના-નાની, મામા મામી અને ભાઈ, સહીત પરિવારજનો એ મુબારકબાદી પાઠવી દુવાઓ થી નવાજેલ છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS Wordpress (0) Disqus ( )

error: Content is protected !!