માધવપુરના મેળામાં અમિતાભ બચ્ચન !!…..
સુપ્રસિદ્ધ અભિનેતા અમિતાભ બચ્ચનના પરિધાનમા સજ્જ કલાકારે આકર્ષણ જમાવ્યું : લોકોએ ઉત્સાહપૂર્વક સેલ્ફી- ફોટો લીધા
…….
માધવપુરના ભાતીગળ મેળામાં વિવિધ આકર્ષણથી લોકો થયા આનંદિત

માધવપુર ઘેડ ખાતે સરકાર દ્વારા આયોજિત ભાતીગળ મેળામાં ઠેર ઠેરથી લોકો પહોંચીને મેળાનો આનંદ લઇ રહ્યા છે, ત્યારે સુપ્રસિદ્ધ અભિનેતા અમિતાભ બચ્ચન જેવી કદ કાઠી અને પરિધાનમાં સજ્જ કલાકરે લોકામાં મારે આકર્ષણ જમાવ્યું હતું.
એક ભારત શ્રેષ્ઠ ભારતની થીમ પર યોજાઇ રહેલા મેળામાં જુદા જુદા રાજ્યોથી કલાકારો અને કારીગરો પહોંચ્યા છે ત્યારે મોળામા અમિતાભ બચ્ચનના પરિધાનમા સજ્જ કલાકારે લોકોનું ખૂબ મનોરંજન કર્યું હતું. માધવપુરનો મેળો માણવા આવેલા લોકોએ આ કલાકાર સાથે સેલ્ફી – ફોટો લેવા માટે પડાપડી કરી હતી. આમ, લોકોએ માધવપુરના મેળાનો આનંદ લુટ્યો હતો.
મેળામાં લોકો ખાણીપીણી, ખરીદી તેમજ મનોરંજન માણી શકે તે માટે કલાકારો મનોરંજનનો માહોલ જોવા મળી રહ્યોં છે. આમ, માધવપુરના મેળામાં જુદા જુદા આકર્ષણોથી લોકો આનંદિત થયા હતા.