ભાજપના સ્થાપનાદિન છઠ્ઠી એપ્રિલ ની ઉજવણી નિમિતે નેતાઓએ બળેજ ગામના કાર્યકર્તા ઓની મુલાકાત કરી

માધવપુર ઘેડ વિસ્તારનું બળેજ ગામ એ જૈન મંદિર અને માતાના મઢ પવિત્રધામ તરીકે પ્રખ્યાત છે આ ગામ પહેલેથી જ હિંદુત્વવાદી અને ભારતીય જનતા પાર્ટીનું સમર્થક રહ્યું છે અહીંના ખેડૂત અગ્રણી લીલાભાઈ પરમાર સંઘના સ્વયંસેવક ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના સિનિયર કાર્યકર્તા જેઓની પુન:નિમણૂક તાલુકા ભાજપના મહામંત્રી તરીકે થઈ છે.
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા અને જિલ્લા સંગઠન પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી જ્યારે માધવપુર ના મેળા ઉત્સવ આવ્યા ત્યારે ભાજપના સ્થાપનાદિન છઠ્ઠી એપ્રિલ ની ઉજવણી નિમિતે બળેજ ગામના કાર્યકર્તા ઓની મુલાકાત લઇ કરી હતી અને પોતે જ્યારે સંગઠન મહામંત્રી હતા તે વખતના સ્મરણો તાજા કર્યા હતા આ બળેજ શક્તિકેન્દ્ર ના તમામ બુથ પ્રમુખો દેવરાજભાઈ ઉલવા, બોઘાભાઈ ગોસીયા , ડાહ્યાભાઈ ઉલવા, ખીમાભાઈ વેગડા ઉપરાંત યુવા અગ્રણીઓ પ્રતાપ પરમાર,રાહુલ પરમાર અને યુવા ઉપપ્રમુખ વિજય પરમાર દ્વારા તેમનું ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું અને મહામંત્રી લીલાભાઈ પરમારના નિવાસસ્થાને કાર્યકર્તા બેઠક માં પરિચય અને સંગઠનાત્મક ચર્ચાઓ કરી હતી.
આ કાર્યક્રમમાં બળેજ અને ઘેડ વિસ્તારના આગેવાનો પણ જોડાયા હતા આમ નાનામાં નાના કાર્યકર સાથે પણ કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા નો નિકટનો નાતો આ મુલાકાતથી કાર્યકર્તાઓ અનુભવી રહેલ એમ એક અખબારી યાદીમાં પોરબંદર તાલુકા પ્રભારી વિજયભાઈ થાનકીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
