ભાણવડ માં આવેલ પ્રાચીન નવલખા મંદિર ઘૂમલી( અહેવાલ વીરદેવસિંહ પી. જેઠવા)

ભાણવડ માં આવેલ પ્રાચીન નવલખા મંદિર ઘૂમલી( અહેવાલ વીરદેવસિંહ પી. જેઠવા)

આ મંદિર દેવભૂમિ દ્રારકા જિલ્લામાં ભાણવડ તાલુકાથી 5 કિ.મી. પર ઘૂમલી ગામમાં આવેલું છે નવલખા મંદિર અગિયારમી-બારમી સદીનાં સૌરાષ્ટ્રના મંદિરોમાં એનાં સમૃદ્ધ અને નમૂનેદાર સ્થાપત્યને કારણે અનોખી ભાત પાડે છે.આ મંદિરમાં 64 સ્થંભો છે ગુજરાતભરના મંદિરોમાં સૌથી વિશાળ જગતી ધરાવતું આ મંદિર ૪૫.૭૨ x ૩૦.૪૮ મી.ની જગતી ઘૂમલીનાં ખંઢરમાં જીર્ણદશામાં હતુ હવે પુરાતત્વ વીભાગ દ્રારા પુનઃ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. પણ આડેધડ નિર્માણ ના લીધે ઘણું નુકશાન થયું છે અનેક સુંદર સ્તંભોવાળું અને પૂર્વકાળનું અદભુત શિલ્પકામ દર્શાવતું આ શિવાલયનુ મુખ્ય પ્રવેશ પૂર્વાભિમૂખ વાળું છે.મંદિરના બહારના ભાગમાં જે કોતરણી કામ છે તે આર્યોની પ્રાચીનકાળની યુદ્ધ-કળા કાવળ મલયુદ્ધ સંગીત વગેરે પ્રગડ કરે છે. આ વિશાળ જગતી ઉપર ચડવા માટેના પગથિયાં પાસે હાલ બે વિશાળ સ્તંભો ભગ્ન હાલતમાં આવે છે.અને નંદી પણ ભંગ્ન હાલતમાં છે સંભવ છે કે આ સ્તંભો ઉપર વિશાળ કિર્તિ તોરણ હશે પ્રદક્ષિણાપથયુક્ત ગર્ભગૃહ અને આગળ બે માળનો મુખમંડપ છે.મુખમંડપમાં પ્રવેશવા માટે.ત્રણ બાજુ શૃંગાર ચોકીઓ છે.મંડપનો મુખ્ય ચોક અષ્ટકોણ છે. આ મંદિરમાં દરેક સ્તંભ કલાત્મક રીતે કોતરેલા છે.મંડપના સ્તંભોની શિરાવટીઓ ક્રિર્તિમુખ, કિચક, હાથી, માનવમુખ, ઘોડેશ્વાર, હંસ, વૃષભ, મીન-યુગલ, સિંહમુખ, નારી, વાનર વગેરે શિલ્પો વડે અલંકૃત છે. તેનાં કિચક શિલ્પો પણ અપાર વૈવિધ્ય ધરાવે છે નાનુ ચોરસ ગર્ભગૃહ તેનીઆજુબાજુ ત્રણ દિશામાં પડતી ત્રણ બારીઓવાળો પ્રદક્ષિણાપથ ધરાવે છે. મોઢેરા અને રૂદ્રમાળનાં શિલ્પોની તુલનામાં આવી શકે એવા આ શિલ્પો ઘૂમલીની જાહોજલાલી અને જેઠવા વંશની કલાપ્રિયતાને ભાવ વ્યક્ત કરે છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!