24 જાન્યુઆરી નો દિવસ એટલે “ડ્રાઇવર ડે” પોરબંદર એસ ટી ડેપોના 24 ડ્રાઇવરો ને સન્માનિત કરાયા
24 જાન્યુઆરી નો દિવસ એટલે “ડ્રાઇવર ડે”
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આ દિવસની ભવ્ય ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવેલ હોઇ પોરબંદર એસ.ટી. ડેપો ખાતે પણ આજે 12: 00 કલાકે કલાકે “ડ્રાઇવર ડે” કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ હતું
પોરબંદર એસ. ટી. ટ્રાફિક ઇન્સ્પેક્ટર. એસ. જે. કડછા ના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જીલ્લા ટ્રાફિક PSI ચૌહાણ, ખાસ ઉપસ્થિત રહેલ હતા તેમજ આસી. ટ્રાફીક ઇન્સ્પેકટર એચ. એમ. રૂઘાણી, આસી. ટ્રાફિક ઇન્સ્પેકટર ડી.એન. મોઢવાડીયા, સંકલન સમિતિ ના હોદ્દેદારો, તથા બહોળી સંખ્યા માં ડેપોના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમ માં પોરબંદર ડેપો ખાતેની વર્ષ 2023 ની ફરજો દરમ્યાન સર્વ શ્રેષ્ઠ K.M.P.L. લાવનાર પ્રથમ, દ્વિતિય, તથા તૃતિય નંબરે આવનાર કુલ 3 ડ્રાઇવરો નું સન્માન કરી પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવેલ હતુ તેમજ નોકરીના પ્રથમ દિવસથી આજદિન સુધીમાં એક પણ અકસ્માત થવા પામેલ નથી તેવા પોરબંદર ડેપોના કુલ 24 ડ્રાઇવરોનું પણ સન્માન કરી તેમને વિભાગીય નિયામક શ્રી, જુનાગઢ વતી સન્માન પત્ર આપવામાં આવેલ હતા. તેમજ ડેપોના સર્વે ડ્રાઇવરો ને ફુલ આપી “ડ્રાઇવર ડે” ની શુભેચ્છાઓ પાઠવવા માં આવેલ હતી.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઊપસ્થિત રહેનાર જીલ્લા ટ્રાફિક પી.એસ. આઇ ચૌહાણ, સંકલન સમિતિના હોદ્દેદારો તથા ડેપો ના સર્વે કર્મચારીઓનો સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ. એમ. રૂઘાણી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવેલ છે. તેમજ ડેપો મેનેજર, દ્વારા હાલમાં ચાલી રહેલા “શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” મિશન અંતર્ગત મુસાફર જનતાને બસ સ્ટેન્ડ ખાતે તેમજ બસોમાં સ્વચ્છતા જાળવવા નમ્ર અપીલ કરવામાં આવી છે.પોતાની ફરજ દરમ્યાન એક પણ અકસ્માત થવા ના પામેલ હોય તેવા કુલ 24 ડ્રાઇવરો ને સન્માનિત કરવામાં આવેલા છે