પ્રોફેસર લલિત ચંદેના જન્મદિવસે હાર્ટફુલનેસ દ્વારા 10 મહાનુભાવોનું સન્માન

રાજકોટ, 28 મે:
આંતરરાષ્ટ્રીય હાર્ટફુલનેસ ધ્યાન પદ્ધતિ સંસ્થાની રાજકોટ સેન્ટરના સહયોગથી પ્રોફેસર લલિતભાઈ ચંદેના જન્મદિવસ નિમિત્તે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજકોટ શહેરમાં હાર્ટફુલનેસ ધ્યાનમાં નિસ્વાર્થ યોગદાન આપનારા 10 જેટલા મહાનુભાવોનું સન્માન – અભિવાદન કરવામાં આવ્યું હતું.

વિશ્વભરમાં જાણીતી હાર્ટફુલનેસ પદ્ધતિનો લોકો લાભ લઇ રહ્યા છે
આ સંસ્થા 160થી વધુ દેશોમાં કાર્યરત છે, જ્યાં લાખો લોકો નિઃશુલ્ક હૃદય આધારિત ધ્યાન પદ્ધતિથી આધ્યાત્મિક અને સંતુલિત જીવન જીવવા માટે પ્રેરિત થઈ રહ્યા છે. રાજકોટ શહેરમાં પણ અલગ-અલગ વિસ્તારમાં લોકો નિયમિત રીતે આ પદ્ધતિનો લાભ લઈ રહ્યા છે.
સન્માનિત મહાનુભાવોની યાદી
આ પ્રસંગે નીચેના મહાનુભાવોનું હાર્દિક અભિવાદન કરવામાં આવ્યું:
પ્રતાપભાઈ જાની (બાલમુકુંદ ગાર્ડન)
રમેશભાઈ અનડકટ (અમૃતેશ્વર ગાર્ડન)
નીતિનભાઈ પરીખ (મહાત્મા ગાંધી સ્કૂલ ટ્રસ્ટી)
નટુભાઈ ચંદારાણા (આશીર્વાદ કોમ્પ્લેક્ષ)
છાયાબેન દવે (આચાર્ય – અનિલ જ્ઞાનમંદિર)
ભાવનાબેન લીડીયા (આચાર્ય – મોડેલ સ્કૂલ)
પૂજાબેન ભટ્ટ (એનજીઓ – અપના ઘર)
રાજેશભાઈ મહેતા (રેસકોર્સ લાફિંગ ક્લબ)
મધુબેન ત્રિવેદી (શ્રી નાદ લાફિંગ ક્લબ)
કિશોરભાઈ રાઠોડ અને પ્રવીણભાઈ કાશીયાણી (યોગાચાર્ય)

દાજી ના વિઝન તરફ એક સુંદર પગલુ
આ કાર્યક્રમમાં હાર્ટફુલનેસના વૈશ્વિક ગાઈડ અને પદ્મવિભૂષણથી સન્માનિત પરમ આદરણીય દાજીનો “હર ઘર ધ્યાન, હર દિલ ધ્યાન” વિઝન-ચરીતાર્થ કરવા યથાશક્તિ યોગદાન આપતા તમામ સાધકો અને મિત્રોનો પ્રોફેસર લલિતભાઈ ચંદે એ હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે હાર્ટફુલનેસના નિઃશુલ્ક ધ્યાન સેવાને વધુને વધુ લોકોને પહોંચાડવા અનુરોધ કર્યો હતો.
આ સન્માન કાર્યક્રમમાં અન્ય વિશેષ મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા
આ વિશિષ્ટ પ્રસંગે દીપકભાઈ વ્યાસ, વોરા સાહેબ, પત્રકાર સુનિલભાઈ જોશી, રાજુભાઈ મહેતા, શુકેતુભાઈ વજીરિયા, નિમેશભાઈ ગોંડલીયા, ડૉ. ધીરુભાઈ ચંદે, તુષારભાઈ ચાણપુરા તથા નૂપુરબેન ગુપ્તા સહિતના અગ્રણીઓએ મહાનુભાવો એ સન્માન કર્યું હતું.
કાર્યક્રમમાં સંગીત અને રમૂજનો રંગ
જન્મદિવસ નિમિત્તે થયેલા ગેટ-ટુ-ગેધર કાર્યક્રમમાં તેજસભાઈ ત્રિવેદી, પૂરનભાઈ સોલંકી, વંદનાબેન રાવલ, ધર્મેશ રાઠોડ, વ્યોમ વસાવડા, બીપીનભાઈ ઠાકર તથા રમેશભાઈ આશાણી એ કરાઓકે સંગીત સાથે ગીતો અને ગઝલો રજૂ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા .

સંચાલન અને સહયોગી મંડળ
કાર્યક્રમનું સંચાલન જયકિશનભાઈ રામચંદાણી દ્વારા કરવામાં આવ્યું હતું. હાઉસી રમાડવાની મજેદાર જવાબદારી રમેશભાઈ અનડકટએ નિભાવી. કાર્યક્રમના સફળ આયોજનમાં જસ્મીનભાઈ ચંદે, ધર્મેન્દ્રભાઈ ધોળકિયા, અનિલભાઈ માવદીયા, પુજારા ભાઈ, તારકભાઈ સેતા, અમિત ગજ્જર, પરાગભાઈ ગોઘારી, જગદીશભાઈ કક્કડ, પરેશભાઈ પઢિયાર સહિતના મિત્રોનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું.
સુધીરભાઈ ભણશાલી અને હેમલત્તાબેન ગજેરાનું વિશેષ સન્માન પણ અનડકટ સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું.
પ્રોફેસર લલિતભાઈ ચંદેનો ભાવુક આભાર
કાર્યક્રમના અંતે પ્રોફેસર લલિતભાઈ ચંદે એ જન્મદિવસ નિમિત્તે મળેલી લાગણીસભર શુભેચ્છાઓ બદલ સૌનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને જણાવ્યું હતું કે – “હૃદયથી જીવેલી ક્ષણો જ સાચા જીવનનો સાર છે.”
