પોરબંદર દરિયા કિનારેથી 3.575 કિલો હસીસ (મારીઅજુઆના)નો જથ્થો કબ્જે

પોરબંદર કિનારે દરિયામાંથી 3.575 કિલો હસીસ (મારીઅજુઆના)નો જથ્થો કબ્જે
કિંમત અંદાજે રૂ. 3.86 લાખ, દરિયાકાંઠા પર સતર્ક પેટ્રોલિંગના પરિણામે પકડાઈ આવ્યો

પોરબંદર, તા. (05/06/2025):
પોરબંદરના ઓડદર ગામ નજીક દરિયાકાંઠે પેટ્રોલિંગ દરમ્યાન પોલીસ દળે દરિયામાંથી તણાઈ આવેલા મારીઅજુઆના (હસીસ)ના પેકેટો કબ્જે કર્યા છે. કુલ 2 પેકેટમાંથી 3.575 કિલોગ્રામ હસીસ મળી આવી, જેને બજાર કિંમત રૂ. 3,86,250/- જેટલી છે.

જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક  નિલેષ જાજડીયા, પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, તથા એસ.ઓ.જી. ઈનસ્પેક્ટર  વાય.જી. માથુકિયા અને પી.ડી. જાદવની સૂચના અનુસાર પોલીસને મળેલી ગુપ્ત માહિતી મુજબ, દેશવિરોધી તત્વો ભારત દેશમાં ડ્રગ્સ ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ ભારતીય સુરક્ષા એજન્સીઓની સતર્કતા અને દ્રઢતાથી આવા તત્વો સફળ ન બની શકતા હોય છે. આ કારણે તેઓ ડ્રગ્સ દરિયામાં ફેંકી દેતા હોય છે, જે દરિયાઈ પ્રવાહના કારણે કિનાર સુધી તણાઈ આવે છે.

તે અનુસંધાને દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. તેની એક કડી રૂપે, ઓડદર ગામ નજીક દરિયાકાંઠે પેટ્રોલિંગ દરમિયાન દરિયાની લહેર સાથે આવેલા બિનવારસુ પેકેટો મળ્યા હતા. તપાસ કરતાં તેમાં હસીસ (મારીઅજુઆના) ભરેલ હોવાનું બહાર આવ્યું.

આ અંગે પોરબંદરના હાર્બર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે.

કબ્જે કરાયેલ મુદામાલ:

હસીસ (મારીઅજુઆના) – 3.575 કિલો, બજાર કિંમત રૂ. 3,86,250/-

અભિયાનમાં રોકાયેલ અધિકારીઓ તથા કર્મચારીઓ:

PI વાય.જી. માથુકિયા

PI પી.ડી. જાદવ

ASI મહેબૂબખાન બેલીમ

પો.કો.: રવિભાઈ ચાઉ, દીપકભાઈ ડાકી, ભરતસિંહ ગોહિલ, હરદાસભાઈ ગરચર, ભીમભાઈ ઓડેદરા, દીલીપભાઈ મોઢવાડીયા, સરમણભાઈ ખુંટી

ડ્રા. પો.હેડકો.: ચંદ્રસિંહ જાડેજા

FSL અધિકારી: શ્રી અંકીત નારીયા (ઇન્વે વાન, પોરબંદર)

પોરબંદર પોલીસની જનતાને અપીલ: દરિયાકાંઠે રહેલા નાગરિકો, ખાસ કરીને માછીમાર ભાઈઓને અપીલ કરવામાં આવે છે કે, જો કોઈ પણ પ્રકારના શંકાસ્પદ પેકેટો કે બિનવારસુ ચીજવસ્તુઓ જોવા મળે, તો તરત નજીકના પોલીસ સ્ટેશન,
પોલીસ કંટ્રોલ રૂમ (0286-2240922) અથવા
કોસ્ટલ સુરક્ષા ટોલફ્રી નંબર 1093 પર જાણ કરવા વિનંતી છે.પોરબંદર પોલીસ વિભાગે જણાવ્યું છે

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!