લાયન્સ કલબ પોરબંદર દ્વારા ટીબી અંગેનો માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો
લાયન્સ કલબ પોરબંદર દ્વારા તા.18-12-2024 બુધવારના રોજ ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત રસિક બાપા રોટલા વાળા ટ્રસ્ટ સંચાલિત માતૃછાયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને ટીબી અંગેનો માર્ગદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવેલ.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ટીબી મુક્ત ભારત અંગેના અભિયાન અંતર્ગત
લાયન્સ કલબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન ઋષીતાબા પરમારના માર્ગદર્શન અનુસાર સેક્રેટરી લાયન હરદત્તપુરી ગોસ્વામી દ્વારા લાયન્સ કલબ પોરબંદર સંસ્થાનો પરિચય આપવામાં આવેલ ત્યારબાદ વિદ્યાર્થીઓને ટીબી અંગે સરળ ભાષામાં જાણકારી આપતા જણાવ્યું હતું કે વિશ્વની વસ્તીના 30 ટકા લોકો ટીબીથી પીડાય છે અને સમગ્ર વિશ્વના દેશોમાં ટીબીના દર્દીઓ માંથી 50% દર્દીઓ ભારત જેવા વિકાસશીલ દેશમાં છે અને દર વર્ષે 50% દર્દીઓ ટીબીથી મૃત્યુ પામે છે.દર વર્ષે એક કરોડ દર્દીઓ ભારતમાં નવા નોંધાય છે.
ટીબી રોગના નિવારણ માટે ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય ક્ષયરોગ નાબૂદીકરણ કાર્યક્રમ (NTEP)અંતર્ગત લેવામાં આવેલા વિવિધ પગલાંઓ પૈકી પોરબંદર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ દર્દીઓને વિનામૂલ્યે નિદાન તેમજ સારવાર પ્રાપ્ત થાય તેમજ અન્યને ચેપગ્રસ્ત ના કરે તે માટે, સઘન પ્રયાસ કરવા કામગીરી શરૂ કરવામાં આવી છે.
ભારતમાંથી વર્ષ 2025 સુધી ટી.બી. રોગ નાબૂદ કરવાનો લક્ષ્યાંક હોવાથી પોરબંદર જિલ્લાના 149થી વધુ ગામોમાં કોઇપણ વ્યક્તિને એક અઠવાડીયાથી ખાંસી આવતી હોય તથા સાથે ઝીણો તાવ આવતો હોય, વજન ઓછું થતું હોય તેવા તાલુકાના ગામોમાં છુપાયેલા આવા દર્દીઓને શોધી તેઓના ગળફાની તપાસ કરાવવી. જો ટી.બી. પોઝીટીવ હોય તો તેની સારવાર તાત્કાલિક શરૂ કરવી.
ક્ષય રોગથી ભયભીત થવા કરતા સમયસર સારવાર મળી જાય એ માટે નજીકના DOTS સેન્ટરનો સંપર્ક કરવો જોઈએ. હાલ પણ ક્ષયની સંપૂર્ણ સારવાર ઉપલબ્ધ છે.
જરૂર પડે ત્યાં સંપૂર્ણ તપાસ સાથેના કેમ્પ ગોઠવવા,ઘરે ઘરે જઈ આવા દર્દીઓની માહિતી એકઠી કરવી,સરકારી તંત્ર દ્વારા ટીબી રોગ વિશે મળતી અન્ય સહાય તેમજ તકેદારીના ભાગ રૂપે પરિવારના સભ્યોને ટીબી ના થાય તેની દવા આપવામાં આવશે.
લાયન્સ કલબ ગુજરાત દ્વારા આ માટે વિવિધ પ્રયાસો હાથ ધરાયા છે તેની પણ જાણકારી આપી હતી.
અંતે વિદ્યાર્થીઓને ટીબી વિશે પ્રશ્નો પૂછવામાં આવેલ જેના વિદ્યાર્થીઓએ સાચા જવાબ આપેલ હતા.
ભાવિષાબેન મોદી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં લાયન્સ કલબ પોરબંદરના સેક્રેટરી લાયન હરદત્તપુરી ગોસ્વામી, આચાર્યા ભાવિષાબેન મોદી,જેઠવા સોનલ બા,નિશા બેન, થાનકી ભાવિષા બેન, પિપરોતર ઉર્વશી બેન,જોષી હેતલ બેન, મઢવી હર્ષા બેન,ઉર્મિલાબેન, લોઢીયા અંજનાબેન તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.