પોરબંદરના એસ. ટી. રોડ પર આવેલ 118 વર્ષ પ્રાચીન શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં ભવ્ય હિંડોળા મહોત્સવમાં હરિભક્તો ભાવવિભોર


મંદિર ના મેનેજીંગ ટ્રસ્ટ્રી શેઠ ધીરુભાઈ અનંત રાય કામદાર અને તમામ ટ્રસ્ટ્રી ગણ ના માર્ગદર્શન થી ભાવિક યુવા હરિભક્ત ભાઈ- બહેનોના સંપૂર્ણ સહયોગ અને પૂર્ણ સહકારથી હિંડોળા મહોત્સવ ધામધૂમ પૂર્વક ભવ્ય રીતે ઉજવાય રહ્યો છે. પ્રતિ વર્ષ ની જેમ શ્રી બાળ ઘનશ્યામ પ્રભુને હૈયાં ના હિંચકે ઝૂલાવવા દરરોજ સાંજે વિશિષ્ટ ધૂન, કિર્તન, સંકીર્તન, હિંડોળા ના પદો ની સંગીત મય ભાવપૂર્ણ રજૂઆત અશ્વિનભાઇ મકવાણા, સતિષભાઈ મકવાણા, મિહિરભાઈ રાઠોડ, નરેન્દ્રભાઈ મામતોરા, ચેતનસિંહ પરમાર, મયંકભાઇ કામદાર, રમેશભાઈ મહેતા,પૂજારી હરજીભાઇ મહેતા, કનુભાઈ ધોળકિયા, પિયુષભાઇ ખૂંટી, નરેન્દ્રભાઈ મહેતા, રાજ દવે, શૌર્ય રાજ પરમાર, રાજ મહેતા, તથા સમગ્ર મહિલા મંડળ ઉત્સાહ પૂર્વક સામેલ થઈ રહ્યાં છે. દરરોજ હિંડોળા ના મનોરથી પરિવાર ના સભ્યો ના હસ્તે સંધ્યા મહા આરતી કરવામાં આવેછે.
સેવાભાવી, કર્મઠ, અને સમર્પિત યુવા હરિ ભક્તો દરરોજ મોડી રાત સુધી અથાક પરિશ્રમ કરી ક્લાત્મક, નયન રમ્ય અને રોશની થી ઝળ હતાં, ભવ્ય હિંડોળા શણગારવા આવે છે અને શ્રીજી મહારાજ અને સંતો -મહંતો નો રાજીપો મેળવી ધન્ય બની રહ્યાં છે.
હિંડોળા શણગારવા માટે મયંકભાઇ કામદાર, પ્રકાશભાઈ રાઠોડ, વનરાજસિંહ જાડેજા, તુષાર ભાઈ જોશી, રાજુભાઈ ભાઈ ભરડવા, ભગવાનજીભાઇ જોશી,રાજેન્દ્રભાઇ સોલંકી, પરેશભાઈ દવે, પૂજારી હરજીભાઇ મહેતા, હિતેષભાઇ મકવાણા, નરેન્દ્રભાઈ મહેતા, પિયુષભાઇ ખૂંટી, કમલેશભાઈ દવે,કનુભાઈ ધોળકિયા,સ્મિત જોશી, રાજ મહેતા, વગેરે જહેમત ઉઠાવી રહ્યાં છે.
પ્રતિ દિન હરિભક્તો ના મનોરથ મૂજબ પુષ્પો, સુકામેવા, લીલાં નાળિયેર, પવિત્રા,મયુર પંખ, ખારેક, લીલાં શાક ભાજી, ફ્રૂટ્સ, ખાજલી, વેફર્સ, ચોક્લેટ્સ, બિસ્કિટ્સ, રમકડાં, સ્ટેશનરી આઈટમ્સ, કંઠી- -માળા,અનાજ -કઠોળ, ફુગ્ગા,મકાઈ, વગેરે થી કલાત્મક રીતે શણગારવામાં આવે છે,
મંદિર ના મૂકસેવક હરિભક્ત પ્રકાશભાઈ રાઠોડ અને તેની સમગ્ર યુવા ટીમે તૈયાર કરેલા નૂતન હિંડોળા અને શ્રીજી મહારાજ ની લીલાં ને રજૂ કરતી “શિવલિંગ નો જલા ભિષેક “ના મૂર્તિ સ્વરૂપે ભારે આકર્ષણ જમાવ્યું છે.
દરરોજ મોટી સંખ્યામાં ભાવિક ભક્ત જનો અને હરિભક્ત ભાઇ -બહેનો દર્શનનો લાભ લઈ કૃતાર્થ થઈ રહ્યાં છે.
લી. ટ્રસ્ટી ગણ
શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર. પોરબંદર.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!