કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા ભાવનગર જિલ્લાના પ્રવાસે આજે તા. ૦૩ ઓગષ્ટના રોજ કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે કરશે પ્રવાસ

ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનનું કરાશે ફ્લેગ ઓફ

૧૧-પોરબંદર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય શ્રમ અને રોજગાર તથા યુવા બાબતો અને રમત ગમત મંત્રી  ડૉ. મનસુખ માંડવિયા આજે  તા.૩ ઓગસ્ટ રવિવારના રોજ ભાવનગર જિલ્લાના પ્રવાસે આવનાર છે. આ પ્રવાસ દરમિયાન તેઓ કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ સાથે સવારે ૧૦ વાગ્યે ભાવનગર ટર્મિનસ ખાતેથી ભાવનગર-અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે.

ત્યારબાદ બપોરે ૧૧ વાગ્યે તેઓ નવાગામ, ભાવનગર ખાતે આવેલ કન્ટેનર મેન્યુફેક્ચર યાર્ડની મુલાકાત કરશે. બપોરે ૧૨ વાગ્યે તેઓ વેપારી મહાજનો દ્વારા આયોજિત ‘વિકસિત ભારત સંવાદ’ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે ૩ વાગ્યે વૈષ્ણવ સમાજના સ્નેહમિલન સમારોહમાં શ્રી અશ્વિની વૈષ્ણવ સાથે શ્રી માંડવિયા ઉપસ્થિત રહેશે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!