ભારત કો જાનો ઓનલાઈન ગ્લોબલ ક્વિઝ 2022 માં પોરબંદરના વિજેતાઓને ચાંદીના સિક્કા તેમજ પ્રમાણપત્રથી સન્માનિત કરાયા
ભારત લેવલે 10 વિજેતા માંથી પોરબંદર ભારત વિકાસ પરિષદ પરિવારના બે સભ્યો વિજેતા બન્યા
ભારત લેવલે યોજાયેલ સ્પર્ધામાં દ્વિતીય ક્રમાંકે વિનેશગીરી બાબુ ગિરી ગોસ્વામી તથા પાંચમા ક્રમાંકે રૂપાબેન દીપેશભાઈ આડતીયા વિજેતા બન્યા
ગુજરાત લેવલે પ્રથમ ક્રમાંકે પોરબંદરના દિપેશ રમેશકુમાર આડતીયા તથા દ્વિતીય ક્રમાંકે પોરબંદરના જય દિનેશભાઈ લુકકા વિજેતા બન્યા
ભારત વિકાસ પરિષદ સંસ્થા દ્વારા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાના હેતુ અને નવી પેઢી ભારતીય સંસ્કૃતિના વિચાર અને સંસ્કારને આગળ વધારે તે હેતુથી ભારત કો જાનો ઓનલાઇન ગ્લોબલ ક્વિઝ 2022 ગત તારીખ 4/11/2022 ના રોજ સવારે 08:00 થી રાત્રિના આઠ સુધી હિન્દી તથા અંગ્રેજી માધ્યમમાં ઓનલાઈન યોજાઇ હતી જેમાં સ્પર્ધકો એ 15 મિનિટ સમય મર્યાદા માં 60 પ્રશ્નો વૈકલ્પિક જવાબો સાથે પૂછવામાં આવ્યા હતા જેમાં ભારત ભરમાથી મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો આ ઉપરાંત વિદેશમાં વસતા ભારતીયો એ પણ આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો આ સ્પર્ધાનું પરિણામ ગત ડિસેમ્બર 2022 માં જાહેર કરાયું હતું જેમાં પોરબંદરના લોકો વિજેતા થતા તેઓને ચાંદીના સિક્કા અને પ્રમાણપત્ર થી સન્માનિત કર્યા હતા
આ સ્પર્ધા નું પરિણામ ગત ડિસેમ્બર 2022 ના જાહેર કરાયું હતું જેમાં ભારત વિકાસ પરિષદના સભ્યો તથા અન્ય લોકો વિજેતા થયા હતા.જેમાં ભારત લેવલે પોરબંદરના ભારત વિકાસ પરિષદ ના સભ્યોએ પણ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં ભારત લેવલે પોરબંદરના ભારત વિકાસ પરિષદના વીનેશ ગીરી બાબુગીરી ગોસ્વામી ને દ્વિતીય ક્રમાંક તથા રૂપાબેન દીપેશભાઈ આડતીયા ને પાંચમો ક્રમાંક પ્રાપ્ત થતાં બંને વિજેતાઓને બે-બે ચાંદીના સિક્કા તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા
જ્યારે આ જ સ્પર્ધામાં ગુજરાત લેવલે પોરબંદરના દિપેશ રમેશભાઈ આડતીયા પ્રથમ તથા જય દિનેશભાઈ લુકકા દ્રિતીય ક્રમાંકે વિજેતા થયા હતા તેઓને એક એક ચાંદીનો સિક્કો તથા પ્રમાણપત્રથી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત અન્ય વિજેતાઓને પણ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા
વિજેતાઓનેવતારીખ 20 જાન્યુઆરી ના રોજ ભારત વિકાસ પરિષદ ના રાષ્ટ્રીય કક્ષાના હોદેદારો વિનોદ ભાઈ લાઠીયા,પ્રફુલભાઈ ગોસ્વામી તથા નરેન્દ્રભાઈ ભડારીયા અને જેઠસુરભાઈ ગુજરીયા ના વરદ હસ્તે પોરબંદર માં સન્માનિત કરાયા હતા . ભારત વિકાસ પરિષદના પ્રમુખ તથા સચિવ સહિત ભારત વિકાસ પરિષદના સભ્યો અને મિત્ર વર્તુળ દ્વારા વિજેતાઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા