“ચેન્નઈ ખાતે ઇન્ડિયા A-B અને C વચ્ચે જામશે જંગ પોરબંદરના વ્હીલચેર ક્રિકેટર ભીમાભાઇ ખૂંટી ઇન્ડિયા બી તરફથી રમશે.

“છેલ્લા એક દાયકાથી ભીમા ખૂંટી નો વ્હીલચેર ક્રિકેટ પર દબદબો”
આવનારી 5 ઓગસ્ટ થી 10 ઓગસ્ટ દરમિયાન તમિલનાડુ ના ચેન્નઈ ખાતે ઇન્ડિયા A-B અને ઇન્ડિયા C એમ ત્રણ ટીમો આમને સામને ટકરાશે. જેમાં ગુજરાત માંથી એકમાત્ર પોરબંદરના વ્હીલચેર ક્રિકેટર ભીમા ખૂંટી ની પસંદગી ઇન્ડિયા B માં થયેલ છે. તો આપણા પોરબંદર તેમજ ગુજરાત માટે ગૌરવની વાત કહેવાય.
ભીમા ખૂંટીએ પોતાની અટુટ મહેનતથી છેલ્લા એક દાયકાથી વ્હીલચેર ક્રિકેટ પર પોતાનો દબદબો કાયમી જાળવી રાખ્યો છે. ઘણા બધા નેશનલ અને ઇન્ટરનેશનલ રેકોર્ડ પણ ભીમા ખૂંટીએ પોતાના નામે કરેલ છે. અને ઘણા બધા દેશોમાં પણ ભીમા ખૂંટીને ભારતની વ્હીલચેર ક્રિકેટ ટીમ તરફથી રમવાનો મોકો મળ્યો છે જેમાં નેપાળ મલેશિયા બાંગ્લાદેશ અને દુબઈ જેવા દેશ સામેલ છે. અને લગભગ 50 જેટલી નેશનલ ટુર્નામેન્ટમાં પણ ભાગ લઈ ચૂક્યા છે.
અને છેલ્લા 9 વર્ષથી ગુજરાતની વિલચેલ ક્રિકેટ ટીમની કેપ્ટન તરીકેની જવાબદારી પણ નિભાવે છે.
આપણા પોરબંદરનું તો ભીમાભાઇ ઘરેણું કહેવાય કારણ કે છેલ્લા દસ વર્ષથી જે ભીમાભાઇએ પોતાની મહેનતથી નામ બનાવ્યું છે તે આપણે સૌ જાણીએ છીએ.
કારણ કે ભીમા ખૂંટીના ફોટા તમને દરેક સેલિબ્રિટી સાથે જોવા મળશે પછી તે મોટા મોટા સ્ટાર ક્રિકેટર હોય કે રાજકીય વ્યક્તિ હોય અથવા તો ફિલ્મી દુનિયાના કોઈ સુપરસ્ટાર હોય તે બધાએ ભીમાભાઇની મહેનતને બે મોઢે વખાણ કર્યા છે જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, આર અશ્વિન, સૂર્યકુમાર યાદવ અને જાડેજા જેવા સ્ટાર ક્રિકેટરો તેમજ ફિલ્મી દુનિયાના કિંગ ખાન એટલે આપણા શાહરૂખ ખાન તેમજ રાજકીય વ્યક્તિઓમાં આપણા પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી હોય કે આપણા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ તેમજ ઘણા બધા લોકોએ ભીમાભાઇ ને રૂબરૂ મળીને શુભેચ્છાઓ પાઠવી છે તેના આપણે સૌ સાક્ષી છીએ.
ભીમાભાઇ સાથે જ્યારે અમારી વાત થઈ ત્યારે થોડા દુઃખી થઈને ભીમાભાઇએ જણાવ્યું હતું કે મેં મારી મહેનતમાં ક્યારેય કોઈ કશાસ રાખી નથી એટલે જ મેં એટલા બધા અજીવમેન્ટ હાંસિલ કર્યા છે. ભીમાભાઇ વધુમાં જણાવ્યું હતું કે આટલા બધા અચીવમેન્ટ પછી પણ સપોર્ટ ના મળે એટલે થોડું દુઃખ થાય છે કારણ કે બીજા રાજ્યના ખેલાડીઓને પોતાના રાજ્ય તથા જિલ્લામાંથી ભરપૂર સપોર્ટ મળે છે ત્યાંના લોકલ બિઝનેસમેનો તથા નાની મોટી કંપનીઓ ખેલાડીઓને ભરપૂર સપોર્ટ કરે છે અને ઘણા બધા ખેલાડીઓને પોતાના જિલ્લામાંથી સ્પોન્સરશિપ પણ મળેલ છે પણ મને ગુજરાત કે મારા પોરબંદર માંથી જે સપોર્ટ મળવો જોઈએ તે મળતો નથી એટલે હું પણ થોડો નિરાશ થઈ જાઉં છું.
અને ઘણા બધા લોકોને ખબર નહીં હોય કે હું બંને પગે દિવ્યાંગ છું મતલબ હું બિલકુલ ચાલી શકતો નથી એટલે ટોટલી વિલચર પર જ છું તો વિલચેર પર ઇન્ડિયામાં ટ્રાવેલિંગ કરવું કેટલું મુશ્કેલ હોય તે મને જ ખબર હોય. અને મારી સાથે એક કિટબેગ હોય અને એક હેન્ડબેગ હોય અને તે પણ બસ અને ટ્રેનની સફર હોય ત્યારે એક વ્હીલચેર યુઝરને કેવી હાલત હોય તે હર કોઈને ના ખબર હોય કારણ કે ના તો બસમાં છડવા માટેનો રેમ્પ હોય ના તો ટ્રેનમાં હોય એટલે તમે સમજી શકો કે એક વ્હીલચેર યુઝરને સ્ટેપ ચડવું કેટલું મુશ્કેલ હોય તે પણ વ્હીલચેર સાથે હોય એટલે આ ત્રણ ત્રણ વસ્તુ સાથે હોય અને તમારે બસ અને ટ્રેનના પગથિયાં ચડવાના હોય તો કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તે એક વ્હીલચેર યુઝરને જ ખબર હોય.
“એક દિવ્યાંગની આટલી બધી સિદ્ધિઓ જોયા પછી પણ આપણે સપોર્ટ કરવા ક્યારે આગળ આવશું ?”
ભીમાભાઇ પાસેથી આ બધી વાતો જાણીને એમ કહેવાનું મન થાય છે કે આપણા ભીમાભાઇ ખૂંટી તો એક ફાઈટર છે તે ક્યારેય હાર માનવા તૈયાર નથી.તો આપણે પણ ભીમાભાઇ પાસેથી ઘણું બધું શીખી શકાય અને ભીમાભાઇ તો આપણા પોરબંદરના પ્રેરણા ના સ્ત્રોત કહેવાય તો ચાલો આપણે પણ પોરબંદરના સ્ટાર દિવ્યાંગ ક્રિકેટરને સપોર્ટ કરીને આગળ વધારવામાં મદદરૂપ થઈએ.
ભીમાભાઇને આ ટુર્નામેન્ટ માટે શુભેચ્છાઓ પાઠવવા નીચે આપેલા નંબરમાં મેસેજ કરી શકો છો +91 97267 29731
