મિલ્કત જર્જરીત હોય તો મકાન માલીક મિલ્કત પાડી શકે મહાલક્ષ્મી મંદિર વાળી મિલ્કતમાં પોરબંદર કોર્ટનો મહત્વનો ચુકાદો.

પોરબંદરમાં અનેક મિલ્કતો જર્જરીત આવેલી છે. અને પોરબંદરમાં અગાઉ ભૂકંપ, વાવાઝોડા તથા અતિવૃષ્ટિ થયેલી હોય અને તેના કારણે મિલ્કતો જર્જરીત બની ગયેલી હોવાના કારણે ગમે ત્યારે પડી જાય તેમ હોય તેના કારણે પોરબંદર મહાનગરપાલિકા દ્રારા જુનવાણી અને જર્જરીત મિલ્કતો અન્વયે નોટીસો કાઢતા તે મુજબ પોરબંદરના એમ. જી. રોડ ઉપર આવેલા મહાલક્ષ્મી માતાજીના મંદિર ના ટ્રસ્ટીઓને પણ નોટીસ આવતા તેથી બે ભાડુઆતો જેમાં (૧) હરીદાસ કુરજી લાખાણી ના વારસો તથા (૨) કાલીદાસ જીવનદાસ મોઢા ના વારસો મંદિરની અંદર વખારો ધરાવતા હોય તે બિલ્ડીંગ સાવ જર્જરીત થઈ ગયેલ હોવાના કારણે નોટીસ આવ્યા બાદ તે પાડવાનું શરૂ કરેલુ હતું. પરંતુ ત્યારબાદ મહાનગરપાલિકા દ્રારા કોઈપણ જાતના કારણો વગર ભાડુઆતના વારસ હાર્દિકભાઈ લાખાણી અગાઉ ભાજપ ના નગ૨પાલિકાના સભ્ય હોય તેથી બાંધકામ તોડી પાડવાની કામગીરી અટકાવી દેવા માટે નગરપાલિકાને નોટીસ કરતા કામ અટકાવી દીધેલ હતું. અને ત્યારબાદ બંને ભાડુતો ના વારસોએ પોરબંદરની કોર્ટમાં બે અલગ અલગ દાવાઓ કરતા તેમાં મહાલક્ષ્મી મંદિર ના ટ્રસ્ટીઓ હર્ષદ દવે તથા દિનેશ ત્રિવેદી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ લાખાણી હાજર થયેલા હતાં. અને વિગતવાર જવાબ રજુ કરેલો હતો. અને તે દરમ્યાન મહાનગરપાલિકા દ્રારા મિલ્કત પાડી નાખવાનો હુકમ કરતા બંને ટ્રસ્ટીઓએ કાયદાને માન આપી મિલ્કત પાડી નાંખેલી હતી. અને તે દરમ્યાન બંને દાવાઓમાં મિલ્કત પાડે નહીં તેવી મનાઈ હુકમની માંગણી કરેલી હોય પરંતુ એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્રારા વિગતવાર દલીલ કરી અને માતાજીના મંદિરમાં હજારો ભકતો દર્શન કરવા આવતા હોય અને જો મિલ્કત પડી જાય તો દર્શનાર્થીઓના મૃત્યુની સંભાવના રહેલી હોય અને મોરબી પુલ દુર્ઘટનામાં ઓરેવા કંપનીના માલીક જયસુખભાઈ પટેલને પોતે ટ્રસ્ટી હોવાના નાતે જ પુલ દુર્ઘટનામાં થયેલા મૃત્યુ સંબંધે જેલમાં જવુ પડેલુ હોય અને તે રીતે જો હાલના કસ્સામાં પણ કોઈ આવો બનાવ બને તો ટ્રસ્ટીઓએ વાંક ગુન્હા વગર જેલમાં જવુ પડે અને કોર્પોરેશન એ સરવે કરાવીને જ જયારે હુકમ કરેલો હોય ત્યારે તે પણ કાયદાથી રચાયેલી ઓથોરીટી હોય અને તેનુ પાલન કરવુ તે દરકે નાગરીકની ફરજ હોય અને તે રીતે જર્જરીત મિલ્કત પાડી નાંખેલી હોય અને ભાડુઆત દ્રારા સાવ નજીવુ ભાડુ એટલે કે, ત્રણ રૂપિયા અને દશ રૂપિયા જેવુ ભાડુ આપતા હોય અને આવા નજીવા ભાડામાં મંદિરને લાખો રૂપીયા નો ખર્ચ રીપેરીંગમાં કરવો પોશાઈ નહીં તે સંબંધે વિગતવાર દલીલ કરતા પોરબંદરના એડીશ્નલ સીવીલ જજ કોમલમેડમ રાઠોડ દ્રારા કાયદાની જોગવાઈઓ ઘ્યાને લઈ બંને દાવાઓમાં મનાઈ હુકમની અરજીઓ રદ કરેલ છે. અને આ કેસમાં એડવોકેટ ભરતભાઈ લાખાણી એ મંદિર હોવાના નાતે કોઈપણ જાતનો ચાર્જ લીધા વગર કેસ લડી આપતા હોય તેથી તે પોરબંદર માટે ગૌરવની વાત કહેવાય.

આ કામમાં પ્રતિવાદી મહાલક્ષ્મી માતાજી મંદિર વતી પોરબંદરના જાણીતા એડવોકેટ શ્રી દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી. લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા, નવધણ જાડેજા, ભુમી વરવાડીયા, ચાંદની મદલાણી, ભાવના પારધી, રમેશ ગોઢાણીયા રોકાયેલા હતાં.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!