શિક્ષક દિન : શિક્ષણ પરંપરાને ઉજાગર કરવાનો દિવસ

(પોરબંદર ની ડો વી. આર ગોઢાણીયા બી. એડ. કોલેજના ડાયરેક્ટર ડો. ઈશ્વરલાલ ભરડા એ આજે તા 5-9-25 શુક્રવાર ના રોજ શિક્ષક દિન છે વિશ્વ વિભૂતિ ડો, રાધા ક્ર્ષ્ણન નો પ્રા સંગિક લેખ અત્રે પ્રસ્તુત છે )

પોરબંદર: મહાન વિશ્વવિભૂતિ ડો. રાધાકૃષ્ન ન આપણી શિક્ષણ પરંપરાના પ્રહરી હતા,વિશ્વના તત્વચિંતકો અને દાર્શનિકોમાં તેઓ શિરમોર હતા,ઋષિ પરંપરા ને અનુસરનાર ડો,રાધાકૃષ્ણન ની આગવી ઓળખ એટલે શિક્ષક….તેમનામાં એક શિક્ષક હમેશા ઉન્નતસ્થાને બિરાજમાન છે. અમેરિકન પ્રમુખ વિલ્સન શિક્ષક હતા,આય ર લેન્ડ ના પ્રમુખ ડો.વાલેરા ગણિત શિક્ષકહતા .ઝેકોસ્વા વેલિયા નાપ્રથમ પ્રમુખ જ્હોન મસારિક શિક્ષક હતા.પરંતુ એ સૌની શિક્ષક તરીકેની ઓળખ ભૂંસાઈ ગઈ તેમની માત્ર રાજકીય ઓળખ જીવત બની.

ડો.રાધાકૃષ્ણ ન રાષ્ટ્રપતિ પદ મેળવ્યા પછીપણ તે શિક્ષક રહ્યા. વિદ્યાર્થીઓએ તેમના જન્મદિવસ ને ઉજવવાનું નક્કી કર્યું ત્યારે. ડો રાધા કૃષ્ણ ન ને પોતાનો જન્મદિવસ “શિક્ષક દિન” તરીકે ઉજવાય તેવ અપેક્ષા વ્યક્ત કરી તેથી પાંચમી સપ્ટેમ્બર” શિક્ષક દિન તરીકે પ્રતિ વર્ષ ઉજવાય છે. આ દિવસ શિક્ષણ પરંપરાને ઉજાગર કરવાનો દિવસ બને તો?……

ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન ને શિક્ષક પિતા વીર સ્વામી ઉટ્યા નો ઉત્તમ વારસો પ્રાપ્ત થયો હતો.તેઓ શિક્ષક પુત્ર હોવાનું ગૌરવ અનુભવતા હતા. તેમનો જન્મ તામિલનાડુની રાજધાની ચેન્નઈ થી 40 માઈ લ દૂરના ગામ તિરૂતાની માં પાંચમી સપ્ટેમ્બર 1888 ના રોજ થયો હતો.વડવાઓ નું ગામ તો “સર્વપલ્લી” જે પછી કુળ નું નામ બની રહ્યું. નિમ્ન મધ્યમ વર્ગી બ્રાહ્મણ કુટુંબમાં આ બાળકને તેમના તહે સીલ દાર પિતા ભણાવવાને બદલે મંદિરના પૂજારી બનાવવા માગતા હતા. પણ તેઓ ભણી ગણીને હિંદુ તત્વજ્ઞાનના મહાન વિદ્વાન અને મુઠ્ઠી ઊંચેરા દાર્શર્નિક બન્યા.ડો.રાધાકૃષ્ણન નું સંઘળું શિક્ષણ ખ્રીસ્તી મિશનરી શાળા- કોલેજમાં થયું અને પછી તેઓ”ઘી હિન્દુ વ્યુ ઓફ લાઇફ” જેવો ગ્રંથ રચી શક્યા તેમાંખ્રિસ્તિ મિ શનરી શિક્ષણ સંસ્થાઓના મુક્તવાતાવરણને યસ અપાઈ છે. તો મિશનરી શાળાઓમાં હિન્દુ ધર્મને ઉતરતો ધર્મ તરીકે ભણાવાતો હતો.તેની કિશોર- યુવાન રાધાકૃષ્ણન ના ચિત્ત પર છાપ નું ડેલી પર પડેલી છાપનું પરિણામ પણ માનવામાં આવે છે.

મદ્રાસનીચેન્નઈ ની ક્રિશ્ચયન કોલેજમાં દર્શનશાસ્ત્ર વિષયમાં એમ. એ. ની પદવી પ્રથમ ક્રમે પ્રાપ્ત કરી હતી. ગરીબી તેમને પણ ન ડતી હતી. પિતાના શિક્ષકત્વ નું મૂલ્ય તેમણે ક્યાંય ઓછું આંક્યું નથી તેમણે “એથીક ઓફ વેદાંત ” વિષય ઉપર લખેલ પ્રથમ નિબંધ ઉત્તમ કક્ષાનો નિવડતા લેખન પ્રવૃત્તિ માટે તેમને પ્રોત્સાહન અને પ્રેરણા મળી.

માત્ર 20 વર્ષની ઉંમરે ઈ. સ.1908 માં ચેન્નઈ ની પ્રે સિડેન્ટ કોલેજમાં દર્શન શાસ્ત્ર, તર્ક શાસ્ત્ર અને ગણિતના શાસ્ત્ર અને ગણિત ના અધ્યાપક તરીકે શિક્ષણ જગતમાં અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ અને વ્યાખ્યાન પદ્ધતિથી ખ્યાતિ પામ્યા. વિદ્યાર્થીઓના હૃદયમાં સ્થાન મેળવ્યું.દરેક વિદ્યાર્થીને વ્યક્તિગત નામથી ઓળખતા. વિદ્યાર્થીઓ માટે તેમના ઘરના દ્વાર કાયમી ખુલ્લા રહેતા તેથી વિદ્યાર્થીઓમાં પ્રિય થઈ પડ્યા. અન્ય વિષયના વિદ્યાર્થીઓ તેમના વ્યાખ્યાનો સાંભળવા આવતા તેઓ આદર્શ ગુરુમૂર્તિ બન્યા.

ડો.રાધાકૃષ્ણ ન ના પૂર્વજો સર્વપલ્લી ગામના હોવાથી તે ગામને કાયમ યાદ રાખતા તેમણે તેમના નામની આગળ ગામનું નામ “સર્વપલ્લી” ધારણ કર્યું 40 વર્ષે શિક્ષણ કાર્ય કરીને ખ્યાતિ મેળવી. તત્વજ્ઞાનના વીઝીટીંગ પ્રોફેસર તરીકે દેશ- વિદેશની યુનિવર્સિટીઓમાં શિક્ષણ કાર્ય કર્યું.યુનેસ્કોને કારોબારી સમિતિના અધ્યક્ષ, રાજદૂત,કુલપતિ, ઉપરાષ્ટ્રપતિ,તેમજ રાષ્ટ્રપતિ પદ પામ્યા. શ્રી જવાહરલાલ નેહરૂ. શ્રી લાલ બહાદુર શાસ્ત્રી અને શ્રી ઇન્દિરા ગાંધી વગેરે વડાપ્રધાન ની સાથે કાર્ય કરવાનો લાભ મળ્યો.

તેઓ રાષ્ટ્રપતિ ના પગાર માંથી માત્ર 25%જ પગાર લેતા.તેમની તેમની ઉચ્ચતાની કદરરૂપે ટે મ્પ લ્ટન ( ₹1,00,000) જેવા પારિ તોષિક પ્રાપ્ત થયાં, વિશ્વના વિવિધ 13 દેશોએ તેમને ડોક્ટરેટ ની પદવી થી નવાજવામાં આવ્યા. 1971 માં” ભારતરત્ન પુરસ્કાર” મળ્યો.17 એપ્રિલ 1975 ના રોજ નિધન થયું.

સાચા શિક્ષકને તેનો વિદ્યાર્થી કાયમી પોતાના હૃદયમાં સાચવી રાખે છે. પૂર્વ રાષ્ટ્રપતિ સદગત ડો. શંકર દયાળ શર્મા નો એક પ્રસંગ યાદ આવે છે…. ડો શંકરદયાળ શર્મા રાષ્ટ્રપતિ તરીકે ઓમાનની મુલાકાતે ગયા. ઓમાનમાં આવતા કોઈપણ રાજદ્વારી પુરુષનું સ્વાગત કરવા સુલતાન એરપોર્ટ પર જતા નથી આ ત્યાંનો પ્રોટોકોલ છે.પણ તમામ પ્રોટોકોલ એક બાજુ મૂકીને સુલતાન કાસુબ બિન સઈદ અલ સ ઈ દ ખુદ ડો. શંકર દયાળ શર્મા ને એરપોર્ટ પર લેવા ગયા.આ ઉપરાંત રાષ્ટ્રપતિડો.શર્મા જે કારમાં બેઠા હતા તેના ડ્રાઇવરની સીટ ઉપર સુલતાન ગોઠવાઈ ગયા. અને કાર ચલાવીને પોતાના મહેલે લઈ ગયા. ઓમાનના સત્તાધીસો આ જોઈને અવાંક થઈ ગયા. એ પછી સુલતાન ને ને સૌના આશ્ચર્ય ને સમજાવતા જણાવ્યું કે,હું ઓમાન ના સુલતાન તરીકે ભારતના રાષ્ટ્રપતિનું સ્વાગત કરવાનો ન હોતો ગયો. પણ તેમના એક વિદ્યાર્થી તરીકે મારા શિક્ષક રહેલા ડો શર્મા સાહેબનું અભિવાદન કરવા ગયો હતો. હું પુનામાં ડોક્ટર ડો. શંકર દયાળ શર્મા પાસે ભણ્યો છું.અને આજે મારા ગુરુ મારા ઘરે આવે છે ત્યારે સન્માનપૂર્વક લઈ જવા મારી શિષ્ય તરીકે ફરજ છે.

આવો જ એક પ્રસંગ પોરબંદરના મહારાણા નટવરસિંહ નો છે. કવિ નાનાલાલ 1918માં કાઠીયાવાડ એજન્સીના શિક્ષણ નિયામક નિમાયા ત્યારે તેઓ પોરબંદરના નિરીક્ષક તરીકે ગયેલા દરબારીઓએ મહારાજા નટવરસિંહ જી ને કહ્યું. ” નાનાલાલ એ માત્ર શિક્ષણ અધિકારી છે. અને પોટોકોલ અનુસાર આપે એનું સ્વાગત કરવા જવાનું ન હોય. અમે એમનું સ્વાગત કરી લઈશું . રાજવી નટવરસિંહજી એ કોઈ જવાબ ન આપ્યો. પણ બધા આશ્ચર્ય વચ્ચે ટ્રેન આવવા ના સમયે મહારાજા શ્રી નટવરસિંહજી રેલવે સ્ટેશને આવ્યા. અને વંદનપૂર્વક કવિ નાનાલાલ નું સ્વાગત કર્યું.

આ અંગેરાજવી શ્રી નટવરસિંહજી એ દરબારીઓને કહ્યું કે કવિ નાનાલાલ એજન્સીના શિક્ષણ અધિકારી પછી છે. પ્રથમ એ મારા ગુરુ છે. હું રાજકોટની રાજકુમાર કોલેજમાં એમની પાસે ભણ્યો છું. એ મારે મારા આંગણે આવે ત્યારે મારેંજ સ્વાગત કરવું જોઈએ. આ પ્રસંગ સૂ ચવે છે કે, શિક્ષકનું તપ ક્યારેય એળે જતું નથી. શિષ્યમાં એ હંમેશા રોપાતું હોય છે અને તેનું ફળ સમાજને મળ્યા કરે છે.

શિક્ષકમાં અસીમ સામર્થ્ય છે. એણે એની બધી શક્તિઓને નીચોવી પથ્થરમાંથી શિલ્પ કંડા રવાનું છે. જો એ વિદ્યાર્થીઓને એવી રીતે કેળવે છે જેથી વિદ્યાર્થીઓમાં શરીરમાં તાકાત, સ્વભાવમાં અનુશાસન,વૃત્તિ માં વિજય,અને હૃદયમાં ભક્તિ આ ચાર ગુણોનું નિર્માણ કરે તો બેડો પાર થઈ જાય!! આચાર્ય ચાણક્યના ઉદગાર પ્રમાણે “,શિક્ષક પ્રલય અને નિર્માણ બંનેનું સામર્થ્ય કેળવે અને સાચા અર્થમાં રાષ્ટ્રનો ઘડવૈયો બને તેં આ બને તે આવશ્યકતા છે.

ડો.રાધાકૃષ્ણ ન કોરા વિદ્વાન કે નીરસ શિક્ષક નહોતા. તેઓ વિદ્યાર્થીપ્રિય શિક્ષક હતા. શું દેશમાં કે શું વિદેશમાં તેઓ હંમેશાં વિદ્યાર્થીઓના પ્રતિપાત્ર રહ્યા હતા..અઘરો મુદ્દો અને જટિલ વિષય તેઓ સરળતાથી અને રસપૂર્વક વિદ્યાર્થીને સમજાવી શકતા હતા. તેમના વર્ગો ખંડો વિદ્યાર્થીઓ થી ચિક્કાર રહેતા તેનું મુખ્ય કારણ હતું.શિક્ષણ અનેસમાજ ડો.રાધાકૃષ્ણન ના જીવન સાથે સતત વણાયેલા રહ્યા.

આઠમી ઓક્ટોબર 1955 ના રોજ ઉપરાષ્ટ્રપતિ શ્રી રાધા ક્ર્ષ્ણ ન ને ગુજરાત યુનિવર્સિટીના પદવીદાન સમારંભ દીપાવ્યો હતો તે પ્રસંગે દીક્ષાંત પ્રવચન આપતા તેમણે કહ્યું હતું કે,” મારા જીવનના 40 થી વધારે વર્ષો હું શિક્ષક રહ્યો છું. અને તમને કહેવા માગું છું કે વિદ્યાર્થીઓમાં બુનિયાદી કોઈ જ ખરાબ નથી. આપણે તેમને તક જ આપતા નથી. જે એમનો અધિકાર છે. મોટા-મોટા બંધો બાંધવાનો કોઈ અર્થ નથી જો આપણે જે માણસો પેદા કરીશું તો ન તે નાના હશે, “

અમદાવાદમાં મહાત્મા ગાંધીજીએ સ્થાપેલી ગૂ જરાત વિદ્યાપીઠ ના વાર્ષિક પદવી સમારંભમાં 18મી ઓક્ટોબર 1966ના રોજ રાષ્ટ્રપતિ ડો.શ્રી રાધાકૃષ્ણન પધાર્યા હતા. ગૂ જરાત વિદ્યાપીઠમાં તેમણે જે પ્રેરક પ્રવચનઆપેલું તેમાં કહ્યું હતું કે, આપણી કેળવણી એવી હોવી જોઈએ કે, જે આપણા સમાજમાં એક- એક મનુષ્યને નિર્ભય બનાવે, હૃદયને વજર જેવું દ્રઢ, બનાવે, અને તેના જીવન ને સત્ય નિષ્ઠ બનાવે, બૌદ્ધિક અભિપ્રાય નું રૂપાતર પ્ર જ્જવલિત એવી સ્થિર પ્રતિતી માં થવું જોઈએ, જીવન્ત શ્રદ્ધા બની રહેવી જોઈએ. દીવડા કેવા છે એ મહત્વનું નથી.

ઉગતી પેઢીના ઘડતરનો અને રાષ્ટ્રના નિર્માણ નો શિક્ષકનો વ્યવસાય તેજસ્વી, યશસ્વી બની રહે…વિદ્યાર્થીઓના જીવનને નવી દિશા અને દ્રષ્ટિ આપવા સૌ સંકલ્પબદ્ધ બને, તો” શિક્ષક દિન” સાચા અર્થમાં ડો રાધાકૃષ્ણન ને તેમના જન્મદિને સાચી શ્રદ્ધાંજલિ આપી ગણાશે.” શિક્ષક દિન “શિક્ષણ પરમ્પરા ને ઉજાગર કરવાનો દિન બની રહે… એ જ અભ્યર્થના……. મહામાનવના ચરણોમાં કોટી કોટી વંદન…..

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!