જી એમે સી સ્કૂલની વિદ્યાર્થી ની એ વેદિક ટેબલ બનાવ્યું
પોરબંદર ની નામાંકિત જીએમસી સ્કૂલ હમેશા વિદ્યાર્થીમાં રહેલી આંતરિક શક્તિઓં બહાર લાવવામાં આગળ રહી છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અને સાચુ માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે.
ઘોરણ ૧૨ સાયન્સની વિદ્યાર્થીની દિયા જીવાજી ઓડેદરા પોતાના મનોવિકાસ અને પ્રવીણતાથી સુંદર ટેબલ બનાવેલ છે. જે બનાવતા એમને ત્રણ- ચાર મહિનાનો સમય લાગેલ. આ ટેબલ વેદિક ગણિતનું છે જે પ્રાચીન ભારતીય જ્ઞાનનો મોટો હિસ્સો છે. જે ઝડપથી ગણતરી કરવામાં ઉપયોગી છે. આ ટેબલમાં વેદિક ગણિતની ટીપ્સ છે. આ બનાવવા માટે મહેનત,સમય અને સમજણશક્તિનો સરસ પ્રયોગ કર્યો છે.
દિયા ઓડેદરા ના ઉમદા પ્રયાસ બદલ જીએમસી સ્કૂલ ના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા તથા ટ્રસ્ટીઓ તેમજ પ્રિન્સિપાલ મનોજ પરમાર સર તેમજ સમગ્ર સ્કૂલ પરિવારે દિયા ઓડેદરા ના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવેલ હતી.

Please follow and like us:
CATEGORIES Porbandar
