એમ કે ગાંધી અંગ્રેજી માધ્યમ પ્રાઇમરી શાળામાં શિક્ષકોના અભાવની સમસ્યાનો કાયમી ઉકેલ

- એમ કે ગાંધી અંગ્રેજી માધ્યમ પ્રાઇમરી શાળામાં શિક્ષકોના અભાવની સમસ્યાનો કાયમી સુખદ્ ઉકેલ લાવતા માનનીય ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા.
- શિક્ષકોના અભાવને કારણે ભણતરમાં થતી સમસ્યાની ગંભીરતા ને સમજી ખાસ કેસમાં લાયકાત ધરાવતા શિક્ષકોની કાયમી જોગવાઈ કરાવી આપી
- શિક્ષકોના અભાવના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવી શિક્ષકોની તાત્કાલિક ભરતી પ્રક્રિયા શરૂ કરાવી.
- 1140 બાળકોની સંખ્યા ધરાવતી પોરબંદર જિલ્લાની એકમાત્ર અંગ્રેજી માધ્યમ શાળામાં ઘણા સમયથી પૂરતા પ્રમાણમાં શિક્ષકો ન હતા.
- 32 શિક્ષકોની જોગવાઈની સામે ફક્ત 9 જ કાયમી શિક્ષકો કાર્યરત હતા.
- શિક્ષકની સમસ્યાનો સુખદ ઉકેલ લાવતા ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા સન્માન સમારંભ નું આયોજન એમ કે ગાંધી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું.
- શાળાના આમંત્રણ અને લાગણીને માન આપી આ શિક્ષકોના પ્રશ્ન ના સમાધાનમાં મદદરૂપ થનાર ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા જિલ્લા ભાજપ પ્રદેશ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી તેમજ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વેજાભાઈ કોડીયાતર ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
- શાળાના શિક્ષકોના પ્રશ્નના સમાધાનમાં હંમેશા મદદરૂપ થનાર અન્ય અધિકારીઓ જિલ્લા પંચાયત પ્રમુખ પરબતભાઈ પરમાર સાહેબ, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન આવડાભાઈ ઓડેદરા સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી સાહેબ, જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન રિદ્ધિ બેન અરશીભાઈ ખૂટી સાહેબ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનોદભાઈ પરમાર સાહેબ્. આ સર્વેનો એમ કે ગાંધી અંગ્રેજી માધ્યમ પ્રાથમિક શાળા પરિવાર આભાર વ્યક્ત કરે છે.
- ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ સરકારી શાળામાં શિક્ષણ બિલકુલ મફત આપવામાં આવે છે તેની સામે શિક્ષકો ઉચ્ચ લાયકાત ધરાવતા હોય છે જેથી શિક્ષણની ગુણવત્તા ખૂબ જ સારી મળી રહે છે તેમ જણાવી બાળકો, વાલીઓ અને શાળા ને અભિનંદન પાઠવ્યા અને બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદ આપ્યા.
- હાલ નવરાત્રી પર્વ ચાલુ હોય શાળા મા બાળકો માટે નવરાત્રી ગરબાનું આયોજન કરેલ જેમાં આમંત્રિત મહેમાન ડોક્ટર ચેતનાબેન તિવારીએ બાળકોનો ઉત્સાહ વધારી અને આશીર્વાદ આપેલ.
Please follow and like us:
