ધર્માર્થ રાત્રી વિદ્યાલયમાં લેવાયેલ સ્પેશિયલ ઇંગ્લિશની પરીક્ષામાં ઉત્તીર્ણ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવાયા



રાજકોટમાં ઇ.સ.1906 થી અંગ્રેજી વિષય માં સેવા કાર્ય પ્રજ્વલિત કરતા શ્રી ધર્માર્થ રાત્રી વિદ્યાલય દ્વારા અંગ્રેજી વિષયના વર્ગો ચાલી રહ્યા છે જેમાં અત્યાર સુધી ભણેલા અનેક વિદ્યાર્થીઓ સફળતા ન શિખરો સર કર્યા છે ત્યારે તાજેતરમાં સ્પેશિયલ અંગ્રેજીના વર્ગ પૂર્ણ થતા તે વિદ્યાર્થીઓ ની અંગ્રેજી ગ્રામર અને પાઠમાલા બુક માંથી લેવાયેલ પરીક્ષામાં પરજન્યા સુદાણી પ્રથમ ક્રમાંકે ,મિલન એકલવ્ય દ્વિતીય ક્રમાંકે તથા યજુર્વેન્દ્રસિંહ મકવાણા એ તૃતીય ક્રમાંક મેળવતા તમામને ધર્માર્થ રાત્રી વિદ્યાલયના સંચાલક પ્રદિપ ભાઈ જોબનપુત્રા અને ટ્રેનર પ્રો.નિમેશ ગોંડલીયા દ્વારા સર્ટીફિકેટ આપી અભિનંદન પાઠવાયા હતા.ભવિષ્યમાં સફળતા સર કરે તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી .

Please follow and like us:
