શ્રીહરિ મંદિરનો ૧૮મો પાટોત્સવ-૨૦૨૪

શ્રીહરિ મંદિરનો ૧૮મો પાટોત્સવ-૨૦૨૪

પોરબંદરમાં સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પ્રતિવર્ષ મુજબ પણ રમેશભાઈ ઓઝાની પાવન ઉપસ્થિતિમાં આ વર્ષે પણ શ્રીહરિ મંદિરનો ૧૮મો પાટોત્સવ તા. ૧૪/૦૨/૨૦૨૪ થી ૧૬/૦૨/૨૦૨૪ દરમ્યાન સાથે ધાર્મિક, આધ્યાત્મિક કાર્યક્રમો, ભાગવત ચિંતન શિબિર પ્રવચન તેમજ મેડિકલ કેમ્પ જેવી સેવાકીય પ્રવૃત્તિઓ સાથે યોજાશે.

*ભાગવત ચિંતન શિબિર*
શ્રીહરિ મંદિરના ૧૮મા પાટોત્સવમાં છેલ્લા અનેક વર્ષોથી પૂજ્ય ભાઈશ્રીનિ ઉપસ્થિતિમાં ભાગવત ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવે છે. જેમાં વર્ષે પણ ૧૪/૦૨/૨૦૨૪ થી ૧૬/૦૨/૨૦૨૪ એમ દ્વિદિવસીય ભાગવત ચિંતન શિબિરમાં ગુજરાતના પ્રતિષ્ઠિત વિદ્વાનો દ્વારા શ્રીમદ ભાગવતના વિષયને લઈને વ્યાખ્યાન આપવામાં આવશે. આ બંને દિવસ સવારના સત્રમાં ૧૦:૩૦ થી ૧૨:૩૦ દરમ્યાન અને બપોરપછીના સત્રમાં ૩:૩૦ થી ૬:૩૦ દરમ્યાન વ્યાખ્યાન થશે. જેનું લાઈવે ટેલિકાસ્ટ sandpani.tv અને સાંદીપનિના વિવિધ મીડિયા પ્લૅટફૉર્મના માધ્યમથી થશે.

*૨૮મો સાંદીપનિ ગૌરવ અવાર્ડ સમારોહ*
શ્રીહરિમંદિરના ૧૮મા પાટોત્સવ દરમ્યાન આ વર્ષે પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ૨૭મો સાંદીપનિ ગૌરવ અવાર્ડ સમારોહ-૨૦૨૩, તા. ૧૬-૦૨-૨૪, શુક્રવાર સાંજે ૪:૦૦ થી ૬:૦૦ દરમ્યાન સાંદીપનિ સભાગૃહમાં સંપન્ન થશે.
પૂજ્ય ભાઈશ્રીની પ્રેરણાથી સાંદીપનિ દ્વારા છેલ્લા ૨૭વર્ષોથી પોતાના ક્ષેત્રમાં અનુપમ યોગદાન આપનારા મહાનુભાવોનું દેવર્ષિ, બ્રહ્મર્ષિ અને રાજર્ષિ અવોર્ડથી ભાવપૂજન કરવામાં આવે છે. એ ઉપક્રમમાં આવર્ષે ૨૮મા ગૌરવ અવોર્ડ સમારોહમાં પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોના કરકમલો દ્વારા પરમ પૂજ્ય શ્રી બ્રહ્મસ્વરૂપ બ્રહ્મચારીજી મહારાજ, હરિદ્વારને દેવર્ષિ એવોર્ડથી, મહામહોપાધ્યાય આચાર્ય રા.મણિદ્રાવિડજી, ચેન્નઈને બ્રહ્મર્ષિ એવોર્ડથી, જાણીતા ઉદ્યોગપતિ અને સમાજસેવી પદ્મશ્રી સવજીભાઇ મનજીભાઇ ધોળકિયા, સુરતને રાજર્ષિ અવોર્ડ અર્પણ કરીને તથા સમાજસેવક પદ્મભુષણ ડો.બિંદેશ્વર પાઠકજી, નવી દિલ્હીને મહર્ષિ એવોર્ડ અર્પણ કરીને ભાવપૂજન કરવામાં આવશે. સાંદીપનિ ગૌરવ અવોર્ડ સમારોહનું લાઈવ ટેલીકાસ્ટ sandpani.tv અને સાંદીપનિના વિવિધ મીડિયા પ્લૅટફૉર્મના માધ્યમથી થશે.

*ધાર્મિક કાર્યક્રમો*
નૂતન ધ્વજારોહણ એવં ઝાંખી દર્શન
આ ત્રિદિવસીય પાટોત્સવમાં શ્રીહરિ મંદિરમાં બિરાજિત સર્વે વિગ્રહોના શિખરો પર વિધિવત પૂજન સાથે તા.૧૪-૦૨-૨૪ તથા તા.૧૫-૦૨-૨૪, બે દિવસે નૂતન ધ્વજારોહણ કરવામાં આવશે. આ સાથે તા.૧૫-૦૨-૨૪, ગુરુવારે શ્રીહરિ મંદિરમાં દિવ્ય ઝંખીના દર્શન યોજાશે. જેના દર્શનનો સર્વે ભાવિકો સાંજે ૪:૩૦ થી રાત્રે ૮:૩૦ દરમ્યાન લાભ લઈ શકશે.

*ગોપૂજન – ગોવર્ધન પૂજન એવં અન્નકૂટ દર્શન*
શ્રીહરિ મંદિરના ૧૮માં પાટોત્સવમાં તા.૧૪-૦૨-૨૦૨૪, વસંતપંચમીના પાવન દિવસે સવારે ૮:૩૦ વાગ્યે શ્રીહરિની બગીચીમાં પૂજ્ય ભાઇશ્રી અને મનોરથી પરિવારદ્વારા ગોપૂજન તથા ગોવર્ધન પૂજા સંપન્ન થશે. આજ દિવસે શ્રીહરિ મંદિરમાં શ્રીલક્ષ્મી નારાયણ સહિત બિરાજમાન દરેક વિગ્રહોને અન્નકૂટનો ભોગ અર્પણ કરવામાં આવશે. જેમાં મધ્યાહ્નમાં ૧૨:૩૦ વાગ્યે પૂજ્ય ભાઇશ્રીના પાવન કરકમલોથી અન્નકૂટ આરતી કરવામાં આવશે. જેનું લાઈવ ટેલિકાસ્ટ sandpani.tv નામાધ્યમથી થશે. આ દિવસે સવારે ૮:૦૦ થી રાત્રે ૮:૦૦ સુધી અન્નકૂટ દર્શનનો લાભ સર્વે ભાવિકજનો લઈ શકશે.

*પાટોત્સવ મહાઅભિષેક એવં પાલખી યાત્રા*
શ્રીહરિ મંદિરના ૧૮મા પાટોત્સવ પ્રસંગે તા.૧૬/૦૨/૨૪, રથ સપ્તમી જે શ્રીહરિ મંદિરના સર્વે વિગ્રહોનો પ્રાણપ્રતિષ્ઠા દિવસ છે. આ દિવસે પ્રતિવર્ષ અનુસાર સવારે ૮:૦૦ વાગ્યાથી પૂજ્ય ભાઇશ્રી અને ઋષિઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિવિધાન અનુસાર શ્રીહરિ મંદિરમાં બિરાજિત તમામ શ્રીવિગ્રહો પર વિવિધ દ્રવ્યોથી મહાઅભિષેક, પૂજન અને તિલકવિધિ કરવામાં આવશે. જેના દિવ્ય દર્શનનો લાભ આપણે સૌ sandpani.tv ના માધ્યમથી પણ લઈ શકીશું. આજ દિવસે સાંજે સાયં આરતી બાદ ૮:૦૦ વાગ્યે પૂજ્ય ભાઇશ્રીના સાન્નિધ્યમાં સાંદીપનિ નગરદર્શનના ભાવથી શ્રીઠાકોરજીની દિવ્ય પાલકી યાત્રા સંપન્ન થશે.

*મેડીકલ કેમ્પ*
પૂજ્ય ભાઈશ્રીનિ પ્રેરણાથી દરવર્ષની જેમ આ વર્ષે પણ શ્રીહરિમંદિરના ૧૮મા પાટોત્સવ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો સાથે માનવસેવાના મહાયજ્ઞ સમાન ત્રણ મેડિકલ કેમ્પ સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

૧. દિવ્યાંગ સાધન સહાય કેમ્પ
સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે હરિ ઓમ સ્માઈલ વડોદરાના સૌજન્યથી હરિકૃષ્ણા ફાઉન્ડેશન દ્વારા આ કેમ્પનું આયોજન તારીખ ૧૪-૦૨-૨૪ થી તા. ૧૭-૦૨-૨૪ સુધી કરવામાં આવ્યું છે. ખાસ સૂચિત કરવાનું કે આ કેમ્પમાં લાભાર્થી દર્દીઓની પ્રાથમિક તપાસ સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે તારીખ ૧૪મી ફેબ્રુઆરીના રોજ સવારે ૯:૦૦ થી ૨:૦૦ વાગ્યા સુધી કરવામાં આવશે. ત્યારબાદ અહી જ વર્કશોપ ઉભો કરી જરૂરિયાત પ્રમાણેના કૃત્રિમ હાથ-પગ અને અન્ય સાધનો તૈયાર કરી તારીખ ૧૭મી ફેબ્રુઆરી સુધીમાં લાભાર્થીઓને આપવામાં આવશે.

૨. દંતયજ્ઞ
સાંદીપનિ વિદ્યાનિકેતન ખાતે તારીખ ૧૪,૧૫ અને ૧૬ ફેબ્રુઆરીએ એમ સતત ત્રણ દિવસ સુધી રોજ સવારે ૯:૦૦ થી ૧:૦૦ સુધી દંતયજ્ઞ મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં દંત વૈદ્ય લાભુભાઈ શુક્લ મેમોરિયલ ક્લિનિક ગૌરીદડ, રાજકોટના જાલંધર બંધ યોગ પદ્ધતિના નિષ્ણાંત અને સુવિખ્યાત દંતવૈદ્ય હર્ષદભાઈ જોશી, દંત વૈદ્ય સરોજબહેન જોશી અને ટીમ દ્વારા દાંતને લગતા દર્દોની સારવાર પૂરી પાડવામાં આવશે.

3. યુરોલોજી કેમ્પ (કિડનીને લગતા દર્દોનો કેમ્પ)
તા. ૧૫-૦૨-૨૦૨૪ના રોજ પોરબંદરની લાયન્સ હોસ્પિટલ ખાતે એશિયાની પ્રખ્યાત મુળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ (નડિયાદ કિડની હોસ્પિટલ) ના નિષ્ણાંત તબીબો ડૉ.નિશાંત એસ. અને ડૉ.હાર્દિક પટેલ દ્વારા મૂત્રમાર્ગ (પ્રોસ્ટેટ, પથરી તથા પેશાબને લગતા રોગો) તેમજ કિડની સંબંધિત તમામ રોગો તથા લાંબા સમયથી ડાયાલીસીસ કરાવતા દર્દીઓ માટેનો કેમ્પ સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ સુધી લાયન્સ હોસ્પિટલ ખાતે યોજાશે.

આ તમામ કેમ્પની વધુ માહિતી માટે કેમ્પ કો-ઓર્ડીનેટર ડો. સુરેશ ગાંધી તથા ડો. ભરત ગઢવી 97122 22000 નંબર પર સંપર્ક કરવા વિનંતી છે.

શ્રીહરિ મંદિર ૧૮મા પાટોત્સવના મુખ્ય મનોરથી તરીકે ભગવદીય શ્રી ચંપાલાલ પુરુષોત્તમ કાંકાણી પરિવાર (હૈદરાબાદ) સેવા આપશે. શ્રીહરિ મંદિરના આ દિવ્ય પાટોત્સવમાં યોજાનાર દરેક કાર્યક્રમો એવં શ્રી હરિ મંદિરના વિવિધ મનોરથના દર્શનનો લાભ તથા લેવા માટે સાંદીપનિ પરિવાર નિમંત્રણ પાઠવે છે. આ તમામ કાર્યક્રમોનું લાઈવ ટેલિકાસ્ટ યુ ટ્યુબ ચેનલ sandpani.tv પર પણ કરવામાં આવશે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus (0 )
error: Content is protected !!