ગોસા ગામે બેટી સિમ માં થયેલ મર્ડર નો આરોપી ઝડપાયો

પોરબંદર : 43 વર્ષીય ભરત ઓડેદરા નામના વ્યક્તિની દેશી બનાવટની બંદૂકથી હત્યા કરવામાં આવી હોવાની ઘટના ગત 10 ડિસેમ્બર 2025 ના રોજ પોરબંદર જિલ્લાના ગોસા બેટી સિમ વિસ્તારમાં બની હોવાનું સામે આવ્યું હતું. બનાવ સંદર્ભે મૃતકના 51 વર્ષીય મોટાભાઈ કાના ઓડેદરા દ્વારા અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ પોરબંદર જિલ્લાના નવા બંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે બીએનએસની કલમ 103 (1) તેમજ આર્મ્સ એક્ટ સહિતની કલમ અંતર્ગત ગુનો નોંધાવામાં આવ્યો હતો. ત્યારે બનાવ સંદર્ભે લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોરબંદર દ્વારા હત્યાના ગુનામાં સંડોવાયેલ 25 વર્ષીય કાસમ ખારી નામના વ્યક્તિને સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે.

પોલીસને આપેલી ફરિયાદમાં કાના ઓડેદરા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 10 તારીખ ના રોજ મારો ભાઈ ભરત ટ્રેક્ટર લઈને તરફ આવી રહ્યો હતો. તે દરમિયાન મજૂર સુનિલ મનજી ટ્રેક્ટરના ટ્રોલીમાં બેઠો બેઠો મોબાઈલ જોતો હતો. તે દરમિયાન સુનિલે ફટાકડા જેવો અવાજ સાંભળ્યો હતો. તેમજ ભરતભાઈએ ટ્રેક્ટર ઉભી રાખી બૂમ પણ પાડી હતી. તેમજ ડ્રાઇવરની સીટ ઉપર ઢળી પડ્યા હતા. જેથી સુનિલે ભરતભાઈને પૂછતા તેણે પોતાને શોર્ટ લાગ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તાત્કાલિક અસરથી 108 મારફતે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લઈ જતા ફરજ પરના તબીબે તેમને મરણ ગયેલ જાહેર કર્યા હતા. તેમજ પીએમ કરાવતા ભરતભાઈના જમણા પગના સાથળના ભાગે ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું હતું. તેમજ તેમાંથી એક છરો પણ નીકળ્યો હોવાનું સામે આવ્યું હતું.

પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઇન્ચાર્જ પીઆઇ આર. કે. કાંબરીયા દ્વારા પોરબંદર સમાચાર .કોમ  સાથેની વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે, નવા બંદર મરીન પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ હત્યાના બનાવ બાબતે પોરબંદર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી. જે અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને માહિતી મળી હતી કે, ગોસા ગામ વાળી વિસ્તારમાં વાડીઓમાં રખોપુ કરવા માટે ગામ લોકો દ્વારા કાસમ ખારી તેમજ સાજણ ખારી નામના કાકા ભત્રીજાઓને કામકાજ અર્થે રાખવામાં આવ્યા હતા. બનાવ બન્યા બાદ કાકા ભત્રીજા ગામની અંદર જોવા નહોતા મળ્યા. જેથી બંને બનાવ સંદર્ભે સસ્પેક્ટ લાગી રહ્યા હતા. ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી તપાસ હાથ ધરવામાં આવતા બંને સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિસ્તારમાં છુપાયેલા હોવાની માહિતી મળી હતી. ત્યારે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા કાસમ ખારીની પકડ કરવામાં આવી છે. તેમજ તેની પૂછપરછ કરતા તેણે ગુનાની કબુલાત પણ આપી છે. પોલીસને આપેલી માહિતીમાં જણાવ્યું છે કે જામગરી બંદૂકથી પોતે ફાયરિંગ કર્યું હતું. ત્યારે કાસમને ગુનાના કામે કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડની માંગણી પણ કરવામાં આવશે. તેમજ તેની પાસે રહેલ ગેરકાયદેસર હથિયાર તેણે કેવી રીતે મેળવ્યું? કોની પાસેથી તેમજ કેટલા સમય પૂર્વે મેળવ્યું હતું તે સહિતની બાબતો અંગે પૂછપરછ કરવામાં આવશે. તેમજ કયા કારણોસર તેને હત્યા કરી હતી તે બાબતે પણ પૂછપરછ હાથ ધરવામાં આવશે.

પોલીસની પ્રાથમિક તપાસમાં ભરત ઓડેદરા ખેતીકામના વ્યવસાય સાથે સંકળાયેલા તેમજ સંતાનમાં એક 18 વર્ષનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. ભરત ઓડેદરા તેમજ હત્યામાં સંડોવાયેલ કાસમ અને તેના ભત્રીજા સાજણ વચ્ચે ક્યારેય પણ અણબનાવ ન બન્યો હોવાનું પણ સામે આવ્યું છે.

Please follow and like us:
Spread the love
CATEGORIES

COMMENTS

Wordpress (0)
Disqus ( )
error: Content is protected !!